Gujarat Local Body Election 2026/ સુરત મનપાની ચૂંટણીઃ ભાજપે રજૂ કર્યુ સંકલ્પ પત્ર

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે સુરત મનપામાં શાસક પક્ષ ભાજપે વિકાસનું સંકલ્પપત્ર જાહેર કર્યુ છે.

Top Stories Gujarat Surat Breaking News

Surat News:  સુરત મનપાની ચૂંટણીને લઈને ભાજપે સંકલ્પપત્ર રજૂ કર્યુ છે. સુરત ભાજપે પ્રદેશ પ્રમુખ અને નાણાપ્રધાન કનુભાઈ દેસાઈની હાજરીમાં સંકલ્પ પત્ર જાહેર કર્યુ છે. સુરતને ગુજરાતના ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે ત્યારે આ શહેર ડાયમંડની જેમ જ ચળકતું રહે તે માટેના પ્રયત્નો જારી રાખવામાં આવશે તેમ સંકલ્પ પત્રમાં જણાવવામાં આવ્યું છે.

કોમનવેલ્થ ગેમ્સના આયોજનમાં સુરતનો પણ સમાવેશ કરવામાં આવશે તેમ જણાવાયું છે. સુરત મહાનગરપાલિકાની જોડેના વીસેક ગામોને પાણી પૂરુ પાડવામાં આવશે તેમ સંકલ્પ પત્રમાં જણાવાયું છે. કોમનવેલ્થ ગેમ્સના આયોજનમાં સુરતનો પણ સમાવેશ કરવામાં આવશે તેમ જણાવાયું છે.  આ ઉપરાંત ખાસ ટેકનોલોજીથી શહેરના કચરાનો નિકાલ કરવામાં આવશે તેમ કહેવાયું છે.

સુરત અમદાવાદ અને મુંબઈની વચ્ચે આવે છે અને અહીંથી બંને શહેરો તેના સેન્ટરમાં પડે છે. તેથી તેને બુલેટ ટ્રેન કોરિડોરનો સૌથી મહત્ત્વનો હિસ્સો માનવામાં આવે છે. આ ઉપરાંત સુરતથી દક્ષિણ ભારત જવાનું સરળ પડે તેમ છે. તે બાબતને ધ્યાનમાં રાખીને સુરતની બીજા રાજ્યોના ઔદ્યોગિક કેન્દ્રો સાથેની કનેક્ટિવિટી વધારે મજબૂત બનાવવામાં આવશે.

સુરત ડાયમંડ સિટી હોવા ઉપરાંત ઓવરબ્રિજ સિટી તરીકે પણ ઓળખાય છે. આ આખા શહેરમાં એટલા બધા ઓવરબ્રિજ છે તેટલા કદાચ ભારતમાં બીજે ક્યાંય  કોઈ શહેરમાં લાગ્યા નથી. તેની સાથે સુરતના અગાઉના પાંચ વર્ષમાં કરેલા કામોની યાદી આપવામાં આવી છે. આના બાદ આગામી પાંચ વર્ષમાં સુરતમાં તંત્ર શું કરશે તે કામની યાદી આપવામાં આવી છે. સુરતમાં ભાજપના સંગઠનનું સૂત્ર સેવા એ જ સંગઠનાત્મક પર્વ છે એમ તેમણે જણાવ્યું હતું.


આ પણ વાંચો: રાજકોટમાં મનપા ચૂંટણી વખતે ભાજપમાં જ બબાલ

આ પણ વાંચો:વડોદરામાં પોસ્ટર વોરથી ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો, ગોત્રી-ભાયલી વિસ્તારમાં વિરોધનાં પોસ્ટર

આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાલનપુરમાં ફોર્મ પરત ખેંચાતા હાઇવોલ્ટેજ ડ્રામા