National News/ AI સમિટ 2026માં કોંગ્રેસ કાર્યકરોનો વિરોધ, મોદી-ટ્રમ્પ ફોટાવાળી ટી-શર્ટ સાથે નારા

દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલી AI સમિટ 2026 (AI Summit 2026) દરમિયાન ઇન્ડિયન યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભારત-અમેરિકા ટ્રેડ ડીલ સામે વિરોધ પ્રદર્શન કર્યું. કાર્યકર્તાઓએ મોદી-ટ્રમ્પ ફોટાવાળી ટી-શર્ટ સાથે સૂત્રોચ્ચાર કર્યા, જેના કારણે કાર્યક્રમમાં હલચલ મચી ગઈ. દિલ્હી પોલીસે પ્રદર્શનકારીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે, જ્યારે ભાજપે આ ઘટનાને ભારતની છબી ખરાબ કરવાની સાજિશ ગણાવી છે.

NATIONAL
AI Summit 2026, Bharat Mandapam

દિલ્હીના ભારત મંડપમ ખાતે ચાલી રહેલી AI સમિટ 2026  (AI Summit 2026) દરમિયાન શુક્રવારે ઇન્ડિયન યુથ કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓએ ભારત-અમેરિકા ટ્રેડ ડીલ સામે વિરોધ પ્રદર્શન કર્યું. આ દરમિયાન કાર્યકર્તાઓએ ટી-શર્ટ ઉતારી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

AI Summit 2026: કોંગ્રેસ કાર્યકર્તાઓ સફેદ ટી-શર્ટ હાથમાં લઈ વિરોધ કર્યો

કોંગ્રેસના કાર્યકર્તાઓએ “PM ઇઝ કોમ્પ્રોમાઇઝ્ડ” જેવા નારા લગાવ્યા હતા. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં આશરે 15થી 20 યુવા કોંગ્રેસ કાર્યકર્તાઓ સફેદ ટી-શર્ટ હાથમાં લઈ વિરોધ કરતા જોવા મળે છે. આ ટી-શર્ટ પર વડાપ્રધાન મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તસવીરો સાથે ઉપરોક્ત લખાણ છપાયેલું હતું. દિલ્હી પોલીસે ઘટનાને લઈ કાર્યવાહી શરૂ કરી હોવાનું જણાવ્યું છે.

AI Summit 2026
AI Summit 2026

AI Summit 2026: સુયોજિત પ્લાન હોવાનો આક્ષેપ

આ મામલે ભાજપે કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. ભાજપના સાંસદ સંબિત પાત્રાએ કહ્યું કે આ વિરોધ કોઈ અકસ્માત નહીં પરંતુ એક સુયોજિત પ્રયાસ હતો. તેમણે દાવો કર્યો કે આ પ્રદર્શનનું આયોજન રાહુલ ગાંધીના નિવાસસ્થાને કરવામાં આવ્યું હતું, જ્યાં સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ હાજર હતા.

પોલીસે અત્યાર સુધી ચારથી પાંચ પ્રદર્શનકારીઓને અટકાયતમાં લીધા છે અને અન્યની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલુ છે. તપાસ કરવામાં આવી રહી છે કે સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં કાર્યકર્તાઓ સમિટ હોલમાં કેવી રીતે પ્રવેશી શક્યા, કારણ કે કાર્યક્રમમાં પ્રવેશ માટે પાસ અથવા QR કોડ ફરજિયાત હતો.

Summit 2026, Bharat Mandapam
Summit 2026, Bharat Mandapam

AI Summit 2026: સોશિયલ મીડિયા પર પ્રદર્શનનો વીડિયો શેર કર્યો

ઇન્ડિયન યુથ કોંગ્રેસે સોશિયલ મીડિયા પર પ્રદર્શનનો વીડિયો શેર કરીને કહ્યું કે ભવ્ય મંચ પાછળનું સત્ય દબાવી શકાય નહીં. તેમણે દાવો કર્યો કે જ્યારે કોર્પોરેટ હિતોને દેશ હિત કરતા વધુ પ્રાધાન્ય આપવામાં આવે, ત્યારે વિરોધ કરવો ફરજ બની જાય છે. પોલીસ અધિકારીઓ મુજબ, પ્રદર્શનકારીઓએ ઓનલાઇન નોંધણી કરીને QR કોડ દ્વારા પ્રવેશ મેળવ્યો હતો. તેઓ બહારથી સ્વેટર અને જેકેટ પહેરી આવ્યા હતા અને અંદર ટી-શર્ટ છુપાવ્યા હતા. હોલ નંબર 5 પાસે તેઓએ બહારના કપડા ઉતારી વિરોધ શરૂ કર્યો હતો.

 

AI Summit 2026: શહજાદ પૂનાવાલાએ આપી પ્રતિક્રિયા

આ ઘટના પર ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે કોંગ્રેસ માટે AIનો અર્થ “એન્ટી ઇન્ડિયા” છે. તેમણે આરોપ લગાવ્યો કે આ વિરોધ કોઈ વિચારધારા વગર માત્ર રાજકીય એજન્ડા હેઠળ કરવામાં આવ્યો છે અને તે ભારતની સિદ્ધિઓ સામે છે.


આ પણ વાંચો:લગ્ન નોંધણી સુધારા બિલ પર હેમંત ખવાનું નિવેદન, દીકરીઓની સુરક્ષા માટે કાયદો જરૂરી

આ પણ વાંચો:ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓમાં ભરતી નિયમોમાં ફેરફાર, ફિક્સ પગાર પરની સેવા હવે અનુભવ પર માન્ય ગણાશે

આ પણ વાંચો:ગુજરાતનો સૌથી મોટો ટેક પ્રોજેક્ટ! ધોલેરામાં ₹25,000 કરોડના ખર્ચે સ્થપાશે દેશનું સૌથી મોટું ‘ગ્રીન AI ડેટા સેન્ટર’