Women's Day 2026/ મંતવ્ય ન્યૂઝનું ‘Women’s Eminence Award 2026’ – નારી શક્તિનું મહાસન્માન

ઇન્ટરનેશનલ વુમન્સ ડે (International Women’s Day) નિમિત્તે ગુજરાતની લોકપ્રિય મંતવ્ય ન્યૂઝ ચેનલ દ્વારા મહિલા શક્તિના સન્માન માટે વિશેષ કાર્યક્રમ યોજાયો, જેમાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ સિદ્ધિ મેળવનાર મહિલાઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી.

Ahmedabad Top Stories Gujarat Uncategorized
International Women's Day

International Women’s Day:આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ વિશ્વભરમાં દર વર્ષે 8 માર્ચે ઉજવવામાં આવે છે. આ દિવસ મહિલાઓના સમાજ, પરિવાર અને દેશના વિકાસમાં રહેલા અમૂલ્ય યોગદાનને માન આપવા માટે સમર્પિત છે. નારી માત્ર એક વ્યક્તિ નથી, પરંતુ શક્તિ, સંવેદના, પ્રેરણા અને સંસ્કારનું પ્રતિક છે. જીવનના દરેક ક્ષેત્રમાં – શિક્ષણ, વિજ્ઞાન, રાજકારણ, સુરક્ષા, વ્યવસાય અને સમાજસેવામાં મહિલાઓ આજે પોતાની ક્ષમતા અને પ્રતિભાથી નવી ઓળખ ઉભી કરી રહી છે. મહિલાઓને સમાન અધિકાર, સન્માન અને સશક્તિકરણનો સંદેશ ફેલાવવા માટે આ દિવસ વિશેષ મહત્વ ધરાવે છે. આ જ ભાવના સાથે દર વર્ષની જેમ ગુજરાતની લોકપ્રિય મંતવ્ય ન્યૂઝ ચેનલ દ્વારા આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women’s Day)ની ખાસ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ સિદ્ધિ મેળવનાર મહિલાઓને એવોર્ડ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમની સફળતા દ્વારા સમાજમાં નવી પ્રેરણા ફેલાવવામાં આવી હતી.

International Women’s Day

International Women’s Day માનનીય અતિથિઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે યોજાયેલા આ વિશેષ સમારોહમાં સમાજ અને પ્રશાસનના વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ નેતૃત્વ આપતા માનનીય મહાનુભાવોએ પોતાની ઉપસ્થિતિથી કાર્યક્રમને ગૌરવ અપાવ્યું. આ પ્રસંગે વિશિષ્ટ મહેમાન તરીકે રીમા મુનશી (SPS), DCP કંટ્રોલ અમદાવાદ, વિધિ ચૌધરી (IPS), એડિશનલ કમિશનર ઓફ પોલીસ અમદાવાદ, ડો.શાલીની અગ્રવાલ  (IAS), મેનેજિંગ ડિરેક્ટર – ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ, અમદાવાદના મેયર પ્રતિભા જૈન તેમજ મુખ્ય મહેમાન તરીકે દર્શના વાઘેલા ઉપસ્થિત રહ્યા. તેમના પ્રેરણાદાયી વિચારો અને માર્ગદર્શનથી કાર્યક્રમને નવી ઊર્જા મળી અને મહિલા શક્તિના સન્માન અને સશક્તિકરણનો સંદેશ વધુ મજબૂત બન્યો.સાથે સાથે મંતવ્ય ન્યૂઝના CMD જીજ્ઞેશભાઈ પટેલ, એડિટર-ઇન-ચીફ ઉપસ્થિત રહ્યા.

International Women’s Day

હસ્તકલા ક્ષેત્રે દક્ષા વાલસુરાને સન્માનિત કરાયા

બનાસકાંઠા જિલ્લાના થરાદમાં વસતી દક્ષા વાલસુરા જેઓ એક સમયે દૈનિક વેતન કામદાર હતા…હાલ તેઓ GI-ટેગવાળા હાથવણાટ કાપડ એકમ ચલાવે છે જે પરંપરાગત હસ્તકલા પર આધારિત છે… આ એકમથી 70 મહિલાઓને રોજગાર અને આર્થિક સ્વાવલંબન મળ્યો છે. તેમની ઉદ્યોગસાહસિક યાત્રા ગુજરાત સરકાર અને એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા (EDII)ની હસ્તકલા સેતુ યોજના હેઠળ શરૂ થઈ હતી. જેનાથી દરરોજના મજૂરી કામ કરતી મહિલાઓને હવે સ્થિર કામથી ગ્રામીણ મહિલાઓના જીવનમાં મોટો ફેરફાર આવ્યો.  જે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવે છે.

