Mumbai News : ભારતીય શેરબજાર (Stock Market) માં આજે (બુધવાર, 21 જાન્યુઆરી) સતત ત્રીજા દિવસે ઘટાડો જોવા મળ્યો.સેન્સેક્સ 270 પોઈન્ટ ઘટીને 81,909 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 75 પોઈન્ટ ઘટીને 25,157 ના સ્તરે બંધ રહ્યો.
દિવસ દરમિયાન ભારે ઉથલપાથલ બાદ શેરબજાર (Stock Market)માં રિકવરી જોવા મળી હતી. સેન્સેક્સે 81,124 ના લો પરથી 1,000 પોઈન્ટથી વધુની ઉછાળો લીધો, જ્યારે નિફ્ટી 24,919 ના ડે-લોથી 300 પોઈન્ટથી વધુ રિકવર થયો. તેમ છતાં બેંકિંગ અને હેવીવેઇટ શેરોમાં વેચવાલી બજાર પર હાવી રહી.
રોકાણકારોને મોટો ફટકો
માત્ર ત્રણ દિવસમાં જ રોકાણકારોના 15 લાખ કરોડ રૂપિયા કરતાં વધુનું મૂડીક્ષય થયું છે.
સોમવારે BSE માર્કેટ કેપ: ₹465.68 લાખ કરોડ
બુધવાર સુધીમાં ઘટીને: અંદાજે ₹453 લાખ કરોડ
ગ્લોબલ માર્કેટમાં મિશ્ર સંકેતો
એશિયા:
કોસ્પી +0.49%
નિક્કેઈ -0.41%
હેંગસેંગ +0.37%
શાંઘાઈ +0.08%
અમેરિકા (20 જાન્યુ.):
ડાઉ જોન્સ -1.76%
નાસ્ડેક -2.39%
S&P 500 -2.06%
Stock Market માં ઘટાડાનાં 4 મોટા કારણો
ટ્રમ્પ–ગ્રીનલેન્ડ વિવાદ
ટ્રમ્પની ગ્રીનલેન્ડ પર કબજાની જીદ બાદ અમેરિકા–યુરોપ વચ્ચે તણાવ વધ્યો છે. યુરોપીય દેશો પર ટેરિફ લગાવવાની જાહેરાતથી ટ્રેડ વોરનો ખતરો ઊભો થયો છે.
અમેરિકી સુપ્રીમ કોર્ટના સંકેતો
ટ્રમ્પની નવી ટેરિફ નીતિઓને કાનૂની માન્યતા મળી શકે એવા સંકેતોથી IT અને ફાર્મા શેરોમાં ભારે વેચવાલી થઈ.
રૂપિયાની રેકોર્ડ નબળાઈ અને FII વેચવાલી
રૂપિયો ડોલર સામે 91.10 ના ઓલ-ટાઈમ લો પર પહોંચ્યો.
જાન્યુઆરીમાં FIIs અત્યાર સુધીમાં ₹29,000 કરોડથી વધુની વેચવાલી કરી ચૂક્યા છે.
નબળાં Q3 પરિણામો
રિલાયન્સ અને કેટલીક ખાનગી બેંકોનાં પરિણામો અપેક્ષા કરતાં નબળાં રહ્યા, જેના કારણે સેન્સેક્સ પર દબાણ આવ્યું.
FII–DII ડેટા (20 જાન્યુ.)
FIIs વેચવાલી: ₹2,191 કરોડ
DIIs ખરીદી: ₹2,755 કરોડ
ડિસેમ્બર 2025માં
FIIs વેચવાલી: ₹34,350 કરોડ
DIIs ખરીદી: ₹79,620 કરોડ
IPO અપડેટ
શેડોફેક્સ ટેક્નોલોજીસ IPOનો આજે બીજો દિવસ
પ્રાઇસ બેન્ડ: ₹118–₹124
લોટ સાઇઝ: 120 શેર
મિનિમમ રોકાણ: ₹14,880
ઇસ્યુ સાઇઝ: ₹1,907 કરોડ
નિષ્ણાતોનું માનવું છે કે ટ્રમ્પની વિવાદાસ્પદ વિદેશ નીતિ અને મોટા કોર્પોરેટ પરિણામોમાં નબળાઈના કારણે ટૂંકાગાળે શેરબજાર (Stock Market) માં અસ્થિરતા ચાલુ રહી શકે છે.
