Lifestyle: ફેશન વિશ્વ (Fashion World)માં બેલ્ટ એ માત્ર કપડા સરકી ન જાય એના માટેનું સાધન નથી પરંતુ, એક સ્ટાઇલ સ્ટેટમેન્ટ છે! આજે અહિં આ લેખમાં જે તથ્ય જણાવવા જઇ રહ્યાં છીએ એના પરથી તમે સમજી શકશો કે, લેડીઝ બેલ્ટ એ જેન્ટ્સ બેલ્ટ (Ladies Belt & Gents Belt)થી આટલા પાતળા કેમ હોય છે?

પુરુષો અને મહિલાઓના આઉટફિટ (Outfit)માં ઘણું જ અંતર હોય છે. ભલે સ્ત્રીઓ પણ પેન્ટ (Pent) પહેરતી હોય પણ એવી અનેક નાની-નાની વસ્તુઓ છે જેને લોકો જોતા તો હોય જ છે પરંતુ, સમજી શકતા નથી! એવી જ એક બાબત છે પુરુષ અને મહિલાઓના કમરબંધ…અર્થાત્ બેલ્ટ! હકીકતમાં, પુરુષ અને મહિલા (Man and Woman) બંને જીન્સ, પેન્ટ કે ટ્રાઉઝર્સ પર કમરબંધ (Belt) બાંધે છે.

કમરબંધનો ઈતિહાસ
બેલ્ટ વિશે અનેક સંશોધનો થયા છે જેમાં એક રિસર્ચ મુજબ, મનુષ્ય કાંસ્ય યુગ (Bronze Age)થી જ બેલ્ટ પહેરતા આવ્યા છે જે 3300 થી 1200 વર્ષ ઇ.સ. પૂર્વનો ગણાય છે. ઈતિહાસકારોએ યુરોપ અને એશિયા (Europe & Asia)ના અનેક ભાગો સહિત વિશ્વની અનેક સભ્યતાઓના લોકો બેલ્ટ પહેરતા હોવાના નિશાન મળ્યા છે જે આ વાતનો સબૂત છે.
બેલ્ટ અનેક અલગ ડિઝાઇન ઉપરાંત, મટીરિયલમાંથી બનાવવામાં આવે છે પણ તમે ક્યારેય સાંભળ્યું છે કે મહિલાઓના કમરબંધ (Ladies Belt) પુરુષો કરતા આટલા પાતળા અને નાજુક શા માટે હોય છે?
વાસ્તવમાં આ માત્ર ફેશન નથી પણ ઈતિહાસ તથા બોડી સાયન્સ (History & Body Science)ની એક ગહન રમત છે. ચાલો હવે એ ઘટસ્ફોટ કરીશું કે, મહિલાઓના બેલ્ટ (Ladies Belt) પુરુષો કરતા પાતળા કેમ હોય છે?

લેડીઝ બેલ્ટ (Ladies Belt) આટલા પાતળા હોવાનું કારણ
રિસર્ચ અનુસાર, મહિલાઓના ડ્રેસ અને સ્કર્ટ્સમાં કમરને પાતળી (Slim Waist Fashion Trick) દર્શાવવાની એક ફેશન ટ્રિક છે 0.75 ઇંચથી ઓછી પહોળાઇ વાળો પાતળો બેલ્ટ કમર પર યોગ્ય રીતે ફિટ થાય છે અને એક શૅપ બનાવે છે જ્યારે જાડા કમરબંધથી કમર ઢંકાઇ જાય છે જે ફેશનના દ્રષ્ટિકોણથી મોટી ફેશન મિસ્ટેક ગણાય છે.
નજરનો ભ્રમ પેદા કરે છે
સરળ શબ્દોમાં આને સમજીએ તો, યુવતીઓના પાતળા કમરબંધ (Ladies Belt)નો અસલી જાદુ છે ‘Optical Illusion’! આ કમરના સૌથી પાતળા હિસ્સા પર બાંધવામાં આવે છે જેથી શરીરનો ‘Hourglass Shape’ નિખરીને ઝલકે છે! હવે જો બેલ્ટ પહોળો (Wide Belt) હોય તો કમરને નાની અને પાતળી દર્શાવવાને બદલે એને ઢાંકી દેશે અને કમર હૅવી દેખાશે!
પુરુષોનો કમરબંધ સીધો હોય છે અને એ આશરે 1.25 થી 1.5 ઇંચ જેટલા પહોળા હોય છે. જ્યારે મહિલાઓના પાતળા કમરબંધ (Thin Belt) ફેશન સ્ટેટમેન્ટ છે જે 1920ના દાયકાથી રેનેસાં યુગ (Renaissance) સુધીની મહિલાઓની જેમ કમરને હાઇલાઇટ કરે છે.

