Ahmedabad News : ચાંદખેડામાં રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની માહિતી ચાંદખેડા પોલીસને મળી હતી. જેને આધારે ચાંદખેડા પોલીસ સ્ટેશનના સીનીયર પીઆી. એન.જી.સોલંકીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.જી.ડાભી તથા અન્ય ટીમે ચાંદખેડામાં દશમેશ સોસાયટીના એક ઘર પર દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે મકાનમાંથી તથા વેગનઆર કાર અને જ્યુપીટર ટુ વ્હીલરમાંથી દારૂ અને બિયરનો જથ્થો કબજે કર્યો હતો.
પોલીસે કુલ 1089 બિયરના ટીન, વિદેશી દારૂનો જથ્થો 3 ટુ વ્હીલર, કાર વગેરે મળીને કુલ રૂ. 6,72,866 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ કેસમાં વાડજમાં રહેતા સુરેન્દ્રસિંગ આર.મટ્ટુ,રાજસ્થાનના ભુપેન્દ્રસિંઘ કે સિસોદિયા, અશોક એ.કોટે અને ચાંદખેડામાં રહેતા સંદીપસિંગ એસ.બ્લીમની ધરપકડ કરી હતી. જ્યારે દારૂનો જથ્થો મોકલનારા ઉદેપુરના રોહિત ઉર્ફે ગટ્ટુ ઉપરાંત સોનુ સિંધી ઉર્ફે ભુકંપ અને પ્રિન્સ આર.મટ્ટુ ભાગી જતા પોલીસે તેમની શોધ હાથ ધરી છે.
આ પણ વાંચો: દારૂની હોમ ડિલિવરી કરતો હતો સગીર, તસ્કરો આપતા હતા પગાર અને કમિશન
આ પણ વાંચો: ઘર બંધ જોતાં તસ્કરોએ હાથ ફેરો કર્યો
આ પણ વાંચો: સોનાની દાણચોરીનો નવો કીમીયો, પાવડર બનાવી તસ્કરી કરવાના રેકેટનો થયો પર્દાફાશ