Lattakand/ બિહારના સારણમાં ઝેરી દારૂ પીવાથી 6ના મોત, અનેક લોકોએ આંખોની રોશની ગુમાવી

બિહારમાં ફરી એકવાર ઝેરી દારૂએ હાહાકાર મચાવ્યો છે. સારણમાં નકલી દારૂ પીવાથી 6 લોકોના મોત થયા છે. ઘટના મેકર પોલીસ સ્ટેશન વિસ્તારની ફુલવરિયા પંચાયતની છે

Top Stories India

બિહારમાં ફરી એકવાર ઝેરી દારૂએ હાહાકાર મચાવ્યો છે. સારણમાં નકલી દારૂ પીવાથી 6 લોકોના મોત થયા છે. ઘટના મેકર પોલીસ સ્ટેશન વિસ્તારની ફુલવરિયા પંચાયતની છે. ભેલડી પોલીસ સ્ટેશન વિસ્તારના નોનિયા ટોલી અને સોન્હો ભાથામાં, શંકાસ્પદ ઝેરી દારૂ પીવાથી 6 લોકોએ જીવ ગુમાવ્યા. એટલું જ નહીં અનેક લોકોની આંખોની રોશની પણ ઘટી ગઈ છે.

હકીકતમાં, બે દિવસ પહેલા 2 ઓગસ્ટના રોજ, શંકાસ્પદ ઝેરી દારૂ પીવાથી પાનાપુરમાં બે લોકોના મોત થયા હતા. માત્ર 3 દિવસમાં જ સારણમાં 6 લોકો ઝેરી દારૂના કારણે મોત થયા છે.

12 લોકો કરતા વધુ લોકોએ ઝેરી દારૂ પીવાથી આંખોની રોશની ગુમાવવાની ફરિયાદ પણ કરી છે. ઉલ્લેખનીય છે કે બુધવારે એક વ્યક્તિના ઘરે પૂજા હતી જ્યાં કેટલાક લોકોએ દારૂ પીધો હતો. આ પછી ગુરુવારે સવારે કેટલાક લોકોએ ઝેરી દારૂ પીધો હતો. ઝેરી દારૂ પીનારા 18-20 પીડિતોને સારવાર માટે પટનાની પીએમસીએચ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે જ્યારે 6 પીડિતો છપરા સદર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રિપોર્ટ અનુસાર મૃત્યુઆંક વધવાની પણ શક્યતા છે.

ઝેરી દારૂના કારણે 6 લોકોના મોત થયા બાદ વહીવટી અધિકારીઓમાં દોડધામ મચી ગઈ છે. સારણ જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક સદર હોસ્પિટલ પહોંચ્યા અને પીડિતોને મળ્યા અને તેમની સ્થિતિ જાણી છે.

જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક સહિત તમામ વહીવટી અધિકારીઓએ પણ પીડિતોના ગામોનું નિરીક્ષણ કર્યું છે. ગુરુવારે એક વૃદ્ધ વ્યક્તિ સહિત ત્રણ લોકોના મોત થયા હતા, જ્યારે સારણના સોન્હો ભાથા ગામમાં શંકાસ્પદ ઝેરી દારૂ પીવાને કારણે લગભગ બે ડઝન લોકોએ આંખોની રોશની ગુમાવી હતી.