હસ્તકલા ક્ષેત્રે દક્ષા વાલસુરાને સન્માનિત કરાયા

રમતગમત ક્ષત્રે તેજલ ડામોરને સન્માનિત કરાયા

ભારતનું અને ખાસ કરીને ગુજરાતનું ગૌરવ વધારતી પેરા એથ્લેટ તેજલ ડામોર… આંતરરાષ્ટ્રીય તેમજ નેશનલ લેવલ પર 100, 200 અને 400 મીટરની દોડ હોય કે લાંબી કૂદમાં  સતત ગોલ્ડ અને સિલ્વર જીતીને ભારતનો તિરંગો ઊંચો લહેરાવ્યો છે. તેજલના દમદાર પ્રદર્શન જોઈને મનમાં એક જ ભાવ આવે કે “આ છે સાચો ખેલાડીઓનો જઝ્બો!” સાબરકાંઠાના આમોદ્રા ગામથી નીકળી દેશનું નામ રોશન કરનાર આ આદિવાસી દિવ્યાંગ દિકરી આજે ગુજરાતની નવી પેઢીની મહિલા રમતવીરો માટે પ્રેરણાસ્ત્રોત બની ગઈ છે.

રમતગમત ક્ષત્રે તેજલ ડામોરને સન્માનિત કરાયા

રમતગમત ક્ષત્રે જેન્સી કાનાબારને સન્માનિત કરાયા

ગુજરાતની માટીનું અભિમાન ! માત્ર ૧૪ વર્ષની નાનકડી ટેનિસ સેનસન્શન જેનસી દીપકભાઈ કાનાબારે વિશ્વના ટેનિસ કક્ષામાં ભારતનું નામ રોશન કર્યું છે! પહેલી વખત કોઈ ભારતીય ખેલાડી તરીકે ઓસ્ટ્રેલિયન ઓપન U-14 ટાઇટલ જીતીને આશિયા-પેસિફિક ટ્રોફીમાં સ્થાન મેળવ્યું- પહેલી વખત કોઈ ભારતીય ખેલાડીએ આ સિદ્ધિ હાંસલ કરી છે ! આ સફર માત્ર એક ટેનિસ મેચ નથી, પણ એક યુવાન છોકરીના સંઘર્ષ, સપના અને સમર્પણની કહાની છે,14 વર્ષની ઉંમર, મહાન સિદ્ધિ, અઢળક મહેનત… જેનસી કાનાબારે બતાવ્યું કે સ્વપ્ન શરૂઆત નથી, પણ ધ્યેય બની જાય તો ઇતિહાસ છે..તેમના પરિવારને આપીને સન્માન કરીશું.

રમતગમત ક્ષત્રે જેન્સી કાનાબારને સન્માનિત કરાયા

શિક્ષણ ક્ષત્રે હર્ષિદા ડાભીને સન્માનિત કરાયા

આંતરરાષ્ટ્રીય International Women’s Day નિમિત્તે આજે અમે એક એવી મહિલાને સન્માનિત કરી રહ્યા છીએ, જેમની જીવનયાત્રા હિંમત અને ફરીથી ઉભા થવાની પ્રેરણાદાયક કહાની છે. હર્ષિદા ડાભી પોતાની કારકિર્દીની શરૂઆત એન્જિનિયર તરીકે કરી, બાદમાં પરિવાર માટે હોમમેકર બનવાનું પસંદ કર્યું. જીવનમાં પડકારો આવ્યા છતાં તેમણે હાર માની નહીં. 40 વર્ષની ઉંમર બાદ તેમણે નવી શરૂઆત કરી અને મોટિવેશનલ ટ્રેનર, સોફ્ટ સ્કિલ્સ ટ્રેનર તેમજ શિક્ષિકા તરીકે અનેક લોકોને માર્ગદર્શન આપ્યું. મહિલાઓના સશક્તિકરણ માટે પણ તેમણે નોંધપાત્ર કામ કર્યું છે. તેમની આ પ્રેરણાદાયક સફર બદલ આજે તેમને સન્માનિત કરવામાં આવે છે.

