IND vs NZ:વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ICC Men’s T20 World Cup 2026ની ફાઇનલ મેચ ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાવાની છે. ભારત ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે અને બેક-ટુ-બેક ટાઇટલ જીતીને ઇતિહાસ રચવાની તકમાં છે, જ્યારે ન્યૂઝીલેન્ડ પોતાનું પહેલું T20 વર્લ્ડ કપ ટ્રોફી (T20 World Cup) જીતવા આતુર છે.ગુજરાતના વિવિધ શહેરોમાં ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.વહેલી સવારથી જ શહેરોમાં મેચની ચર્ચાઓ તેજ થઈ ગઈ છે અને લોકો “કપ આપણો જ છે”ના નારા લગાવી રહ્યા છે.
IND vs NZ T20 World Cup 2026
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મેચ (T20 World Cup) માટે તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.શહેરના વિવિધ વિસ્તારોમાં મોટી સ્ક્રીન લગાવવામાં આવી છે જેથી લાખો ચાહકો મેચનો આનંદ માણી શકે.સ્ટેડિયમની આસપાસના વિસ્તારોમાં ક્રિકેટનો જન્મદિવસ જેવો માહોલ છે.વડોદરામાં ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવલખી મેદાન જેવા સ્થળોએ યુવાનો વહેલી સવારથી ક્રિકેટ રમી રહ્યા છે અને ટીમ ઈન્ડિયાની જીત માટે પ્રાર્થના કરી રહ્યા છે. શહેરના દરેક ખૂણે મેચ અંગે ચર્ચાઓ ચાલી રહી છે.
સુરતમાં યુવાનોમાં ખાસ કરીને ભારે ઉત્સાહ છે. ગલી-ગલીમાં યુવાનો રમી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર ફેવરિટ ટીમ માટે જોરદાર ચર્ચા ચાલી રહી છે.”આ વખતે કપ આપણો જ છે”ના નારા સાથે ઉજવણીનો મૂડ જોવા મળી રહ્યો છે.
જામનગરમાં ક્રિકેટ ચાહકો અમદાવાદમાં રમાનારી ફાઇનલ માટે આતુર છે. શહેરમાં મેચ અંગે ભારે ચર્ચાઓ ચાલી રહી છે અને ટીમ ઈન્ડિયાને જીત માટે શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે. અનેક જગ્યાએ મિત્રો સાથે મેચ જોવા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.
રાજકોટમાં પણ ભારત-ન્યૂઝીલેન્ડની (T20 World Cup) આ ક્રિકેટ જંગ માટે ફેન્સમાં ઉત્સાહ ચરમસીમાએ છે. ચાહકો ટીવી સામે તૈયાર છે અને ભારતની જીત માટે પ્રાર્થના કરી રહ્યા છે. શહેરમાં ક્રિકેટનો માહોલ જામી ગયો છે.
