Kutch News/ ભુજમાં આઈસક્રીમ એકમ પર ફૂડ સેફ્ટી વિભાગનો દરોડો, શંકાસ્પદ નમૂનાઓ લેબમાં મોકલાયા

કચ્છ (Kutch) ના મુખ્ય મથક ભુજમાં લોકોના આરોગ્યને જોખમમાં મૂકતા એકમો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કડક વલણ અપનાવ્યું છે.

Top Stories Gujarat
Kutch

Kutch News: ઉનાળાની તીવ્ર ગરમી નજીક આવતાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને જાહેર આરોગ્યને સુરક્ષિત રાખવા માટે ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર સક્રિય બન્યું છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં અચાનક ચકાસણીઓ શરૂ કરવામાં આવી છે, જેમાં ભુજ તાલુકામાં આવેલી એક આઈસક્રીમ બનાવટ અને વેચાણ કરતી એકમ પર પણ તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે.

Kutch

મળતી માહિતી મુજબ, ભુજમાં રધુવંશી સર્કલ નજીક આવેલી નંદની આઈસક્રીમ (રસિકલાલ) નામની એકમમાં ફૂડ સેફ્ટી અધિકારીઓ દ્વારા ઓચિંતી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન અધિકારીઓએ વિવિધ પ્રકારની આઈસક્રીમની ગુણવત્તા અંગે શંકા વ્યક્ત કરતાં “કેસર પીસ્તા” અને “બ્લેક કરંટ” ફ્લેવરના નમૂનાઓ એકત્રિત કરી લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. હવે આ નમૂનાઓના રિપોર્ટના આધારે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરાશે.

Kutch

તપાસ દરમિયાન વધુમાં જાણવા મળ્યું કે સ્થળ પર ઉપયોગમાં લેવાતા કેટલાક રો મટિરિયલ જેમ કે એસેન્સ, ફ્લેવર અને કલર એક્સપાયરી ડેટ પસાર થયેલા હતા. આ બાબત ગંભીર માનતા અધિકારીઓએ પેઢીના માલિકને તાકીદ કરી અને જાહેર આરોગ્ય સાથે કોઈ પણ પ્રકારની ચેડાં ન થાય તે માટે આવા તમામ સામાનનો તાત્કાલિક નાશ કરાવવામાં આવ્યો. અંદાજે 5 કિલો જેટલો આ માલ સ્થળ પર જ નષ્ટ કરવામાં આવ્યો, જેની કિંમત આશરે 10 હજાર રૂપિયા જેટલી ગણવામાં આવી રહી છે.


આ પણ વાંચોઃ તમે રસોઈમાં નકલી ઘી વાપરતાં તો નથી ને? આખરે ચકાસણી કેવી રીતે કરવી…

આ પણ વાંચો: પાટણ SOG અને ફૂડ વિભાગની સંયુક્ત કાર્યવાહી! નકલી ઘી બાદ નકલી તેલ જપ્ત કર્યુ

આ પણ વાંચો:  બનાસકાંઠામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ત્રાટક્યું, તેલનો લાખો રૂપિયાનો જથ્થો જપ્ત કરાયો