Breaking News/ અમદાવાદની શિવાલિક હાઈસ્ટ્રીટ બિલ્ડિંગમાં ભીષણ આગ, ફાયરની 10 ગાડીઓ ઘટનાસ્થળે

અમદાવાદ (Ahmedabad) ના સેટેલાઇટમાં ITC નર્મદા પાસે આવેલી શિવાલિક હાઈસ્ટ્રીટ બિલ્ડિંગના ચોથા માળે આગ લાગી. ફાયર બ્રિગેડે 25 લોકોને રેસ્ક્યુ કર્યા અને 10 ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો.

Gujarat Top Stories Ahmedabad Breaking News
Ahmedabadના સેટેલાઇટમાં આગની મોટી ઘટના! 25 લોકોના જીવ બચાવાયા

Ahmedabad Shivalik Highstreet Fire: અમદાવાદ શહેરના સેટેલાઇટ જેવા પોશ વિસ્તારમાં આવેલી એક જાણીતી બિલ્ડિંગમાં આજે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ITC નર્મદા હોટલ પાસે સ્થિત શિવાલિક હાઈસ્ટ્રીટ બિલ્ડિંગના ચોથા માળે અચાનક આગ ફાટી નીકળી હતી. આગની તીવ્રતા જોઈને બિલ્ડિંગમાં રહેતા લોકોમાં જીવ બચાવવા માટે દોડધામ મચી ગઈ હતી.

ચોથા માળે આગ લાગતા ફફડાટ

મળતી માહિતી મુજબ, શિવાલિક હાઈસ્ટ્રીટના ચોથા માળે આવેલા એક મકાનમાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગના ધુમાડાના ગોટેગોટા આખી બિલ્ડિંગમાં ફેલાઈ ગયા હતા. રહેણાંક વિસ્તાર હોવાથી લોકો ગભરાઈને બહાર દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ અમદાવાદ ફાયર બ્રિગેડનો મોટો કાફલો ઘટનાસ્થળે રવાના થયો હતો.

25 લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ

આગ લાગતા જ બિલ્ડિંગમાં કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક કામગીરી હાથ ધરીને બિલ્ડિંગમાં ફસાયેલા અંદાજે 25 જેટલા લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી નીચે ઉતાર્યા હતા. ફાયર ફાઈટરોની સમયસૂચકતાને કારણે મોટી જાનહાનિ ટળી હતી.

Ahmedabad ફાયર બ્રિગેડની 10 ગાડીઓ તૈનાત

આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડની 10 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરના જવાનોએ ચારેબાજુથી પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવી હતી. હાલમાં આગ પર કાબુ મેળવવાની અને કુલિંગની પ્રક્રિયા ચાલી રહી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ હોવાની પ્રાથમિક આશંકા સેવાઈ રહી છે.


આ પણ વાંચો: ઇસ્કોન મંદિર પાસે વ્હીલચેર વેરહાઉસમાં આગ, ફાયર વિભાગની 9 ગાડીઓ પહોંચી

આ પણ વાંચો:અમદાવાદના સિંગરવા વિસ્તારમાં સાગર કેમિકલ્સ કંપનીમાં લાગી વિકરાળ આગ

આ પણ વાંચો:અમદાવાદના નારોલમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટથી લાગી ભીષણ આગ, બેના મોત, એક ગંભીર રીતે દાઝ્યુ