Ahmedabad Animal Cruelty CCTV : માનવતા મરી પરવારી હોવાની ઘટના અવારનવાર સામે આવતી જ હોય છે. નિર્દયતાનો વધુ એક કિસ્સો અમદાવાદના રાણીપ વિસ્તારમાંથી સામે આવ્યો છે રહેણાંક ફ્લેટના પાર્કિંગમાં આરામ કરી રહેલા એક માસૂમ ગલુડિયા પર વાહનચાલકે કાર ચલાવીને તેને મોતને ઘાટ ઉતારી દીધું છે, જેના કારણે પશુપ્રેમીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
ઘટના વિગત
ફ્લેટના પાર્કિંગમાં સુતેલા ગલુડિયા પર કાર ત્યાં રહેતા 58 વર્ષીય જયપ્રકાશ સરોજ દ્વારા ચલાવવામાં આવી હતી. અકસ્માત દરમિયાન ગલુડિયાને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ટૂંકા સમયમાં જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું આ હૃદયદ્રાવક ઘટના ફ્લેટમાં લગાયેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ
CCTV ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે વાહનચાલકે ગલુડિયા પર ગાડી ચઢાવ્યા બાદ જરા પણ દયા બતાવ્યા વગર ત્યાંથી પસાર થઈ ગયા હતા. તેને ગલુડિયા બચાવવાનો કોઇ પ્રયાસ કર્યો નહોતો . આ ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે, જેના કારણે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.
પોલીસ કાર્યવાહી
સ્થાનિકોએ આ મામલે પોલીસનો સંપર્ક કર્યો. રાણીપ પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી અને આરોપી જયપ્રકાશ સરોજ વિરુદ્ધ પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ અને સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. હાલમાં પોલીસ દ્વારા તપાસ ચાલુ છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
પશુપ્રેમીઓમાં રોષ
આ ઘટના પછી સ્થાનિક લોકો અને પશુપ્રેમીઓમાં રોષ જોવા મળ્યો છે. ઘણા લોકોએ સૂચના આપી છે કે આવું કૃત્ય ન થાય તે માટે પ્રતિબંધક પગલાં લેવાય અને દંડની કાર્યવાહી કડક હોવી જોઈએ.
છે.
આ પણ વાંચો: અમદાવાદમાં હચમચાવતો અકસ્માત: CG રોડ પર યુવકને બાઈકએ ઉડાવ્યો
આ પણ વાંચો: અમદાવાદમાં ગાંધીઆશ્રમમાં ખાનગી કાર્યક્રમ યોજાતા વિવાદ સર્જાયો
આ પણ વાંચો: અમદાવાદના ગુજરાતી સિંગરનો હમવતન ગાયક પર હુમલો
