Earthquake/ ઈન્ડોનેશિયામાં ફરી ધરાધ્રુજી, સુમાત્રામાં 6.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

ઇન્ડોનેશિયાના પશ્ચિમ સુમાત્રામાં શુક્રવારે 6.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેણે પડોશી સિંગાપોર અને મલેશિયામાં ઇમારતોને ધ્રુજાવી દીધી હતી

World
earthquake

ઇન્ડોનેશિયાના પશ્ચિમ સુમાત્રામાં શુક્રવારે 6.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેણે પડોશી સિંગાપોર અને મલેશિયામાં ઇમારતોને ધ્રુજાવી દીધી હતી. દેશની હવામાનશાસ્ત્ર, ભૂ-ભૌતિક એજન્સીએ ટ્વિટર પર જણાવ્યું હતું કે, ભૂકંપ સ્થાનિક સમય અનુસાર સવારે 8:39 કલાકે આવ્યો હતો અને તેનું એપીસેન્ટર રીજન્સીના લગભગ 17 કિલોમીટર ઉત્તરપૂર્વમાં સ્થિત હતું. BMKG અનુસાર, તે 10 કિલોમીટરની ઊંડાઈએ થયું હતું જોકે સુનામીના કોઇ એંધાણ નથી.

ઇન્ડોનેશિયાના 17,000 ટાપુઓ ધરતીકંપની સંભાવના ધરાવે છે કારણ કે, આ દેશ પેસિફિક રિંગ ઑફ ફાયર, ફોલ્ટ લાઇન અને જ્વાળામુખીની ઘેરાયેલો છે જે વારંવાર ધરતીકંપનું કારણ બને છે.