Kutch News: ખાડીયુદ્ધને લઈને ભારતમાં પણ સરહદી વિસ્તારોમાં તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં કચ્છની પાકિસ્તાન સાથે સરહદે મરીન કમાન્ડોએ અચાનક જ તપાસ આદરી હતી. ગુજરાત પોલીસ અને મરીન ટાસ્ક ફોર્સે ભારતીય જળ સરહદની અંદર કોઈપણ પ્રકારના સંભવિત ભયનો સામનો કરવાની કવાયત આદરી છે. તેના માટે તપાસ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શંકાસ્પદ તત્વો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
આંતરરાષ્ટ્રીય સ્તરની અસ્થિરતાનો લાભ લઈને અરાજકતાવાદી તત્વો દરિયાઈ સરહદમાંથી ઘૂસણખોરી કરી ન જાય તે માટે તેમના પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ગુજરાતમાં પાકિસ્તાન સાથે સરહદ ધરાવતો કચ્છ જિલ્લો જમીન અને દરિયાઈ સરહદેથી જોડાયેલો છે. અહીં સુરક્ષા એજન્સીઓને એલર્ટ મોડમાં મૂકી દેવામાં આવી છે.
સરહદના સંવેદનશીલ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. મરીન કમાન્ડોએ કોસા, લીમડીવાંઢ અને મોહાડી જેવા દરિયાઈ વિસ્તારોમાં સઘન ચકાસણી હાથ ધરી છે. વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિના કારણે દરિયામાં થતાં વિસ્ફોટોના કારણે મિસાઇલો, શંકાસ્પદ બોટો કે જહાજોનો ભંગાર કચ્છના કિનારે તણાઈ આવે તેવી પૂરેપૂરી સંભાવના છે. તેથી તેના પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
સુરક્ષા દળોએ સ્થાનિક માછીમારોને વિશ્વાસમાં લીધા છે અને કંઇપણ અજુગતુ જણાય તો તાત્કાલિક સુરક્ષા દળોને જાણ કરવા માટે જાણ કરવા જણાવાયું છે. આ જ સંદર્ભમાં જામનગરમાં પણ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તેમા એટીએસ અને કોસ્ટલ સિક્યોરિટીઝમાં એજીડીપી અમિતકુમાર વિશ્વકર્મા અને અન્ય ઉચ્ચ અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ મરીન કમાન્ડોએ જાત ચકાસણી કરી હતી. તેમણે જોડીયા બંદર, બાલચડી વિસ્તાર, સચાણા શિપ બ્રેકિંગ યાર્ડ અને જેટી ઉપરાંત સમગ્ર કોસ્ટલ પટ્ટીના લેન્ડિંગ પોઇન્ટ્સ અને ફિશિંગ સેન્ટરોનું ઝીણવટભર્યુ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
હાલમાં પશ્ચિમ એશિયામાં ચાલતા તનાવના સંજોગોનો લાભ લઈને કોઈપણ અરાજકતાવાદી તત્વ ભારતીય જળસીમામાં ઘૂસણખોરી કરી ન જાય તે હેતુથી આ કવાયત હાથ ધરવામાં આવી છે. કોઈપણ પ્રકારની ઘૂસણખોરીના પ્રયત્નને નિષ્ફળ બનાવવો તે જ સુરક્ષા દળો વ્યાપક પાયા પર દરિયામાં તપાસ રાખી રહ્યા છે. અરાજકતાવાદી તત્વો કોઈપણ રીતે યુદ્ધનો ફાયદો ઉઠાવીને કોઈ અટકચાળુ ન કરે તે જોવા માટે સુરક્ષા દળો સક્રિય છે. આગામી દિવસોમાં પણ આ પ્રકારનું સઘન પેટ્રોલિંગ જારી રહે તેવી સંભાવના છે.
આ પણ વાંચો: Brakeing News : કચ્છમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ આંચકો અનુભવાયો, 2001ની દુઃખદ ઘટના યાદ આવી
આ પણ વાંચો: Kutchમાં હવામાનની આગાહી કરતી કચેરીમાંથી નિકળ્યો અંગ્રેજી દારૂ, પટ્ટાવાળો વેચી રહ્યો હતો દારૂ..!
આ પણ વાંચો: ભૂજ થી નખત્રાણા ૪૫ કિ.મી. રોડ ફોર લેન હાઈ સ્પિડ કોરીડોર તરીકે ૯૩૭ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થશે