શિક્ષણ ક્ષત્રે હર્ષિદા ડાભીને સન્માનિત કરાયા

શિક્ષણ ક્ષત્રે પ્રવિણા સીસારાને સન્માનિત કરાયા

ગુજરાતના એક સામાન્ય ખેડુત પરિવારમાંથી નીકળી આવેલી પ્રવીણા પોતાના પરિવારની પ્રથમ છોકરી બની, જેણે ઉચ્ચ શિક્ષણના દ્વાર ખોલ્યા!… પ્રવિણા સીસારા, ભાવનગરના મહુવા નજીકના બાંભણિયા ગામની રહેવાસી,એ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં કોઈ કોચિંગ વિના આધારે 5 સોનાના પદકો જીત્યા અને હવે PhD કરવાની તૈયારી કરી રહ્યા છે. આ સિદ્ધિ એટલે ગ્રામીણ છોકરીઓ માટે જીવંત ઉદાહરણ – કે મહેનત અને ઈચ્છાશક્તિથી કોઈ સપનું અશક્ય નથી!

શિક્ષણ ક્ષત્રે પ્રવિણા સીસારાને સન્માનિત કરાયા

આરોગ્યસંભાળ ક્ષત્રે મેશ્વા બારોટને સન્માનિત કરાયા

27 વર્ષની યુવા ભારતીય મહિલા ઉદ્યોગસાહસિક મેશ્વા બારોટ હિમચિક આયુર્વેદ ચિકિત્સાલય અને મહાવિદ્યાલયની મેનેજિંગ ડિરેક્ટર છે. અર્થશાસ્ત્રમાં અંતરરાષ્ટ્રીય શિક્ષણ અને નેતૃત્વ ગુણો ધરાવતી મેશ્વા USAની નાગરિક હોવા છતાં આયુર્વેદને વૈશ્વિક પ્લેટફોર્મ પર લઈ જવાની મહાન વિઝન ધરાવે છે.  આયુર્વેદ વિશે જાગૃતિ ફેલાવવા અને તેને સૌ માટે સુલભ બનાવવા સમર્પિત છે.

આરોગ્યસંભાળ ક્ષત્રે મેશ્વા બારોટને સન્માનિત કરાયા

આરોગ્યસંભાળ અને સમાજ કલ્યાણ ક્ષત્રે ડો.મેધા પટેલને સન્માનિત કરાયા

International Women’s Day નિમિત્તે આજે અમે આયુર્વેદ ક્ષેત્રે નોંધપાત્ર સેવા આપનાર પ્રેરણાદાયક વ્યક્તિને સન્માનિત કરી રહ્યા છીએ. Dr. Medha M. Patel, એમ.ડી. આયુર્વેદ, છેલ્લા 35 વર્ષથી Suratમાં આયુર્વેદિક સારવાર, પંચકર્મ અને એનો-રેક્ટલ સારવાર દ્વારા અનેક દર્દીઓને આરોગ્યનો માર્ગ બતાવી રહ્યા છે. તેઓ આદિવાસી સમાજના આરોગ્ય માટે પણ સતત સેવા આપી રહ્યા છે અને ‘આયુર્વેદા બોક્સ’ જેવી નવી પહેલ શરૂ કરી છે. તેમના ઉત્કૃષ્ટ કાર્ય બદલ તેમને Rashtriya Ayurved Vidyapeeth દ્વારા ફેલોશિપથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. આરોગ્ય અને સમાજસેવામાં તેમના અવિરત યોગદાન બદલ આજે તેમને વિશેષ સન્માન અર્પણ કરવામાં આવે છે.

