Gujarat News: ગાંધીધામ, કચ્છ: ભારત સરકારના ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા માટે કંડલા સ્થિત દીનદયાલ પોર્ટ ઓથોરિટી (DPA) એ કમર કસી છે. “Powering India’s Maritime Amrit Kaal” ના વિઝન સાથે પોર્ટ હવે પર્યાવરણને અનુકૂળ અને આધુનિક ટેકનોલોજીથી સજ્જ થઈ રહ્યું છે.
પર્યાવરણ અને વિકાસનો સમન્વય: ‘Go Green @Kandla’
દીનદયાલ પોર્ટ દ્વારા દેશના દરિયાઈ વિકાસમાં હરિયાળી ક્રાંતિ લાવવા માટે અનેક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવ્યા છે:
ભારતનું પ્રથમ ગ્રીન ટગ: દેશનું સૌપ્રથમ ઓલ-ઈલેક્ટ્રિક ગ્રીન ટગ હવે કંડલાના દરિયામાં કાર્યરત થશે, જે કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
ગ્રીન મિથેનોલ ફેસિલિટી
કંડલા ખાતે ભારતની પ્રથમ 5-TPD ક્ષમતાવાળી ગ્રીન મિથેનોલ સુવિધા સ્થાપિત કરવામાં આવી છે.
ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ
આત્મનિર્ભર ભારતના ભાગરૂપે અહીં 1 MW નો ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ કાર્યરત છે અને આગામી સમયમાં 5 મેગાવોટની નવી ફેસિલિટી પણ શરૂ થવા જઈ રહી છે.
આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજી
પોર્ટની કાર્યક્ષમતા વધારવા માટે ભવિષ્યલક્ષી આયોજનો કરવામાં આવ્યા છે
મેગા પોર્ટ ટર્મિનલ
કંડલા ખાતે 6 કિલોમીટર લાંબુ વિશાળ મેગા પોર્ટ ટર્મિનલ આગામી સમયમાં તૈયાર થશે.
હાઇપરલૂપ ટ્રાન્સપોર્ટેશન
પરિવહન ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે મેગ્નેટિક લેવિટેશન આધારિત ‘હાઇપરલૂપ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ’નો પાયલોટ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો છે.
શિપબિલ્ડિંગ ફેસિલિટી
જહાજોના નિર્માણ માટે નવી અદ્યતન ફેસિલિટી અને ઈલેક્ટ્રિક પેલોડર્સ દ્વારા ઓપરેશનને વધુ ઝડપી બનાવવામાં આવશે.
ખાનગી ભાગીદારી અને રોજગાર
આ તમામ પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ પાર્ટનરશિપ (PPP) મોડેલ હેઠળ વિકસાવવામાં આવી રહ્યા છે, જેનાથી સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો ઉભી થશે અને ‘વિકસિત કંડલા’ દ્વારા ‘વિકસિત ભારત’નું સપનું સાકાર થશે.
