દાહોદ,
દાહોદમાં નરાધમે માત્ર 9 વર્ષની બાળા સાથે દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. દાહોદના ખાંગેલા ગામના ટોલડુંગરીમાં એક નરાધમ યુવકે બાળાને બિસ્કિટ આપવાની લાલચ આપીને કોતરમાં લઇ ગયો હતો.
ત્યારબાદ બાળકી સાથે બળજબરી પુર્વક દુષ્કર્મ આચર્યુ હતુ. બાળકીને લોહીલુહાણ હાલતમાં કોતરમાં ફેંકી અને નાસી ગયો હતો. બાળકી બુમાબુમ કરતા આસપાસના લોકો આવી પહોચ્યા હતા અને નરાધમને ઝડપી પોલીસને હવાલે કર્યો હતો.
પોલીસે બળ જબરી, બળાત્કાર અને પોકશો એકટની કલમ 363, 376આઈ, અને 3,4,8 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ હીંચકારી ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.આરોપી અને સગીરને મેડિકલ માટે સિવિલ મોકલી અપાયો છે અને તપાસ કરતા અધિકારીનું કહેવું છે કે રિપોર્ટ આવ્યા પછી વધુ આગળની કાર્યવાહી કરવામાં આવશે
પોલીસ પણ ઘટના સ્થળે આવી વધુ કાર્યવાહી હાથ ધરી છે, બાળકીને સારવાર અર્થે દાહોદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ બાબતને લઇ CPI દાહોદ કે.જી.પટેલે જણાવ્યુ હતુ કે આ ઘટનાને લઇ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
