Vadodara News/ વડોદરા કોર્ટને ફરી બોમ્બથી ઉડાવવાની ધમકી, 15 દિવસમાં બીજી વખત ચકચાર

વડોદરાના ન્યાય મંદિર ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી (Bomb Threat) મળી. પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ શરૂ.

Top Stories Gujarat Vadodara Breaking News
Bomb Threat

Vadodara News:વડોદરા કોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી (Bomb Threat) મળી છે. વડોદરાના દિવાળીપુરા સ્થિત ન્યાય મંદિર ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પોલીસ અને બોમ્બ-ડોગ સ્ક્વોડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. નોંધપાત્ર વાત એ છે કે, 15 દિવસમાં કોર્ટ સામે આ બીજી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી છે.

આ ધમકી મળ્યા બાદ વડોદરા કોર્ટ પરિસરમાં શોધખોળ અને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. PCB, DCB, SOG અને સ્થાનિક પોલીસ પણ તપાસ કરી રહી છે.17 ફેબ્રુઆરીના રોજ, અમદાવાદ, રાજકોટ, વડોદરા, ગાંધીનગર, મહેસાણા અને વલસાડની કોર્ટોને ધમકીભર્યા ઇમેઇલ મળ્યા હતા.

બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ (Bomb Threat) નો સિલસિલો યથાવત 

આ પહેલા વડોદરાની પ્રખ્યાત ડી.આર. અમીન, ઉર્મિ અને નાલંદા શાળાઓને પણ ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.મકરબામાં આવેલી ડીએવી ઈન્ટરનેશનલ સ્કૂલ, વસ્ત્રાપુરમાં આવેલી એશિયા સ્કૂલ અને અમદાવાદ શહેરના સેટેલાઇટમાં આવેલી એ વન સ્કૂલને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી (Bomb Threat) મળી હતી.ઈમેલમાં મોદી અને શાહને નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમાં લખ્યું હતું કે, “ગુજરાત ખાલિસ્તાન બની જશે, ભારતના ટુકડા થઈ જશે.”

ધમકી મળતાં જ ફાયર અને પોલીસની ટીમો તાત્કાલિક શાળામાં પહોંચી ગઈ હતી. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ શાળાની તપાસ કરી રહી છે. હાલમાં, ધમકી (Bomb Threat) મળેલી શાળાને ખાલી કરાવવામાં આવી હતી.વડોદરામાં ઈમેલ મળતાં, શાળાના સંચાલકોએ સતર્કતા સાથે પ્રતિક્રિયા આપી અને તાત્કાલિક બાળકોને સુરક્ષિત રીતે ઘરે મોકલી દીધા. સાવચેતી રૂપે, ઉર્મિ સ્કૂલની હોસ્ટેલ પણ ખાલી કરાવી દેવામાં આવી હતી.

સાથે જ એરપોર્ટ પર પણ  બોમ્બથી હુમલો કરવાની ધમકી બાદ, ગ્રામ્ય કોર્ટને નિશાન બનાવીને આવી જ ધમકી આપવામાં આવતા અમદાવાદ શહેરમાં ભય ફેલાયો હતો. પોલીસ સહિત સુરક્ષા એજન્સીઓ ગ્રામ્ય કોર્ટમાં પહોંચી હતી. માહિતી અનુસાર એક અજાણ્યા વ્યક્તિએ અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી (Bomb Threat) આપી હતી. તે વ્યક્તિએ એક ઇમેઇલ મોકલ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે એરપોર્ટના સામાન વિભાગમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે અને તે વિસ્ફોટ થશે.


આ પણ વાંચો: અમદાવાદની વિવિધ સ્કૂલોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીભર્યા ઈમેલને પગલે ગુનો દાખલ

આ પણ વાંચો:અમદાવાદ પોલીસે 15મી ઓગસ્ટના રોજ બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારાને પકડ્યો

આ પણ વાંચો: વડોદરા કલેક્ટર કચેરીને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી