Travel News/ જંગલના રાજા સિંહને નજીકથી જોવા છે? આ 5 નેશનલ પાર્ક છે વન્યજીવ પ્રેમીઓની પહેલી પસંદ

નેશનલ વાઈલ્ડ લાઈફ મંથ નિમિત્તે ભારત અને આફ્રિકાના એવા 5 National Park વિશે જાણો જ્યાં સિંહ અને તેના પરિવારને નજીકથી જોવાનો લ્હાવો મળે છે. ગીરથી લઈને સેરેન્ગેટી સુધીની સફર.

Trending Tips & Tricks Lifestyle
National Park

Best Places to See Lions: વન્યજીવ પ્રેમીઓ (National Park) માટે આ એપ્રિલ મહિનાનો એક એવો સમય છે જ્યારે તેઓ કુદરત અને પ્રાણીઓની નજીક જઈ શકે છે. જો તમે સિંહને નજીકથી જોવા માંગતા હોવ, તો આ ૫ સ્થળો તમારા લિસ્ટમાં હોવા જોઈએ:

National Park

1.ગીર નેશનલ પાર્ક, ભારત (ગુજરાત)

તમને જાણીને ગર્વ થશે કે સમગ્ર પૃથ્વી પર ગુજરાતનું ગીર (National Park) એકમાત્ર એવું સ્થળ છે જ્યાં એશિયાઈ સિંહો (Asiatic Lions) જંગલમાં મુક્તપણે વિહાર કરતા જોવા મળે છે. ગીર નેશનલ પાર્ક (National Park) એક સુરક્ષિત અભયારણ્ય છે, જ્યાં તમે સિંહોની શિકાર કરવાની પદ્ધતિ અને તેમની દિનચર્યાને ખૂબ નજીકથી જોઈ શકો છો.

National Park

2.મસાઈ મારા નેશનલ રિઝર્વ, કેન્યા

આફ્રિકાનું આ સૌથી પ્રખ્યાત વન્યજીવ સંરક્ષણ ક્ષેત્ર છે. મસાઈ મારાની સફારી આખી દુનિયામાં જાણીતી છે. અહીં સિંહોને ઝીબ્રા અને વાઈલ્ડબીસ્ટના મોટા ઝુંડમાં શિકાર કરતા જોવા એ એક લ્હાવો છે. અહીં પ્રવાસીઓ ક્યારેય સિંહ જોયા વગર નિરાશ થઈને પાછા ફરતા નથી.

National Park

3.ન્ગોરોન્ગોરો ક્રેટર, તાંઝાનિયા

યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સામેલ આ સ્થળ સિંહોના વર્તનને સમજવા માટે શ્રેષ્ઠ છે. અહીં તમે જોઈ શકશો કે સિંહ પોતાના પરિવાર પ્રત્યે કેટલો રક્ષણાત્મક હોય છે અને તે પોતાના બચ્ચાઓનું ધ્યાન કેવી રીતે રાખે છે.

National Park

4.સેરેન્ગેટી નેશનલ પાર્ક, તાંઝાનિયા

વિશાળ મેદાનો માટે જાણીતો આ પાર્ક સિંહોની મોટી વસ્તી ધરાવે છે. અહીં બબૂલના ઝાડ નીચે આરામ કરતા કે ખુલ્લા મેદાનોમાં ફરતા સિંહોના ઝુંડ આસાનીથી જોવા મળે છે. વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફીના શોખીનો માટે આ સ્વર્ગ સમાન છે.

National Park

5.ક્રુગર National Park , સાઉથ આફ્રિકા

આ આફ્રિકાના સૌથી મોટા નેશનલ પાર્કમાંથી(National Park)  એક છે. અહીં તમે સિંહ પરિવારના સભ્યો વચ્ચેનો પરસ્પર પ્રેમ અને વર્તન જોઈ શકો છો. ગીચ ઝાડીઓથી લઈને ખુલ્લા મેદાનો સુધી, અહીં સિંહોનો જ ઠાઠ જોવા મળે છે.


આ પણ વાંચો:  પલટી નાખ્યો દુનિયાનો નકશો! દરિયાની વચ્ચે બનેલા આ મેન-મેડ આઇલેન્ડ્સ જોઈને તમે પણ ચોંકી જશો

આ પણ વાંચો:  જાણો ભારતનું કયું શહેર કહેવાય છે ‘ચોકલેટ સિટી’, જ્યાંની ગલીઓમાં મહેકે છે ચોકલેટની સુગંધ