Ahmedabad News/ અમદાવાદના ઘાટલોડિયામાં વ્યાજખોરના ત્રાસથી 65 વર્ષના વેપારીએ કર્યો આપઘાત

અમદાવાદના ઘાટલોડીયામાં રહેતા અને શેરમાર્કેટ તથા હીરા દલાલી નો વેપાર કરતા વેપારી પર 4 લાખ વ્યાજ પર લીધા હતા, વ્યાજખોરે વેપારીને અવારનવાર ત્રાસ અપાતા વેપારીએ આપઘાત કરી લીધો.

Gujarat Ahmedabad Breaking News

Ahmedabad News : ગુજરાતમાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં એક શેર માર્કેટ અને હીરા દલાલી સાથે સંકળાયેલા વેપારીએ વ્યાજખોરના ત્રાસને કારણે આપઘાત કરી લીધો. આ દુઃખદ ઘટના અતુલભાઈ લક્ષ્મીશંકર ભટ્ટ (65) નામક વેપારીની છે, જેઓ 2017માં જીવાભાઈ વાઘજી દેસાઈ પાસેથી 4 લાખ રૂપિયા ઉછીના લીધા હતા.

3 વર્ષ સુધી, અતુલભાઈએ વ્યાજખોરને પૈસા પરત આપ્યા હતા, પરંતુ પછી પણ તેમને સતત ઉઘરાણીનો સામનો કરવો પડયો રહ્યો હતો. અતુલભાઈએ 3 લાખ રૂપિયાની મૂડી પરત કરી હતી, પરંતુ વ્યાજખોરે ખરાબ દહેશતથી મિન માત્ર વ્યાજ બાકી હોવાનું દાવો કર્યો અને ઉઘરાણી કરવાની ધમકી આપી હતી.

આ સતત ત્રાસ અને ધમકીઓથી કંટાળી, વેપારીએ આ અંતિમ પગલું ભર્યું હતું.. એક દિવસ વ્યાજખોર જીવાભાઈએ પોતાના ઘરે પહોંચીને અતુલભાઈ સાથે ઝઘડો કર્યો અને એમણે ધમકી આપી હતી કે, “તું મારા પૈસા પરત ન આપી શકે, તો તું ઝેર પી મરી જા.”

આ દુઃખદ ઘટનાની જાણ થતા અતુલભાઈની પત્નીએ પોલીસમાં વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે હવે આ મામલે તપાસ શરૂ કરી છે. ગુજરાતમાં વ્યાજખોરોના ત્રાસના કારણે લોકો આપઘાતના શિકાર બની રહ્યા છે, જે એક ગંભીર સમસ્યા બની રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ અમદાવાદ:માધુપુરામાં યુવતીનો આપઘાત પ્રેમલગ્ન કર્યાના છ માસમાં જ કર્યો આપઘાત પતિ પિયરમાંથી યુવતીને પૈસા લાવવા દબાણ કરતો યુવતીએ ઘરમા ગળેફાંસો ખાઇને કર્યો આપઘાત

આ પણ વાંચોઃ અમદાવાદ: રિવરફ્રન્ટ પર યુવતીનો આપઘાત સુરતથી અમદાવાદ આવી કર્યો આપઘાત પતિના મોત બાદ સાસરિયાઓ આપતા હતા ત્રાસ ચારિત્ર્ય પર શંકા માનસિક ત્રાસ આપતા આપઘાત

આ પણ વાંચોઃ અમદાવાદ નજીકના ધોળકામાં પત્નીએ સગા ભાઈ સાથે સેક્સ માણતાં પતિએ કર્યો આપઘાત