આરોગ્યસંભાળ અને સમાજ કલ્યાણ ક્ષત્રે ડો.મેધા પટેલને સન્માનિત કરાયા

આરોગ્યસંભાળ ક્ષત્રે ડો હેલી શાહને સન્માનિત કરાયા

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના આ ગૌરવભેર અવસર પર મંતવ્ય ન્યૂઝ ગર્વથી Dr. Heli S. Shahને એવોર્ડ દ્વારા સન્માનિત કરે છે. ન્યુરોલોજી ક્ષેત્રે તેમની નિષ્ણાતી, ખાસ કરીને પાર્કિન્સન અને મૂવમેન્ટ ડિસઓર્ડર્સ જેવા જટિલ રોગોમાં તેમની સેવાએ અનેક દર્દીઓને નવી આશા આપી છે. મગજ અને નસોના રોગોમાં ચોક્કસ નિદાન, આધુનિક સારવાર અને દર્દી શિક્ષણ દ્વારા તેમણે અસંખ્ય પરિવારોના જીવનમાં ઉજાસ ભરી દીધો છે.ન્યુરોલોજી ક્ષેત્રે તેમની અવિરત મહેનત, સંશોધન અને માનવતાભર્યા અભિગમને સલામ સાથે આ સન્માન અર્પણ કરીએ છીએ.

આરોગ્યસંભાળ ક્ષત્રે ડો હેલી શાહને સન્માનિત કરાયા

આરોગ્યસંભાળ ક્ષત્રે ડો એન્જલ પરમારને સન્માનિત કરાયા

International Women’s Day નિમિત્તે આજે અમે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર પ્રેરણાદાયી વ્યક્તિને સન્માનિત કરી રહ્યા છીએ. Dr. Angel Parmar Government Spine Institute, Civil Hospital Ahmedabadમાંથી ફિઝિયોથેરાપીમાં અભ્યાસ પૂર્ણ કરી આરોગ્ય સેવા આપી રહ્યા છે. સાથે જ તેઓ Subham Soham Shantam Institute of Nursing Scienceમાં Honorary Director તરીકે સેવા આપી અનેક યુવતીઓને નર્સિંગ શિક્ષણ દ્વારા આત્મનિર્ભર બનાવી રહ્યા છે. Gujarat University માન્ય સંસ્થામાંથી દર વર્ષે સૈંકડો નર્સો તૈયાર થઈ સમાજની સેવા માટે આગળ આવે છે. શિક્ષણ, આરોગ્ય અને મહિલા સશક્તિકરણ માટેના તેમના યોગદાન બદલ આજે અમે તેમને હાર્દિક અભિનંદન સાથે સન્માનિત કરીએ છીએ.

આરોગ્યસંભાળ ક્ષત્રે ડો એન્જલ પરમારને સન્માનિત કરાયા

આરોગ્યસંભાળ ક્ષત્રે ડો. કલા અશોક શાહને સન્માનિત કરાયા

ડૉ. કલા અશોક શાહ સ્ત્રીરોગ, પ્રસૂતિ અને મેનોપોઝના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય અનુભવ ધરાવતી નિષ્ણાત છે. યુ.કે. અને યુ.એસ.એમાં અભ્યાસ-પ્રેક્ટિસ બાદ તેમણે અમદાવાદમાં વર્ષો સુધી ગાયનેકોલોજિસ્ટ તરીકે સેવા આપી. 1999થી મેનોપોઝ જાગૃતિ માટે શરૂ કરેલું તેમનું અભિયાન આજે અનેક મહિલાઓ માટે માર્ગદર્શન બની ગયું છે. Amrit Mangal Charitable Trust દ્વારા તેઓ ગરીબ બાળકો માટે ટેન્ટ સ્કૂલ અને જરૂરિયાતમંદો માટે ‘ડોક્ટર ઓન વ્હીલ્સ’ જેવી સેવાઓ ચલાવે છે. મહિલા દિવસ નિમિતે તેમની આ અનોખી સમાજસેવા બદલ તેમને સન્માનિત કરવામાં આવી રહ્યા છે.

