Paracetamol Fail Quality Test: જો તમને તાવ અથવા દુખાવો થાય ત્યારે તમે તરત જ પેરાસિટામોલ લો છો, તો સાવચેત રહો. દેશના ડ્રગ રેગ્યુલેટર સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) એ નવીનતમ માસિક દવા ચેતવણી જારી કરી છે. જેમાં પેરાસિટામોલ સહિતની 53 દવાઓ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ થઈ છે. આ દવાઓમાં કેલ્શિયમ અને વિટામિન ડી3 સપ્લીમેન્ટ્સ, ડાયાબિટીસ વિરોધી ગોળીઓ અને હાઈ બ્લડ પ્રેશર માટેની દવાઓનો પણ સમાવેશ થાય છે. આ રિપોર્ટથી સામાન્ય માણસના સ્વાસ્થ્યને લઈને ચિંતા વધી ગઈ છે.
CDSCOએ આ 53 દવાઓને નોટ ઓફ સ્ટાન્ડર્ડ ક્વોલિટી (NSQ) એલર્ટ જાહેર કરી છે. NSQ ચેતવણીઓ રાજ્યના દવા અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા રેન્ડમ માસિક નમૂનામાંથી જનરેટ થાય છે. જે દવાઓ ગુણવત્તા પરીક્ષણમાં પાસ થઈ નથી તેમાં વિટામિન સી અને ડી3 ગોળીઓ શેલકલ (Shelcal),, વિટામિન બી કોમ્પ્લેક્સ અને વિટામિન સી સોફ્ટજેલ્સ, એન્ટિએસીડ પાન-ડી, પેરાસિટામોલ ટેબ્લેટ IP 500 મિલિગ્રામ, ડાયાબિટીસની દવા ગ્લિમેપીરાઈડ (Glimepiride)નો સમાવેશ થાય છે.
કઈ કંપનીઓ આ દવાઓ બનાવે છે?
આ દવાઓ Hetero Drugs, Alkem Laboratories, Hindustan Antibiotics Limited, Karnataka Antibiotics and Pharmaceuticals Limited, Meg Lifesciences અને Pure and Cure Healthcare જેવી કંપનીઓ દ્વારા બનાવવામાં આવે છે. પેટના ચેપને તપાસવા માટે વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી દવા મેટ્રોનીડાઝોલ પણ ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ ગઈ છે. આ દવા PSU કંપની હિન્દુસ્તાન એન્ટિબાયોટિક લિમિટેડ દ્વારા બનાવવામાં આવી છે. પરંતુ, આ કંપનીઓ આની જવાબદારી લેતી હોય તેવું લાગતું નથી.
આ પણ વાંચો:સ્વાસ્થ્યને નુકસાન પંહોચાડનાર 156 દવાઓ પર સરકારે મૂકયો પ્રતિબંધ
આ પણ વાંચો:ફાર્માસ્યુટિકલ કંપનીઓને મોટો ફટકો, સરકારે 156 દવાઓ પર તાત્કાલિક પ્રતિબંધ કેમ લગાવ્યો?
આ પણ વાંચો:દાંત નીકળે ત્યારે તમારૂ બાળક રડે છે? આ નુસ્ખાઓ અપનાવી તરત જ ઈલાજ કરો
