Delhi News: સંસદ પરિસરમાં આજે રાજકીય માહોલ તે સમયે ગરમાયો જ્યારે લોકસભા (Parliament)માં વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) અને કેન્દ્રીય રાજ્ય મંત્રી રવનીત સિંહ બિટ્ટૂ વચ્ચે ખુલ્લેઆમ શાબ્દિક યુદ્ધ ફાટી નીકળ્યું. બંને નેતાઓએ એકબીજા સામે કટાક્ષ અને આકરા પ્રહારો કર્યા, જેના કારણે સંસદ પરિસરમાં રાજકીય તણાવનું વાતાવરણ સર્જાયું.

મારા દેશદ્રોહી મિત્ર- રાહુલ ગાંધી (Rahul Gandhi)નો કટાક્ષ
રાહુલ ગાંધી (Rahul Gandhi)એ બિટ્ટૂ તરફ ઈશારો કરતા કહ્યું, “જુઓ, એક દેશદ્રોહી અહીંથી પસાર થઈ રહ્યો છે. તેનો ચહેરો જુઓ.” આ નિવેદન બાદ આસપાસ હાજર સાંસદો અને મીડિયા કર્મચારીઓમાં ખળભળાટ મચી ગયો. રાહુલ ગાંધી (Rahul Gandhi)ના આ શબ્દોને લઈને રાજકીય વર્તુળોમાં તરત જ ચર્ચા શરૂ થઈ ગઈ.
જ્યારે કેન્દ્રીય રાજ્ય મંત્રી રવનીત સિંહ બિટ્ટૂ મકરદ્વાર ખાતે વિરોધ કરી રહેલા કોંગ્રેસના સાંસદોની પાછળથી પસાર થયા ત્યારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ કહ્યું, “જુઓ, એક દેશદ્રોહી અહીંથી પસાર થઈ રહ્યો છે. તેનો ચહેરો જુઓ. “
“ચિંતા ન કરો, તમે પાછા આવશો”
વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ તેમની સાથે હાથ મિલાવવાની રજૂઆત કરી અને કહ્યું, “નમસ્તે ભાઈ, મારા દેશદ્રોહી મિત્ર. ચિંતા ન કરો, તમે પાછા આવશો. આ પછી, કેન્દ્રીય રાજ્ય મંત્રી રવનીત સિંહ બિટ્ટૂએ “દેશના દુશ્મનો” કહીને તેમની સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો હતો અને બંને નેતાઓ એકબીજા સાથે વાત કરતા જોવા મળ્યા હતા.
સંસદ પરિસરમાં વધતો તણાવ
આ ઘટના એ સમયગાળા દરમિયાન બની જ્યારે સંસદમાં પહેલેથી જ અનેક મુદ્દાઓ પર સરકાર અને વિપક્ષ વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. મહત્વના કાયદાકીય મુદ્દાઓ, વેપાર કરાર, અર્થતંત્ર અને ખેડૂતોના પ્રશ્નો પર ચર્ચા ચાલી રહી છે. આવા સમયે નેતાઓ વચ્ચે જાહેરમાં થયેલી આ શાબ્દિક અથડામણએ સંસદના વાતાવરણને વધુ ગરમ કરી દીધું છે.
આ પણ વાંચો:નરવણેના અપ્રકાશિત પુસ્તકનો ઉલ્લેખ પડ્યો ભારે, સંસદમાં રાહુલ ગાંધી પર સરકારનો પ્રહાર
આ પણ વાંચો:રાહુલ ગાંધીને બ્રિટિશ નાગરિકતા મામલે મોટી રાહત: લખનઉ કોર્ટમાં અરજી ફગાવી
આ પણ વાંચો:‘ફરક સમજો સાહેબ’ — ટ્રમ્પની ટિપ્પણી બાદ રાહુલ ગાંધીનો પીએમ મોદી પર કટાક્ષ