આરોગ્યસંભાળ ક્ષત્રે ડો. કલા અશોક શાહને સન્માનિત કરાયા

આરોગ્યસંભાળ અને જાહેર સેવા માટે ડો.મિનાક્ષી પરીખને શાહ સન્માનિત કરાયા

B.J. મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાં ક્લિનિકલ સેવાઓ, અકાદમિક માર્ગદર્શન અને એડમિનિસ્ટ્રેટિવ નેતૃત્વથી વિદ્યાર્થીઓ, દર્દીઓ અને હેલ્થ સિસ્ટમનો મજબૂત આશ્રય! Air India Flight 171 દુર્ઘટનામાં અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ-પરિવારો માટે સંવેદનશીલ કાઉન્સલિંગ અને સહાય કાર્યો હેન્ડલ કરીને નવું ઉદાહરણ બનાવ્યું. તેમનું કાર્ય માત્ર OPD સુધી નહીં, નીતિનિર્માણ, ટ્રેઈનિંગ અને કોમ્યુનિટી લેવલ પર માનસિક આરોગ્યને મુખ્ય પ્રવાહમાં લાવવા સુધી વિસ્તરેલું છે. પદ્મ પુરસ્કાર કે રાજ્ય પુરસ્કાર વિના પણ તેમની સતત સર્વિસ-ઓરીએન્ટેડ સિદ્ધિઓ લાખોને પ્રેરણા આપે છે.

આરોગ્યસંભાળ અને જાહેર સેવા માટે ડો.મિનાક્ષી પરીખને શાહ સન્માનિત કરાયા

સમાજ સેવા અને સશક્તિકરણ માટે ભાવિતા ચાવડાને સન્માનિત કરાયા

International Women’s Day નિમિત્તે મંતવ્ય ન્યૂઝ દ્વારા ખંભરા ગામ તા.અંજાર, જી. કચ્છની ભાવિતા ચાવડાને સન્માનિત કરવામાં આવી રહી છે. 2001ના ધરતીકંપ દરમિયાન ગંભીર ઇજાઓને કારણે તેઓ દિવ્યાંગ બન્યા હતા. આ મુશ્કેલ સમયમાં બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા સારવાર અને કૃત્રિમ પગ મળતા તેઓ ફરીથી પગભર બની શક્યા. દિવ્યાંગતા છતાં હિંમત ન હારતા તેમણે ગામડે ગામડે જઈ સિલાઈ તાલીમ આપી અત્યાર સુધી 6,000થી વધુ લોકોને આત્મનિર્ભર બનાવ્યા છે. હાલમાં તેઓ ઢોરી શાળામાં સીવણ વર્ગના ટ્રેનર તરીકે સેવા આપી રહ્યા છે અને સમાજ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.

સમાજ સેવા અને સશક્તિકરણ માટે ભાવિતા ચાવડાને સન્માનિત કરાયા

સમાજ સેવા માટે જ્યોતિ શાહને સન્માનિત કરાયા

શ્રીમતી જ્યોતિ શાહ, જન્મથી સેરેબ્રલ પૉલ્સી સાથે 90% દિવ્યાંગતા હોવા છતાં અદમ્ય મનોબળ સાથે સમાજસેવામાં સતત કાર્યરત રહ્યા છે. તેમણે 1981 થી 1985 દરમિયાન ગુજરાત સરકારના પ્રિન્ટિંગ સ્ટેશનરી વિભાગમાં ક્લાર્ક તરીકે સેવા આપી અને બાદમાં દેના બેંકમાં 1985 થી 2022 સુધી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી.તેઓ જ્યોત ફાઉન્ડેશનના સ્થાપક અધ્યક્ષ છે અને દિવ્યાંગ લોકોના કલ્યાણ માટે મહત્વપૂર્ણ સેવાકાર્ય કરી રહ્યા છે. સમાજસેવામાં તેમના વિશેષ યોગદાન બદલ તેમને ગુજરાત સરકાર દ્વારા 2018માં પ્રેસિડેન્ટ એવોર્ડ અને ગવર્નર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમનું જીવન સંઘર્ષ, આત્મવિશ્વાસ અને સમાજસેવાનું પ્રેરણાદાયી ઉદાહરણ છે.

સમાજ સેવા માટે જ્યોતિ શાહને સન્માનિત કરાયા

પોલીસ સેવા માટે કે. મીની જોસેફને સન્માનિત કરાયા

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આજે અમે ગૌરવ અને કૃતજ્ઞતા સાથે ACP સુરતના K. Mini Josephનું સન્માન કરીએ છીએ. ઝઘડિયામાં કંપની પર ધાડ અને સિક્યુરિટી ઓફિસરની હત્યા જેવા ગંભીર કેસમાં 10 આરોપીઓને આજીવન કેદની સજા અપાવી ન્યાય પ્રત્યેની તેમની અડગ પ્રતિબદ્ધતા સાબિત કરી છે. તેમની નિષ્ઠા, હિંમત અને સંવેદનશીલતા પોલીસ સેવામાં જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ છે. મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે સતત કાર્યરત રહી તેઓ સમાજમાં વિશ્વાસ અને સુરક્ષાની ભાવના મજબૂત બનાવે છે. આજનો આ સન્માન તેમના સમર્પણને સલામ અને વધુ જવાબદારી નિભાવવાની પ્રેરણા છે.

