National/ 5,200થી વધુ નવા કેસ સાથે કેરળ ફરી એકવાર દૈનિક કેસની રીતે દેશમાં પ્રથમ ક્રમે રહ્યું, કેરળમાં કુલ કેસ હવે સાડા સાત લાખથી વધુ થયા | કેરળમાં સર્વાધિક 65 હજાર એક્ટિવ કેસ છે જ્યારે કે મહારાષ્ટ્રમાં બીજા ક્રમે હવે 52 હજાર એક્ટિવ કેસ | દેશના આરોગ્ય મંત્રાલયે યુકેથી પરત આવેલા પ્રવાસીઓને ટ્રેસ કરીને તેમના ટેસ્ટ અને બાદમાં પોઝિટિવ આવે તો જીનોમ સિકવન્સ કરાવવા આદેશ કર્યો, જો કે મોટાભાગના રાજ્યો આવા પ્રવાસીઓને ટ્રેસ કરવામાં નિષ્ફળ રહ્યાં । મુંબઈમાં ઘણાં લાંબા સમય પછી પોઝિટિવિટી રેટ 5 ટકાથી પણ નીચે ગયો, સમગ્ર ડિસેમ્બર માસમાં મુંબઈમાં પોઝિટિવિટી રેટ 4.80 ટકા આસપાસ રહ્યો। આજથી પંજાબના તમામ શહેરોમાંથી નાઈટ કરફ્યૂ હટાવી લેવાયો, પંજાબમાં હવે ક્યાંય પર રાત્રે કોઈપણ રોક ટોક વિના ફરી શકાશે, જો કે તંત્રએ કારણ વિના બહાર ન નીકળવા અપીલ કરી

Breaking News