Rajkot News/ રાજકોટ હાઇવે પર અકસ્માતમાં રાહદારીનું મોત, અજાણ્યા વાહનચાલકે મારી ટક્કર

રાજકોટ હાઇવે ફરીથી રક્તરંજિત બન્યો છે. અજાણ્યા વાહનચાલકે રસ્તો ઓળંગી રહેલા રાહદારીને ઉડાવી દેતા તેનું ઇજાના લીધે ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તેની સામે તપાસ આદરી છે.

Top Stories Gujarat Rajkot Breaking News
Accidentએ રાજકોટમાં રસ્તે જતાં રાહદારીનો લીધો જીવ

Rajkot News: સૌરાષ્ટ્રની અગ્રણી શહેર અને આર્થિક કેન્દ્ર રાજકોટ (Rajkot)ના ગોંડલને જોડતા રાજકોટ-ગોંડલ હાઇવે પર થયેલા અકસ્માત (Accident)માં એકનું મોત થયું છે. રીબડા ઠાકરધણી હોટલ પાસે જ આ અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માત (Accident) માં વ્યક્તિનું ઘટનાસ્થળે કરૂણ મોત થયું છે. અજાણ્યા વાહનચાલકે બેફામ રીતે વાહન ચલાવીને રાહદારીને હડફેટે લેતા રાહદારીનું ઘટનાસ્થળે મોત (Death) થયું હતું. આ બતાવે છે કે રાહદારીઓ માટે હવે રસ્તો ઓળંગવો પણ જાણે મોતને આમંત્રણ આપતી હોય તેવી ઘટના બની ગઈ છે.

અકસ્માત (Accident)એ લીધો રાહદારીનો જીવ

અકસ્માતની આ ઘટના તે વાતનો પુરાવો છે કે વાહનચાલકો કેવા બેફામ છે. અજાણ્યો વાહનચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. ચાલક ફરાર થઈ જતાં પોલીસે તપાસ શરૂ કરી છે. વાહનચાલકની ટક્કરના કારણે રાહદારી રસ્તા પર ફંગોળાઈ ગયો હતો અને ગંભીર ઇજાઓના કારણે તેનું ઘટનાસ્થળે જ નિધન થયું હતું.

પોલીસને સીસીટીવી ફૂટેજની તલાશ

આ દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. રાહદારીને ટક્કર મારી અકસ્માત સર્જનારા વાહન ચાલકની પોલીસે તપાસ શરૂ કરી છે. આ માટે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ પોલીસ શોધી રહી છે. પોલીસનું કહેવું છે કે જો સીસીટીવી (CCTV) ફૂટેજ મળી આવ્યા તો તેઓ વાહનચાલકને શોધી કાઢશે. અકસ્માત થવાના પગલે તરત જ લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું. તાત્કાલિક સારવાર આપીને રાહદારીને બચાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો. આ માટે ઘટનાસ્થળે 108ને પણ બોલાવાઈ હતી, 108 એમ્બ્યુલન્સે પણ રાહદારીને જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ગંભીર ઇજાના કારણે તેનું ઘટનાસ્થળે જ નિધન થયું હતું.

મૃતકની ઓળખ સુનિશ્ચિત કરવા પોલીસ પ્રયત્નશીલ

પોલીસે ઘટનાસ્થળે પંચનામુ કરીને રાહદારીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આ ઉપરાંત પોલીસ રાહદારી પાસેની ચીજવસ્તુઓ પરતી તેની ઓળખ સુનિશ્ચિત કરવા પ્રયત્નશીલ છે, જેથી તેનો મૃતદેહ તેના કુટુંબીજનોને સોંપી શકાય. રાજકોટ શહેર અને હાઇવે જાણે સૌરાષ્ટ્રનો અકસ્માત ઝોન બની ગયા છે. એક દિવસ માંડ એવો પસાર થાય છે જ્યારે ત્યાં અકસ્માત ન થાય.


આ પણ વાંચો: રાજકોટમાં મેટોડા GIDC વિસ્તારમાં ભયાનક માર્ગ અકસ્માત, ટ્રકે રિક્ષાને અડફેટે લેતાં 4નાં મોત, ટ્રક ચાલકની ધરપકડ

આ પણ વાંચો: જેતપુર-રાજકોટ નેશનલ હાઇવે પર ત્રિપલ અકસ્માતમાં બેનાં મોત

આ પણ વાંચો: રાજકોટના મવડી ચોકડી પાસે હિટ એન્ડ રનની ઘટના, થાર ચાલકે દંપતીને મારી ટક્કર