પોલીસ સેવા માટે કે. મીની જોસેફને સન્માનિત કરાયા

પોલીસ સેવા લતા દેસાઈને સન્માનિત કરાયા

International Women’s Day નિમિત્તે મંતવ્ય ન્યૂઝ દ્વારા એવી મહિલા પોલીસ અધિકારીને સન્માનિત કરવામાં આવી રહી છે, જેઓએ દુષ્કર્મ જેવા ગંભીર અપરાધ સામે કડક કાર્યવાહી કરીને ન્યાય અપાવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. Lata Desai, Gujarat Policeમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા Gandhinagarમાં ચાર વર્ષની સગીર બાળકી સાથે થયેલા દુષ્કર્મના કેસમાં ઝડપી અને સંવેદનશીલ તપાસ કરી આરોપીને ટૂંકા સમયમાં પકડી પાડ્યો. તેમની દૃઢતા, સતર્કતા અને ન્યાય પ્રત્યેની પ્રતિબદ્ધતા મહિલા સુરક્ષાની દિશામાં પ્રેરણારૂપ છે. મહિલા દિવસના અવસરે તેમની આ બહાદુરીભરી કામગીરી બદલ મંતવ્ય ન્યૂઝ તરફથી હાર્દિક અભિનંદન સાથે સન્માન.

પોલીસ સેવા લતા દેસાઈને સન્માનિત કરાયા

પોલીસ સેવા રીમા મુનશીને સન્માનિત કરાયા

રીમા મુનશી હાલ ગુજરાતના સૌથી મોટા શહેર Ahmedabad Police ના કંટ્રોલ રૂમમાં DCP તરીકે ફરજ બજાવી રહ્યા છે. ખભા પરના સ્ટાર માત્ર શોભા માટે નથી તે લોકોની સુરક્ષા અને સેવા માટેની જવાબદારી છે, અને રીમા મુનશી તે જવાબદારી નિડરતા સાથે નિભાવી રહ્યા છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તેમની ઝડપી કાર્યવાહી ઓળખ બની ગઈ છે. તમને કોઈ તકલીફ પડે તો 100 અને 112 નંબર પર કોલ કરો કંટ્રોલ રૂમમાં તરત ફોન રિસીવ થાય છે અને Gujarat Police તાત્કાલિક મદદ માટે પહોંચે છે. ગુજરાતના સૌથી મોટા શહેરના સૌથી મોટા કંટ્રોલ રૂમથી સમગ્ર શહેર પર નજર રાખવી એ સૌથી મોટો ચેલેન્જ છે.આ ચેલેન્જને સારી રીતે પાર પાડે છે…શહેર મહિલા દિવસ નિમિતે મંતવ્ય ન્યૂઝ  દ્વારા આ જાબાજ મહિલા અધિકારીનું સન્માન કરવામાં આવી રહ્યું છે.

પોલીસ સેવા રીમા મુનશીને સન્માનિત કરાયા

વિજ્ઞાન અને ટેકનોલોજી માટે કેયા શુક્લાને સન્માનિત કરાયા

ISROના સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર (SAC), અમદાવાદની પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક કેયા શુક્લા, 19 વર્ષના અનુભવથી પાવર સિસ્ટમ્સ અને EPC બનાવવામાં નિષ્ણાત, આઠ GSAT, ત્રણ NVS અને TDS મિશન માટે 100+ ઇલેક્ટ્રોનિક પાવર કન્ડિશનર્સનું સફળ વિકાસ અને હાઇબ્રિડ માઇક્રોસર્કિટ આધારિત DC-DC કન્વર્ટર્સમાં પાયોનિયર યોગદાન આપ્યું છે. GujSAC BHAVIKA-2025માં વિદ્યાર્થીઓનું માર્ગદર્શન અને સ્પેસ મિશનના શૈક્ષણિક ઓડિયો નેરેશનથી પ્રેરણાદાયી વ્યક્તિત્વનું પ્રતીક છે.

