Somnath Swabhiman Parv 2026 : ગુજરાતમાં 8 થી 11 જાન્યુઆરી સુધી સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. CM ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ x પર માહિતી આપી છે. PM નરેન્દ્ર મોદી પણ સોમનાથના પ્રવાસે આવી રહ્યા છે, જેમાં તેઓ 10 અને 11 જાન્યુઆરીએ જાહેર કાર્યક્રમોમાં હાજરી આપશે.
સોમનાથ મંદિરની ગાથા: વિનાશ નહીં, સ્વાભિમાનની કથા
PM મોદીએ પોતાના સોશિયલ મીડિયા x પોસ્ટમાં જણાવ્યું કે સોમનાથ મંદિરની ગાથા કોઈ વિનાશની નથી, પરંતુ ભારતના સંતો અને નાગરિકોના સ્વાભિમાનની પ્રતિબિંબ છે. સોમનાથની આ ગાથા છેલ્લા એક હજાર વર્ષથી ચાલુ છે અને ભારતના રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક બની રહી છે. આ પર્વને સ્વાભિમાન, શ્રદ્ધા અને રાષ્ટ્રીય ગૌરવ સાથે જોડવામાં આવ્યું છે.

PM મોદીની આગમન તૈયારી
10 અને 11 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન મોદીની સોમનાથ મુલાકાત માટે સ્થાનિક તંત્ર અને નેતાઓ દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, જીતુ વાઘાણી, અર્જુન મોઢવાડિયા અને અન્ય વહીવટી અધિકારીઓ સ્થળની મુલાકાત લઈ તમામ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીના આગમનની સાથે સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીમાં હજારો લોકોની ઉપસ્થિતિ રહેવાની અપેક્ષા છે.
રાષ્ટ્રીય ગૌરવ અને ભક્તિનો અવસર
આ પર્વ માત્ર ધાર્મિક ઉત્સવ નહીં, પરંતુ દેશભરના લોકો માટે રાષ્ટ્રીય ગૌરવની લાગણી ઉજાગર કરવાનો અવસર છે. સોમનાથ સ્વાભિમાન પર્વ દરમિયાન વિવિધ ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. લોકો સાથે સાથે યાત્રીઓ અને ભક્તો પણ ભવ્ય પર્વમાં જોડાશે.
सोमनाथ मंदिर की गाथा विध्वंस की कहानी नहीं है। ये पिछले 1000 साल से चली आ रही भारत माता के करोड़ों संतानों के स्वाभिमान की गाथा है। यह असत्य के सामने कभी न झुकने वाले भारत के स्वमान की अमर गाथा है।
माननीय प्रधानमंत्री श्री @narendramodi जी के प्रेरणा से इस 8 जनवरी से 11 जनवरी… pic.twitter.com/NVXpTbD7q8
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 5, 2026
PM મોદીએ સોમનાથના ઇતિહાસ અને સ્વાભિમાન પર પ્રકાશ પાડી, લોકોને આ પર્વની મહત્તા સમજાવી છે. CM ભૂપેન્દ્ર પટેલે પણ લોકોને આ પર્વમાં સહભાગી થવા અને સોમનાથને રાષ્ટ્રીય ગૌરવના શિખર પર સ્થાપિત કરવાનો સંદેશ આપ્યો છે. સોમનાથ સ્વાભિમાન પર્વ 8 થી 11 જાન્યુઆરી સુધી સમગ્ર રાજ્યમાં ઉજવાશે, જેમાં PM મોદીની આગમન સાથે ભવ્ય ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમો યોજાશે.
