Somnath News: સોમનાથ મંદિર (Somnath Temple) હસ્તકનું શોપિંગ સેન્ટર જમીનદોસ્ત થયું છે. જૂના સોમનાથ મંદિરની બાજુમાં ટ્રસ્ટ હસ્તકનું 120 દુકાનોનું શોપિંગ સેન્ટર (Shopping Centre) ધ્વસ્ત કરવામાં આવ્યું છે. છેલ્લા 15 દિવસથી ડિમોલિશન ( Demolition ) ની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આજે સંપૂર્ણ શોપિંગ સેન્ટર જમીનદોસ્ત કરવામાં આવ્યું છે. દુકાનોનો કાટમાળ પૂરજોશમાં હટાવવાની કામગીરી શરૂ થઈ છે. બે જેસીબી અને ચાર ટ્રેક્ટરની મદદથી કાટમાળ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં સોમનાથ દાદા કોરિડોરનું કામ ચાલી રહ્યું છે. તેના કારણે આ ડિઝાઇનની વચ્ચે આવતું ઘણું બધું તોડવામાં આવી રહ્યું છે.
આગામી સમયમાં સોમનાથ કોરિડોર (Corriodor) તૈયાર કરવામાં આવનારા છે. તેના કારણે સોમનાથ મંદિરની આસપાસમાં ઘણુ બધુ તોડવામાં આવી રહ્યુ છે. અહીં ગેરકાયદે વસાહતોને દૂર કરવામાં આવી છે. તેના પછી ગેરકાયદે બનાવવામાં આવેલી દરગાહો અને મસ્જિદો પણ હટાવવામાં આવી હતી. આ સિવાયના બીજા ગેરકાયદે દબાણો દૂર કરીને સોમનાથ દાદાના કોરિડોરનો માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો.
છેલ્લે હવે વારો સોમનાધ મંદિર હસ્તકના શોપિંગ સેન્ટરનો આવ્યો છે. આ શોપિગ સેન્ટરને પણ હવે તોડી પાડવામાં આવ્યુ છે. આ જમીન બધો કાટમાળ હટાવીને સમથળ કરવામાં આવશે. હજી પણ આ કામ ચાલી રહ્યું છે. હજી પણ આગામી દિવસોમાં આ પ્રકારના વધુ કોમ્પ્લેક્સ તોડવામાં આવી શકે છે.