વિજ્ઞાન અને ટેકનોલોજી માટે કેયા શુક્લાને સન્માનિત કરાયા

સમુદાય સેવા અને સશક્તિકરણ માટે ડો.શાલિની અગ્રવાલને સન્માનિત કરાયા

International Women’s Day નિમિત્તે મંતવ્ય ન્યૂઝ એવી પ્રેરણાદાયક મહિલા અધિકારીને સન્માનિત કરી રહ્યું છે, જેમણે વહીવટને જનકલ્યાણ સાથે જોડીને અનોખી ઓળખ બનાવી છે. Dr. Shalini Agrawal, ગુજરાત કેડરના આઇએએસ અધિકારી અને હાલમાં Gujarat Urja Vikas Nigam Limitedના મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન ત્રણ-ત્રણ Guinness World Records બેસ્ટ સ્માર્ટ સિટી, સ્વચ્છ વાયુ સર્વેક્ષણ, આંતરરાષ્ટ્રીય મંચો અને ‘મ્યુનિસિપલ બોન્ડ્સ’ પુસ્તક લેખિકા.. સ્વચ્છ સર્વેક્ષણ 2023-24 અને 2024-25માં રાષ્ટ્રપતિ એવોર્ડ સહિત સુરતની સિદ્ધિઓનું પ્રતીક સાથે વડોદરા અને અરવલ્લી બેસ્ટ કલેકટર તથા 2019 લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ મતદાન નોંધાવી અનોખી સિદ્ધિ મેળવી છે.

સમુદાય સેવા અને સશક્તિકરણ માટે ડો.શાલિની અગ્રવાલને સન્માનિત કરાયા

અભિનય અને સિંગર ક્ષેત્ર ઝીલ જોશીને સન્માનિત કરાયા

આગામી મહેમાન એવા કલાકાર છે જેઓએ પોતાના ટેલેન્ટ અને મહેનતથી અભિનય અને સંગીત બંને ક્ષેત્રમાં પોતાની ખાસ ઓળખ બનાવી છે.અમે વાત કરી રહ્યા છીએ પ્રતિભાશાળી અભિનેત્રી અને ગાયિકા ઝીલ જોશીની.ઝીલ જોશીએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત ગુજરાતી ફિલ્મ કોઈ આને પરણાવોથી કરી હતી. ત્યારબાદ તેમણે ગુજરાતી, હિન્દી, ભોજપુરી અને મરાઠી ફિલ્મોમાં અભિનય કરીને પોતાના ટેલેન્ટનો પરિચય આપ્યો છે.ગુજરાતી હોરર ફિલ્મ તુપ્તી, ભોજપુરી ફિલ્મ રાધે અને હિન્દી ફિલ્મ “મુવાવજા” જેવી ફિલ્મોમાં તેમના અભિનયને દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો છે.આજ સુધીમાં તેઓ લગભગ 20 જેટલી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે, જેમાંથી ત્રણથી વધુ ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રી તરીકે યાદગાર ભૂમિકાઓ નિભાવી છે.માત્ર અભિનય જ નહીં, પરંતુ ઝીલ જોશી સંગીત ક્ષેત્રમાં પણ ખૂબ સક્રિય છે. માત્ર ત્રણ વર્ષ પહેલાં શરૂ કરેલી ગાયકીમાં તેમણે અત્યાર સુધીમાં 250 થી વધુ આલ્બમ સોંગ્સ કરી પોતાના અવાજથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા છે.

