T 20 World Cup 2026: ક્રિકેટની દુનિયામાં ઉત્તેજનાનો માહોલ જામી ગયો છે!ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ભારતીય ટીમની આગામી મેચ આવતીકાલે (18 ફેબ્રુઆરી) અમદાવાદના વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નેધરલેન્ડ સામે રમાશે. આ મેચમાં ભારતીય ટીમની જીતની અપેક્ષા સાથે કરોડો ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આજે ટીમે અહીં પ્રેક્ટિસ સેશન કરશે, જેમાં સ્ટાર પ્લેયર્સ તેમની તૈયારીઓને અંતિમ આકાર આપશે.
IND vs NED આવશે આમને સામને
18 ફેબ્રુઆરી 2026 (બુધવાર), સાંજે 7:00 વાગ્યે (ટોસ 6:30 વાગ્યે).નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T20, ગ્રુપ Aની 36મી મેચ રમાશે.આ મેચ (IND vs NED)માં ભારતીય ટીમ પહેલેથી જ સુપર 8માં પ્રવેશી ચૂકી છે, પરંતુ ગ્રુપ સ્ટેજમાં પૂર્ણતા માટે આ જીત મહત્વપૂર્ણ છે. નેધરલેન્ડ, જેને ‘અંડરડોગ’ માનવામાં આવે છે, પરંતુ તેમણે પાછલા વર્લ્ડ કપમાં ભારતને ચોંકાવી દીધું હતું.

આજે સાંજે 6 વાગ્યે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતીય ટીમે પ્રેક્ટિસ સેશન શરૂ કરશે.IND vs NED મેચ માટે કેપ્ટન સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ટીમે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
ટીમની સંભવિત પ્લેઇંગ XI |
ટીમની સંભવિત પ્લેઇંગ XI |
| સૂર્યકુમાર યાદવ (કેપ્ટન) | ઈશાન કિશન (વિકેટકીપર) |
| સંજુ સેમસન (વિકેટકીપર) | રિંકુ સિંહ |
| અક્ષર પટેલ | મોહમ્મદ સિરાજ |
| કુલદીપ યાદવ | વોશિંગ્ટન સુંદર |
| હાર્દિક પંડ્યા | અર્શદીપ સિંહ |
| જસપ્રીત બુમરાહ | તિલક વર્મા (અન્ય ઓપ્શન્સ: અભિષેક શર્મા, વરુણ ચક્રવર્તી) |
ટીમમાં ઈશાન કિશન અને અભિષેક શર્માની ફોર્મ પર નજર રહેશે.
આ પણ વાંચો:T20 વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વેનું કારનામું, ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઈતિહાસ
આ પણ વાંચો:ACC મહિલા એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026 ભારતે પાક.ને હરાવ્યું
