Tariff News/ ટ્રમ્પને અમેરિકન કોર્ટનો મોટો ઝટકો! 10% ગ્લોબલ ટેરિફ ગેરકાનૂની જાહેર

અમેરિકન ટ્રેડ કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) પ્રશાસન દ્વારા લાદવામાં આવેલા 10% ગ્લોબલ ટેરિફને ગેરકાનૂની ગણાવી મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટએ 5 દિવસમાં વસૂલાયેલો ટેક્સ પરત કરવાનો આદેશ આપતા ટ્રમ્પની વેપાર નીતિને મોટો ફટકો પડ્યો છે.

Top Stories World Breaking News
10% ગ્લોબલ ટેરિફ મામલે Donald Trump પ્રશાસન કોર્ટમાં હાર્યું

Tariff News: ઈરાન (Iran) સાથે વધતા તણાવ અને વૈશ્વિક અનિશ્ચિતતાના માહોલ વચ્ચે અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ને વેપાર નીતિના મુદ્દે મોટો કાયદાકીય ઝટકો લાગ્યો છે. અમેરિકન ટ્રેડ કોર્ટે ટ્રમ્પ પ્રશાસન દ્વારા લાદવામાં આવેલા 10 ટકા ગ્લોબલ ટેરિફને ગેરબંધારણીય અને ગેરકાનૂની જાહેર કર્યો છે.

Donald Trumpની વેપાર નીતિ પર કોર્ટનો પ્રહાર

કોર્ટના ચુકાદા મુજબ, ટ્રમ્પ (Donald Trump) પ્રશાસને 1974ના ટ્રેડ એક્ટની કલમ 122 નો ખોટો ઉપયોગ કરીને આ ટેરિફ (Tariff) લાગુ કર્યા હતા. આ કલમનો ઉપયોગ માત્ર આર્થિક કટોકટી જેવી કે ચુકવણી સંતુલનમાં ગંભીર ખાધ અથવા ડોલરની કિંમતમાં ભારે ઘટાડા જેવી પરિસ્થિતિમાં જ થઈ શકે છે. જોકે અદાલતે સ્પષ્ટ કર્યું કે અમેરિકા હાલમાં આવી કોઈ કટોકટીમાંથી પસાર થઈ રહ્યું નથી.

Trump Tariff

ફેબ્રુઆરીમાં લાગુ કરાયેલા આ ટેરિફ (Tariff) સામે 24 રાજ્યો અને અનેક નાના ઉદ્યોગ સાહસિકોએ વિરોધ નોંધાવ્યો હતો. મામલો કોર્ટ સુધી પહોંચતા હવે ટ્રેડ કોર્ટે 2-1 ની બહુમતીથી ટ્રમ્પ પ્રશાસન વિરુદ્ધ ચુકાદો આપ્યો છે.

અદાલતે મહત્વનો આદેશ આપતા જણાવ્યું છે કે આ ટેરિફ (Tariff) હેઠળ વસૂલાયેલા નાણાં આગામી 5 દિવસમાં ફરિયાદી પક્ષોને પરત કરવામાં આવે. જોકે સ્ટીલ, એલ્યુમિનિયમ અને ઓટોમોબાઈલ ક્ષેત્ર પર લાગુ કેટલાક અન્ય ટેરિફ હાલ યથાવત રહેશે.

ટ્રમ્પ (Donald Trump) પ્રશાસને પોતાના નિર્ણયના બચાવમાં અમેરિકાની 1.2 ટ્રિલિયન ડોલરની વેપાર ખાધનો ઉલ્લેખ કર્યો હતો. હવે આ મામલો અમેરિકન અપીલ કોર્ટ સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે ઈરાન સાથેના વધતા તણાવ વચ્ચે આ ચુકાદો ટ્રમ્પ માટે રાજકીય અને આર્થિક રીતે મોટો પડકાર બની શકે છે.


આ પણ વાંચો:ડોનાલ્ડ ટ્રમ્પએ ઈરાનના 14-મુદ્દાના પ્રસ્તાવને નકાર્યો, કહ્યું- “સ્વીકાર્ય નહીં હોય”

આ પણ વાંચો:ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન, ક્યુબા પર મજાકમાં મોટો સંકેત, યુએસ શક્તિ પ્રદર્શનની ચર્ચા

આ પણ વાંચો:ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને ચેતવણી, પરમાણુ હથિયાર પર ‘કોઈ સમાધાન નહીં’, વૈશ્વિક તણાવ વધ્યો