Breaking News/ દક્ષિણ આફ્રિકામાં અંધાધૂંધ ગોળીબાર, જોહાનિસબર્ગ નજીક 10 લોકોના મોત, 10 ઘાયલ

જોહાનિસબર્ગ નજીક બેકર્સડલ વિસ્તારમાં અંધાધૂંધ ફાયરિંગ (Shooting )ની ઘટના સામે આવી છે જેમાં દસ લોકો માર્યા ગયા ગયા છે.

Top Stories World Breaking News

Breaking News:દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ નજીક એક ટાઉનશીપમાં અંધાધૂંધ ગોળીબાર થયો હતો, જેમાં 10 લોકો માર્યા ગયા હતા અને 10 અન્ય ઘાયલ થયા હતા. પોલીસનું કહેવું છે કે હુમલાખોરોની ઓળખ અને હુમલાનો હેતુ હાલમાં સ્પષ્ટ નથી.રવિવારે જોહાનિસબર્ગ નજીક બેકર્સડલ વિસ્તારમાં બંદૂકધારીઓએ અચાનક ગોળીબાર (Shooting) કર્યો હતો.પોલીસના જણાવ્યા અનુસાર, જોહાનિસબર્ગની બહારના એક ટાઉનશીપમાં હુમલો થયો હતો.હુમલાખોરોએ રસ્તા પર ચાલતા લોકો પર પાછળથી ગોળીઓ ચલાવી હતી. આ મહિનામાં દક્ષિણ આફ્રિકામાં આ બીજો મોટો સામૂહિક ગોળીબાર છે.

સાઉથ આફ્રિકા ગોળીબાર (Shooting)

Shooting

ગૌટેંગ પ્રાંત પોલીસના પ્રવક્તા બ્રિગેડિયર બ્રેન્ડા મુરિડિલીએ જણાવ્યું હતું કે,”દસ લોકો માર્યા ગયા છે.અમારી પાસે હાલમાં પીડિતો વિશે કોઈ વિગતો નથી.” પોલીસે જણાવ્યું હતું કે હુમલાખોરો દ્વારા રસ્તા પર ચાલતી વખતે કેટલાક લોકોને ગોળી મારી દેવામાં આવી હતી. હુમલા પાછળનો હેતુ હજુ સ્પષ્ટ નથી.

 shooting

દેશની મુખ્ય સોનાની ખાણોની નજીક આવેલા ગરીબ વિસ્તાર, બેકર્સડલ વિસ્તારમાં એક બાર પાસે ગોળીબાર (Shooting) થયો હતો. પોલીસે એમ પણ જણાવ્યું હતું કે ગોળીબારના સ્થળે ગેરકાયદેસર દારૂ વેચાઈ રહ્યો હતો. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પોલીસે વિસ્તારને ઘેરી લીધો છે અને હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે.નોંધનીય છે કે 6 ડિસેમ્બરે દક્ષિણ આફ્રિકાની રાજધાની પ્રિટોરિયા નજીક બંદૂકધારીઓએ એક હોસ્ટેલ પર હુમલો કર્યો હતો. તે ઘટનામાં ત્રણ વર્ષના બાળક સહિત બાર લોકો માર્યા ગયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દક્ષિણ આફ્રિકામાં ભરૂચના 3 યુવાનોના મોત