Diamond League/ નીરજ ચોપરાનું 1 સેન્ટિમીટરથી ડાયમંડ લીગ ચેમ્પિયન બનવાનું સપનું રોળાયું

ડાયમંડ લીગની ફાઇનલમાં કુલ 7 ભાલા ફેંકનારાઓએ ભાગ લીધો હતો. નીરજ ચોપરાએ ફાઇનલમાં 86.82 મીટરનો પહેલો થ્રો કર્યો હતો. આ પછી તેણે 83.49

Top Stories Breaking News Sports

Diamond League: નીરજ ચોપરાએ (Neeraj Chopra ) ડાયમંડ લીગ ફાઇનલમાં (Diamond League) 87.86 મીટરનો થ્રો કરી બીજા ક્રમે રહ્યો છે. નીરજ માત્ર એક સેન્ટિમીટરથી ચેમ્પિયન બનવાનું સપનું પૂરી કરી શક્યો નથી. ગ્રેનાડાનો ખેલાડી એન્ડરસન પીટર્સે 87.87 મીટરનો થ્રો કરી ડાયમંડ લીગ પોતાને નામે કરી છે. એન્ડરસને પેરિસ ઓલિમ્પિક 2024માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યાં ભારતના નીરજે સિલ્વર મેડલ જીત્યો હતો. પેરિસમાં ગોલ્ડ જીતનાર પાકિસ્તાની એથલીટ અરશદ નદીમ ડાયમંડ લીગની ફાઇનલમાં ભાગ લીધો ન હતો.

નીરજ ચોપરાએ 87.86 મીટરનો ત્રીજો થ્રો કર્યો હતો

Neeraj Chopra finishes second in DL final, misses crown by 1 cm - The Hindu

ડાયમંડ લીગની ફાઇનલમાં કુલ 7 ભાલા ફેંકનારાઓએ ભાગ લીધો હતો. નીરજ ચોપરાએ ફાઇનલમાં 86.82 મીટરનો પહેલો થ્રો કર્યો હતો. આ પછી તેણે 83.49 મીટરનો બીજો થ્રો કર્યો. ત્રીજા થ્રોમાં તે થોડી લયમાં દેખાયો અને એવું લાગતું હતું કે તે ચેમ્પિયન જ રહેશે. તેણે 87.86 મીટરનો ત્રીજો થ્રો કર્યો. આ થ્રોના કારણે તે બીજા સ્થાને પહોંચી શક્યો. આ પછી તેના બે થ્રો 85 મીટરથી ઓછા હતા. નીરજે 86.46 મીટરનો છેલ્લો થ્રો કર્યો હતો.

Neeraj Chopra to compete in national event for the first time since Tokyo  Olympics | More sports News - Times of India

ડાયમંડ લીગ ફાઇનલમાં નીરજ ચોપરાના તમામ થ્રો

પ્રથમ થ્રો – 86.82 મી

બીજો થ્રો – 83.49 મીટર

ત્રીજો થ્રો – 87.86 મીટર

ચોથો થ્રો – 82.04 મીટર

પાંચમો થ્રો – 83.30 મીટર

છઠ્ઠો થ્રો – 86.46 મીટર

Neeraj Chopra pipped by two centimetres at Doha but shows he can produce a  big throw at fag end too | Sport-others News - The Indian Express

એન્ડરસન પીટર્સ પ્રથમ અને નીરજ ચોપરા બીજા ક્રમે રહ્યા હતા. જર્મન સ્ટાર જુલિયન વેબર 85.97ના સર્વશ્રેષ્ઠ થ્રો સાથે ત્રીજા સ્થાને રહ્યો. નીરજ ચોપરા ભારત માટે જેવલિનમાં બે ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ખેલાડી છે. તેણે ટોક્યો 2020માં ગોલ્ડ મેડલ અને પેરિસ 2024માં સિલ્વર મેડલ જીત્યો હતો. આ સિવાય તેણે ડાયમંડ લીગ 2022 જીતી છે. 2023માં તે બીજા ક્રમે રહ્યો હતો. ડાયમંડ લીગમાં ચેમ્પિયન બને તો ખેલાડીઓને મેડલ પણ મળતો નથી. અહીં, ખિતાબ જીતવા પર, ખેલાડીને વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ માટે ઈનામની રકમ અને વાઈલ્ડ કાર્ડ આપવામાં આવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Golden Boy નીરજ ચોપરાની વધુ એક સિદ્ધિ, ડાયમંડ લીગમાં મેળવ્યું દ્વીતિય સ્થાન

આ પણ વાંચો:નીરજ ચોપડાએ કહ્યું કેમ તે ગોલ્ડ મેડલ નથી જીતી શક્યો,આગળ શું સુધારા કરવાની જરૂર છે તે અંગે ટીમ સાથે વાત કરશે

આ પણ વાંચો:નીરજ ચોપરાને જેવલિન થ્રોમાં મળ્યો સિલ્વર મેડલ! કેવી રીતે બનાવ્યો રેકોર્ડ, PM મોદીએ આપ્યા અભિનંદન