india news/ ચીન-પાક. જોતા રહી ગયા! ભારત બન્યું ‘Pax Silica’નું સભ્ય, AI દુનિયાના સૌથી મોટા ગઠબંધનમાં એન્ટ્રી

India-US Semiconductor Deal 2026: ભારતે અમેરિકાના Pax Silica એલાયન્સમાં જોડાવાની જાહેરાત કરી છે. 11 દેશો સાથે મળી ભારત સેમિકન્ડક્ટર અને AI સપ્લાય ચેઈનને સુરક્ષિત બનાવશે. ચીન પરની નિર્ભરતા ઘટશે.

Top Stories NATIONAL India
Pax Silica Alliance India America

Pax Silica Alliance India America: ભારત અને અમેરિકા વચ્ચે ટેકનોલોજીના ક્ષેત્રમાં એક નવી ક્રાંતિનો પ્રારંભ થયો છે. નવી દિલ્હીમાં આયોજિત ‘AI સમિટ’ના છેલ્લા દિવસે ભારતે અમેરિકાના નેતૃત્વ હેઠળના અત્યંત શક્તિશાળી ગઠબંધન ‘Pax Silica’ (પેક્સ સિલિકા) માં જોડાવાની જાહેરાત કરી છે. આ ડીલથી ભારત હવે સેમિકન્ડક્ટર અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ની ગ્લોબલ સપ્લાય ચેઈનનો અવિભાજ્ય હિસ્સો બની ગયું છે.

શું છે આ ‘Pax Silica’ એલાયન્સ?

આ સંગઠન વિશ્વના શક્તિશાળી દેશોનું એક એવું મહત્વનું ગઠબંધન છે જે સેમિકન્ડક્ટર, ચિપ ડિઝાઇન અને રેર અર્થ મટિરિયલ્સ એટલે કે દુર્લભ ખનિજોની સુરક્ષિત સપ્લાય ચેઈન સુનિશ્ચિત કરવા માટે કામ કરે છે. આ ગ્રુપનો મુખ્ય હેતુ ટેકનોલોજીના ક્ષેત્રમાં અન્ય દેશો, ખાસ કરીને ચીન પરની નિર્ભરતા ઘટાડવાનો છે. આ શક્તિશાળી જૂથમાં ભારત અને અમેરિકા ઉપરાંત ઓસ્ટ્રેલિયા, જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપોર, બ્રિટન, ઇઝરાયેલ, કતાર, ગ્રીસ અને UAE જેવા દેશો સભ્ય તરીકે જોડાઈને ટેકનોલોજીકલ સુરક્ષા માટે સહયોગ કરી રહ્યા છે.

ભારત માટે કેમ મહત્વનું?

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ પ્રસંગે જણાવ્યું કે દુનિયાને ભારત પર અતૂટ ભરોસો છે. ભારતમાં હાલમાં 10 સેમિકન્ડક્ટર પ્લાન્ટ તૈયાર થઈ ચૂક્યા છે અને ટૂંક સમયમાં જ ઉત્પાદન શરૂ થશે. ભારતમાં અત્યાધુનિક ‘નેનોમીટર ચિપ્સ’ની ડિઝાઇન પર પણ કામ ચાલી રહ્યું છે.

સુંદર પિચાઈ અને અમેરિકન રાજદૂતની હાજરી

આ ઐતિહાસિક સમિટમાં ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ભવિષ્યમાં AI ની ભૂમિકા અત્યંત મહત્વની રહેશે અને આ કરારથી ભારત-અમેરિકા વચ્ચેના સંબંધો વધુ મજબૂત થશે. અમેરિકન રાજદૂત સેર્જિયો ગોરે ભારતનું સ્વાગત કરતા કહ્યું કે આ કરાર મુક્ત સમાજ માટે અવિરત સપ્લાય ચેઈન સુનિશ્ચિત કરશે.

ચીન અને પાકિસ્તાનને ફટકો

આ સંગઠનનો સૌથી મોટો સંદેશ એ છે કે ભવિષ્યની ટેકનોલોજી પર હવે ચીનનો એકહથ્થુ શાસન નહીં રહે. પાકિસ્તાન પણ આ ગ્રુપથી બહાર છે, જે ભારતની વધતી જતી આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિ અને રાજદ્વારી શક્તિનો પુરાવો છે.


આ પણ વાંચો:PM મોદી બ્રહ્મપુત્ર નદી પર કુમાર ભાસ્કર વર્મા સેતુનું ઉદ્ઘાટન કરશે, અંતર એક કલાક ઘટીને 7 મિનિટ થશે

આ પણ વાંચો:PMO હવે ‘સેવા તીર્થ’થી કાર્યરત, PM મોદી આજે સેવા તીર્થનું ભવ્ય ઉદ્ઘાટન કરશે

આ પણ વાંચો:પરીક્ષા પે ચર્ચા 2026માં PM મોદી આજે વિદ્યાર્થીઓને તણાવમુક્ત પરીક્ષાનો મંત્ર આપશે