Entertainment News/ શું ‘પુષ્પા 3’ માં સલમાન ખાન બનશે વિલન? અલ્લુ અર્જુન vs સલમાન ખાનની ટક્કર જોવા માટે થઈ જાઓ તૈયાર!

શું ‘પુષ્પા 3’ (pushpa) માં સલમાન ખાનની એન્ટ્રી થશે? અહેવાલો મુજબ, મેકર્સ સલમાન ખાનને ‘સુલતાન’ નામના એક પાવરફુલ રોલ માટે એપ્રોચ કરી રહ્યા છે.

Trending Entertainment
Pushpa 3

Pushpa 3 Update:અલ્લુ અર્જુન (Allu Arjun) ની ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ (Pushpa 2) એ બોક્સ ઓફિસ પર જે સુનામી સર્જી હતી, તેના પછી હવે સૌની નજર તેના ત્રીજા ભાગ ‘પુષ્પા 3: ધ રેમ્પેજ’ (Pushpa 3: The Rampage) પર ટકેલી છે.

ડિસેમ્બર 2024 માં રિલીઝ થયેલી ‘પુષ્પા 2’ એ વિશ્વભરમાં રેકોર્ડબ્રેક કમાણી કરીને સાબિત કરી દીધું કે પુષ્પા (Pushpa) નું ઝૂકવું શક્ય નથી. પરંતુ હવે જે સમાચાર સામે આવી રહ્યા છે તે સાંભળીને તમારા રૂંવાડા ઉભા થઈ જશે.

અહેવાલો મુજબ, ‘પુષ્પા 3’ (Pushpa) માં અલ્લુ અર્જુનને ટક્કર આપવા માટે બોલિવૂડના દબંગ સલમાન ખાન (Salman Khan) ની એન્ટ્રી થઈ શકે છે!

pushpa

શું હશે સલમાન ખાનનો રોલ?

સૂત્રોના જણાવ્યા મુજબ, મેકર્સ આ ફ્રેન્ચાઈઝીને હવે ગ્લોબલ લેવલ પર લઈ જવા માંગે છે.

પાત્રનું નામ: ચર્ચા છે કે સલમાન ખાનના પાત્રનું નામ ‘સુલતાન’ હોઈ શકે છે. (યાદ છે ને 10 વર્ષ પહેલા આવેલી સલમાનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘સુલતાન’?).

કેવું હશે પાત્ર: અહેવાલો મુજબ, સલમાન ખાન એક કરોડપતિ બિઝનેસ ટાયકૂન અને માસ્ટરમાઈન્ડ તરીકે જોવા મળી શકે છે. આ પાત્ર ગ્રે-શેડ (થોડું નેગેટિવ) હોઈ શકે છે, જે પુષ્પા રાજના લાલ ચંદનના સામ્રાજ્ય સામે મોટો પડકાર ઉભો કરશે.

સિનેમેટિક યુનિવર્સનું પ્લાનિંગ

‘મૈત્રી મૂવી મેકર્સ’ (Mythri Movie Makers) માત્ર એક ફિલ્મ નહીં પણ એક આખું ‘યુનિવર્સ’ બનાવવાનું વિચારી રહ્યા છે.

જો સલમાન ખાનનું પાત્ર ‘પુષ્પા 3’ (Pushpa) માં ક્લિક થઈ ગયું, તો ભવિષ્યમાં આ પાત્ર પર આધારિત એક સ્વતંત્ર (Standalone) ફિલ્મ પણ બની શકે છે. એટલે કે પુષ્પાની દુનિયામાં સલમાન ખાનની એક અલગ ફિલ્મ!

ફહદ ફાસિલ અને વિજય દેવરાકોંડાનું શું થશે?

‘પુષ્પા 2’ (Pushpa) ના ક્લાઈમેક્સ બાદ ભંવર સિંહ શેખાવત (ફહદ ફાસિલ) ના પાત્રના ભવિષ્ય પર પ્રશ્નાર્થ મુકાયો હતો. વચ્ચે એવી પણ અટકળો હતી કે વિજય દેવરાકોંડા નવા વિલન તરીકે આવશે. પરંતુ જો સલમાન ખાનની એન્ટ્રી થશે, તો તે ચોક્કસપણે લાઈમલાઈટ ચોરી લેશે. સલમાન ખાન અને અલ્લુ અર્જુન આમને-સામને હોય, તે દ્રશ્ય ભારતીય સિનેમાનો સૌથી મોટો ઈવેન્ટ બની રહેશે.

pushpa

Pushpa 3  ક્યારે રિલીઝ થશે?

ઉત્સાહની વચ્ચે એક થોડા નિરાશાજનક સમાચાર પણ છે.

પ્રી-પ્રોડક્શન: હૈદરાબાદમાં ‘પુષ્પા 3’ (Pushpa) માટે એક ખાસ ઓફિસ ભાડે લેવામાં આવી છે અને સ્ક્રિપ્ટ પર કામ શરૂ થઈ ગયું છે.

રિલીઝ ડેટ: જોકે, ડિરેક્ટર સુકુમાર હાલ રામ ચરણ સાથેની ફિલ્મમાં અને અલ્લુ અર્જુન અન્ય પ્રોજેક્ટ્સ (જેમ કે એટલી અને ત્રિવિક્રમ શ્રીનિવાસની ફિલ્મો) માં વ્યસ્ત હોવાથી, ‘પુષ્પા 3’ (Pushpa) નું શૂટિંગ મોડું શરૂ થશે. અહેવાલો મુજબ આ ફિલ્મ હવે 2028 માં રિલીઝ થઈ શકે છે.

જો સલમાન ખાન ખરેખર ‘પુષ્પા 3’ (Pushpa) માં જોડાય છે, તો આ નોર્થ અને સાઉથ સિનેમાનું સૌથી મોટું કોલેબરેશન (Collaboration) હશે. સલમાન ખાન સામાન્ય રીતે નેગેટિવ રોલ નથી કરતા, તેથી મેકર્સે તેમને કેવી રીતે મનાવ્યા હશે તે જોવું રસપ્રદ રહેશે. હાલ તો આપણે સત્તાવાર જાહેરાતની રાહ જોવી રહી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: નવી છોકરીઓને સુગર ડેડીની જરૂર છે…” ગોવિંદાના અફેરની ચર્ચા પર ભડકી પત્ની સુનિતા, કહ્યું- 63 વર્ષે તમને આ શોભતું નથી!

આ પણ વાંચો: મને ફસાવવા માટે ગેમ રમાઈ રહી છે…” પત્ની સુનિતા સાથેના વિવાદ પર આખરે ગોવિંદાએ કર્યા ચોંકાવનારા ખુલાસા

આ પણ વાંચો: મારા પતિને આમાં ન ઘસડો…” બ્રેક લેવાની જાહેરાત બાદ નેહા કક્કરનો યુ-ટર્ન! છૂટાછેડાની અફવા પર તોડ્યું મૌન