અકસ્માત/ ઉત્તરપ્રદેશના રામપુરમાં ગમખ્વાર અકસ્માત સર્જાતા કારમાં બેઠેલા 6 લોકોનાં મોત

 અજિતપુર બાયપાસ પર ટ્રક અને ઇકો કાર વચ્ચે  અકસ્માત સર્જાયો હતો . આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં બેઠેલા ચાર લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતા, જ્યારે બે ઇજાગ્રસ્તોનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું

India

સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારના અજિતપુર બાયપાસ પર બન્યો હતો. શનિવારે સવારે છ લોકો ઇકો કારમાં બરેલીથી મુરાદાબાદ જઈ રહ્યા હતા. આ દરમિયાન મુરાદાબાદ સાઈડ પરથી આવી રહેલા ડીસીએમ ટ્રકે અજીતપુર બાયપાસ ઉપર કારને ટક્કર મારી હતી.

અજિતપુર બાયપાસ પર ડીસીએમ ટ્રક અને ઇકો કાર વચ્ચે  અકસ્માત સર્જાયો હતો . આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં બેઠેલા ચાર લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતા, જ્યારે બે ઇજાગ્રસ્તોનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ દુર્ઘટનામાં એક નવતર પરિણીત દંપતીનું પણ મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, સ્થાનિક લોકોની મદદથી મૃતદેહ અને ઈજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢીયા હતા અને હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી  આપ્યો હતા.

કુસુમ ઉર્ફે લાલી, બબલુ અને ભીમસિંહ ગ્રેટર નોઈડામાં રહેતા ધીરજના લગ્ન માટે ઇકો કારમાં બિહાર ગયા હતા. જ્યાં ધીરજનાં લગ્ન રિંકી સાથે થયાં હતાં. લગ્ન બાદ ધીરજ-રિંકી અને અન્ય લોકો કારમાં  ઘરે પરત ફરી રહ્યા હતા. રાહુલ કાર ચલાવતો હતો. આ દરમિયાન સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અજીતપુર બાયપાસ ઉપરથી મુરાદાબાદ બાજુથી આવતી ડીસીએમ ટ્રક યુપી 15 એફટી 0199 ને કાર યુપી 16 સીવી 6720 ને ટક્કર મારી હતી. અકસ્માત બાદ સ્થળ પર લોકોનું ટોળુ એકત્રીત થઈ ગયું હતું.

અકસ્માતની બાતમી મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી જેસીબીથી  મૃતકો અને ઈજાગ્રસ્તોને બહાર કાઢયા  હતા. આ દુર્ઘટનામાં ચાર લોકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે રિન્કી અને અન્ય એકનું મોત જિલ્લા હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયું હતું. અકસ્માત બાદ ડીસીએમ ડ્રાઈવર સ્થળ પરથી ભાગી ગયો હતો. પોલીસે પરિવારના સભ્યોને જાણ કરી છે.પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.