અભિનય અને સિંગર ક્ષેત્ર ઝીલ જોશીને સન્માનિત કરાયા

આરોગ્યસંભાળ ક્ષેત્રે ડો.શિવાની કનુભાઈને સન્માનિત કરાયા

આકાશ તૂટયુ હતું, જમીન કંપી ઊઠી 12 જૂન 2025ના દિવસે, જ્યારે અમદાવાદ પ્લેન ક્રેશના 270થી વધુ મૃતદેહો સિવિલ હોસ્પિટલના ઠંડા ફરશ પર પડ્યા. તે કાળી રાત્રિમાં, જ્યાં શોકાકુળ પરિવારોના ચીત્કારો આકાશ સુધી પહોંચ્યા, ત્યાં એક યુવતીના મજબૂત હાથોમાં જીવનની છેલ્લી આશા જાગી ડો. શિવાની જાગસર, જેના હૃદયમાં માતાનું સ્નેહ, દીકરીની કોમળતા અને યોદ્ધાની આગ એકસાથે ભજવાઈ હતી. પોસ્ટમોર્ટમમાં ફોરેન્સિક તપાસનો મુખ્ય ભાગ ભજવવા સાથે DNA વિશ્લેષણમાં તેમના અથાક પ્રયાસોએ શોકાકુળ પરિવારોને સ્વજનોની ઓળખ અને વિદાય આપી.. હૃદયવિદારક અવસ્થામાં  મૃતદેહો જોવાની કલ્પના પણ ન થાય ત્યાં દિવસ-રાતના તફાવત વિના 24 કલાક સેવા કરી સિવિલ હોસ્પિટલને ‘માનવતાનું મંદિર’ બનાવ્યું… આ એવી નિ:સ્વાર્થ વીરતા છે જે તબીબી વિજ્ઞાનથી આગળ વધીને ગુજરાતની માટીની દીકરીની અમર કહાની બની, જે ભવિષ્યની પેઢીઓને માનવ સેવાની સાચી પ્રેરણા આપશે.

આરોગ્યસંભાળ ક્ષેત્રે ડો.શિવાની કનુભાઈને સન્માનિત કરાયા

લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી શિલ્પા પંડ્યાને સન્માનિત કરાયા

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ગૌરવમય અવસર પર મંતવ્ય ન્યૂઝ દ્વારા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત થનાર પ્રતિભાશાળી વૈજ્ઞાનિક શ્રીમતી શિલ્પા પંડ્યા આપણાં દેશ માટે ગૌરવનું પ્રતિક છે.Indian Space Research Organisationના Space Applications Centre, Ahmedabad ખાતે ડેપ્યુટી ડિરેક્ટર તરીકે તેઓએ 36 વર્ષથી વધુ સમય સુધી અવિરત સમર્પણ સાથે કાર્ય કર્યું છે. સેટેલાઇટ પેલોડની ગુણવત્તા, વિશ્વસનીયતા અને સલામતીના ક્ષેત્રમાં તેમનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ રહ્યું છે. તેમના નેતૃત્વ હેઠળ અનેક પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક પૂર્ણ થયા અને સ્વદેશી ટેક્નોલોજીને મજબૂત આધાર મળ્યો.શ્રીમતી પંડ્યાએ માત્ર વૈજ્ઞાનિક તરીકે જ નહીં, પરંતુ એક પ્રેરણાદાયી વ્યક્તિવ તરીકે પણ ઉત્તમ ટીમ ઘડી છે. તેમની દૃઢતા, સંશોધન પ્રત્યેનો જુસ્સો અને દેશપ્રેમે અનેક યુવા વૈજ્ઞાનિકોને પ્રેરણા આપી છે. તેમના નોંધપાત્ર યોગદાન બદલ તેમને ASI Space Gold Medal, ટીમ એક્સલન્સ એવોર્ડ અને ISRO Merit Award જેવા પ્રતિષ્ઠિત સન્માનો મળ્યા છે.વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં આપનું આ અવિસ્મરણીય યોગદાન દેશના વિકાસ માટે દીપસ્તંભ સમાન છે. મંતવ્ય ન્યૂઝને ગૌરવ છે કે આજે અમે આવા પ્રેરણાદાયી વ્યક્તિત્વને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરી રહ્યા છીએ. આપની સિદ્ધિઓ નવી પેઢી માટે હંમેશા પ્રેરણાનું પ્રકાશ બની રહેશે.

લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી શિલ્પા પંડ્યાને સન્માનિત કરાયા

આ પણ વાંચો:મંતવ્ય ન્યૂઝ દ્વારા મહિલા દિનની દબદબાભરી ઉજવણી

આ પણ વાંચો:22 પ્રતિભાશાળી મહિલાઓનું વિમેન્સ ડે ની પૂર્વ સંધ્યાએ મંતવ્ય ન્યૂઝ તરફથી સન્માન

આ પણ વાંચો:મંતવ્ય ન્યૂઝ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની મહા ઉજવણી, વિવિધ ક્ષેત્રે નામના મેળવનાર મહિલાઓનું કરાયું સન્માન