Jamnagar News:જામનગરના ધ્રોલ તાલુકામાં આવેલી જી.એમ. પટેલ કન્યા વિદ્યાલયની છાત્રાલયમાં એક દુઃખદ ઘટના બની છે. 17 વર્ષીય વિદ્યાર્થિનીએ હોસ્ટેલના રૂમમાં ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું (Suicide) હોવાની માહિતી સામે આવી છે. આ ઘટનાએ આખા વિસ્તારમાં શોકનું વાતાવરણ ફેલાવી દીધું છે.મૃતક વિદ્યાર્થિનીનું નામ હિરલ હોવાનું જાણવા મળ્યું છે.તે ખંભાળિયા-દ્વારકા વિસ્તારની રહેવાસી હતી અને ધોરણ 11ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી હતી. તે જી.એમ. પટેલ શાળામાં અભ્યાસ કરતી હતી અને શાળા સંચાલિત છાત્રાલયમાં રહેતી હતી.

પ્રાથમિક માહિતી અનુસાર, વિદ્યાર્થિનીએ હોસ્ટેલના પોતાના રૂમમાં ગળાફાંસો ખાઈને આપઘાત (Suicide) કર્યો હતો. ઘટના બન્યા બાદ હોસ્ટેલમાં હડકંપ મચી ગયો હતો. સ્થાનિક લોકો અને હોસ્ટેલના અન્ય વિદ્યાર્થીઓએ તાત્કાલિક જાણ કરતાં ધ્રોલ પોલીસ ત્વરિત સ્થળ પર પહોંચી હતી.
17 વર્ષીય વિદ્યાર્થિનીએ આપઘાત (Suicide) કર્યો
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને જરૂરી કાર્યવાહી કરી અને મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે જામનગરની સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે અને આપઘાતનું ચોક્કસ કારણ જાણવા માટે પ્રયત્નશીલ છે. હાલ સુધીમાં આપઘાત (Suicide) પાછળનું કારણ અજ્ઞાત જ છે.
કેટલાક સૂત્રો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે શાળા અને છાત્રાલયના સંચાલકો દ્વારા આ ઘટનાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોઈ શકે છે. જોકે, આ અંગે અધિકૃત પુષ્ટિ થઈ નથી અને પોલીસ તપાસમાં આવી બાબતો પણ સામે આવી શકે છે.
આ પણ વાંચો:જામનગરના ધ્રોલમાં પુત્ર પ્રાપ્તિના વિયોગમાં પરિણીતાનો આપઘાત
આ પણ વાંચો:જામનગરમાં ધો.12ની વિદ્યાર્થીનીનો આપઘાત, અભ્યાસના તણાવને કારણે ખાધો ગળેફાંસો
આ પણ વાંચો:જામનગરમાં યુવતીનો આપઘાત : પ્રેમીએ પહેલા લગ્ન કરવાની હા પાડી પછી ના પાડી દેતા અંતિંમ પગલું ભર્યું
