Surat News/ સુરતમાં સફાઈ કામદારનું જેલમાં શંકાસ્પદ મોત થતાં ચકચાર મચી

સુરતમાં વ્યાજખોરીના ખપ્પરમાં વધુ એક યુવક હોમાયો છે. આ યુવક સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનો સફાઈ કામદાર હતો. તેનું જેલમાં મોત થયું છે. કુટુંબીજનોએ તેના માટે વ્યાજખોરો પર આક્ષેપ કર્યો છે.

Top Stories Gujarat Surat Breaking News

Surat News: સુરતમાં સફાઈ કામદારનું જેલમાં શંકાસ્પદ રીતે મોત થતાં ચકચાર મચી ગઈ છે. વ્યાજખોરના ત્રાસના કારણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કામદારનું જેલમાં મોત થયુ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. સફાઈ કામદાર યુવક બહાર હતો ત્યાં સુધી તેને કશું જ થયું ન હતુ, પરંતુ જેલમાં લઈ જવામાં આવતા તેનું મોત થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ યુવક સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા 15 વર્ષથી સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતો હતો.  તેની વ્યાજખોર દ્વારા પજવણી કરવામાં આવી રહી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેને જેલમાં પણ વ્યાજખોરે ફસાવ્યો હોવાના કારણે જવું પડ્યું છે. આ મામલે યુવકના કુટુંબીજનો દ્વારા ન્યાયની માંગણી કરવામાં આવી છે.

આ ઘટના બતાવે છે કે રાજ્યમાં ગૃહપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી વારંવાર દાવો કરી ચૂક્યા છે કે વ્યાજખોરોને છોડવામાં આવશે નહી, પ્રજાનું લોહી ચૂસનારા આ વ્યાજખોરો સામે આકરામાં આકરી કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈપણ વ્યાજખોર પકડાય તો તેને છોડવામાં નહીં આવે, પછી ભલેને ગમે તેવો ચમરબંધી હોય.

હવે આ કેસ જોઈએ તો ઘણી વખત આ બધી વાતો પોકળ નીવડતી હોય તેમ લાગે છે. સરકારે વ્યાજખોરો સામે આક્રમક કાર્યવાહી કરી હોવા છતાં પણ વ્યાજખોરોની ગરીબો પરથી પક્કડ હળવી પડી લાગતી નથી. હજી પણ ગરીબો વ્યાજખોરોની નાગચૂડમાંથી મુક્ત થયા નથી. આ જોતાં રાજ્ય સરકારે વ્યાજખોરો સામે જમીન સ્તરે વધુ આક્રમક કાર્યવાહી કરવી પડે તેમ લાગે છે.


આ પણ વાંચો: સુરતમાં વ્યાજખોરીના ચંગુલમાં વધુ એક જીંદગી હોમાઈ

આ પણ વાંચો: સુરતમાં વ્યાજખોર પિતા-પુત્રનો આતંક, યુવકને કાર નીચે કચડી કર્યો મારવાનો પ્રયાસ

આ પણ વાંચો: ફ્રુટવાળાએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને કહ્યું પોતે વ્યાજખોરિના ચક્કરમાં ફસાયો છે સુરત પોલીસે 48 કલાકમાં જ કરી મદદ