ફેશન હિસ્ટ્રી મુજબ આ છે એક આભૂષણ
ઈતિહાસ જણાવે છે કે મહિલાઓના કમરબંધ ક્યારેય ફંકશન પૂરતા સીમિત નહોતા પણ એમને હંમેશાં એક આભૂષણ (Ornament) જ માનવામાં આવેલા છે.
14 મી શતાબ્દીથી 17 મી સદી સુધી લાંબા ઓવરડ્રેસને કમર પર કસીને બાંધવાથી લઇને ઈ.સ. 1950 ના ક્રિશ્ચિયન દોર દરમિયાન, ન્યૂ લુક સુધી પાતળા કમરબંધ સદા ટ્રેન્ડિંગ રહ્યાં છે.
પુરુષો હથિયાર લટકાવવા બેલ્ટ વાપરતા
પુરાતન કાળના પુરુષો હથિયાર (Weapon) લટકાવવા માટે પહોળા બેલ્ટ બાંધતા હતા જ્યારે મહિલાઓ આભૂષણની પેઠે એને બાંધતી હતી. આથી મહિલાઓના કમરબંધની ડિઝાઇનોમાં વૈવિધ્ય જોવા મળે છે. 1980ના દશકા બાદ તો પાતળા ચમકદાર કમરબંધ મહિલાઓ માટે એક સ્ટાઇલ સ્ટેટમેન્ટ (Style Statement) બની ચૂક્યા છે.

પુરુષ અને મહિલાઓની વેસ્ટલાઇન મહત્વપૂર્ણ
મહિલાઓની વેસ્ટલાઇન ઉપર (Upper Waistline) હોવાથી પાતળા કમરબંધ એમની ફિગર સાથે સમન્વય સાધે છે જ્યારે પુરુષોમાં લોઅર વેસ્ટલાઇન (Lower Waistline) હોવાથી એમના માટે લાંબો મજબૂત કમરબંધ જરુરી છે. આનું કારણ એ છે કે, મહિલાઓ કરતા પુરુષોની બેલી ફેટ વધારે હોય છે આથી પહોળા કમરબંધ એમને લોઅર વેસ્ટને સપોર્ટ કરે છે અને એડજસ્ટ પણ કરે છે.
ઠીંગણી યુવતીઓની હાઇટ વધારે દેખાય છે
એક અન્ય સંશોધન મુજબ, પાતળી કદ અને ઠીંગણી યુવતીઓ (Short Girls) માટે પહોળા બેલ્ટ હૅવી લાગે છે જે શરીરને ઇમ્બેલેન્સ દર્શાવે છે. પાતળો બેલ્ટ નેચરલ લાગે છે અને એમને લાંબી દર્શાવે છે જ્યારે કર્વી બૉડી પર પણ માઇનર ફરક દર્શાવે છે જે અત્યંત સુંદર લાગે છે. જ્યારે પુરુષોની બેલ્ટ મજબૂતી માટે પહોળા હોય છે કારણ કે, એમનો આ કમરબંધ પૉકેટમાં રાખેલી વસ્તુઓનું વજન અને એમની ફાંદનું વજન પણ વેંઢારે છે!
આ પણ વાંચો: લહેંગા કે શેરવાની સ્કિન ટોન પ્રમાણે પસંદ કરો આ રીતે
આ પણ વાંચો: સાધારણ કપડામાં પણ પહેરો એવી જ્વેલરી, રહેશે બધાની નજર તમારા પર
આ પણ વાંચો: ભારતીય મહિલાઓ પર આ 6 રંગની સાડી વધુ શોભે છે….તમારા વોર્ડરોબમાં છે?
