UP Marriage broke because of dog: ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાંથી લગ્ન પ્રસંગમાં સર્જાયેલા એક એવા વિવાદના સમાચાર સામે આવ્યા છે જે સાંભળીને તમે પણ દંગ રહી જશો. સામાન્ય રીતે લગ્નમાં દહેજ કે અન્ય બાબતો પર ઝઘડા થતા હોય છે, પરંતુ અહીં એક પાલતું શ્વાનના કારણે વરરાજા અને કન્યા પક્ષ સામસામે આવી ગયા હતા. વિવાદ એટલો વધ્યો કે મંડપમાં જ લાકડીઓ અને હાથપાઈ શરૂ થઈ ગઈ, જેમાં એક મહિલા સહિત ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે.

શું હતી સમગ્ર ઘટના?
આ મામલો ફતેહપુરના ખાગા વિસ્તારમાં આવેલા એક મેરેજ હોલનો છે. ગત 19 ફેબ્રુઆરીની રાત્રે અહીં લગ્ન સમારોહ ચાલી રહ્યો હતો. રાત્રે અંદાજે 3 વાગ્યે વરમાળાની વિધિ પતી ગયા બાદ જ્યારે લગ્નની અન્ય રસ્મોની તૈયારી થઈ રહી હતી, ત્યારે અચાનક કન્યા પક્ષનો એક પાલતું કુતરો મંડપ પાસે પહોંચી ગયો હતો. વર પક્ષના લોકોએ શ્વાનને મંડપથી દૂર હટાવવાનું કહેતા બંને પક્ષો વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. જોતજોતામાં વાત એટલી વણસી ગઈ કે બંને પક્ષના સભ્યો એકબીજા પર તૂટી પડ્યા હતા. હોલમાં અફરાતફરી મચી ગઈ અને લોકોએ જીવ બચાવવા પોતાને રૂમમાં પૂરી દેવા પડ્યા હતા.
પોલીસની એન્ટ્રી અને ઇજાગ્રસ્ત મહેમાનો
મારપીટની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ હુમલામાં ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વર અને કન્યા પક્ષે એકબીજા વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી. જોકે, પોલીસની મધ્યસ્થી બાદ મામલો શાંત પડ્યો હતો.
લેણ-દેણ પતાવીને Marriage broke કરી નાખ્યા
ખૂબ જ આશ્ચર્યની વાત એ છે કે, જે ઘરમાં શરણાઈઓ ગુંજતી હતી ત્યાં હવે સન્નાટો છે. મારામારી બાદ બંને પક્ષોએ પરસ્પર સંમતિથી લગ્ન તોડી નાખવાનો નિર્ણય લીધો હતો. બંને પક્ષે એકબીજાને આપેલી ભેટ-સોગાદો અને ઘરેણાં પરત કરી દીધા હતા અને વરરાજા જાન લઈને પરત રવાના થઈ ગયા હતા. સમગ્ર પંથકમાં આ કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે કે, જ્યાં પવિત્ર સંબંધ બંધાવા જઈ રહ્યો હતો ત્યાં એક શ્વાનની એન્ટ્રીએ બધું જ વેરવિખેર કરી નાખ્યું.
આ પણ વાંચો:ઉત્તર પ્રદેશમાં 11મા ધોરણની વિદ્યાર્થીનીનું વધુ પડતું ફાસ્ટ ફૂડ ખાવાથી મોત
આ પણ વાંચો: ઉત્તર પ્રદેશના કૌશામ્બીમાં સ્ટેજ પર દુલ્હનનો લગ્ન માટે ઇનકાર, જયમાલા બાદ જાન કન્યા વિના પાછી ફરી
આ પણ વાંચો:સસરા અને પુત્રવધૂના લગ્ન ઉત્તર પ્રદેશના રામપુરમાં બન્યું ચર્ચાનું કેન્દ્ર! જાણો સમગ્ર મામલો
