Surat News: સુરત શહેરના અઠવાલાઈન્સ વિસ્તારમાં માનવતા અને પરિવારિક સંબંધોને શરમજનક બનાવતી એક ગંભીર ઘટના સામે આવી છે. પાવરલિફ્ટિંગ (Powerlifter Girl Case)ની પ્રેક્ટિસ કરતી 14 વર્ષીય કિશોરીએ પોતાના જ પિતરાઈ ભાઈ સામે છેડતી અને માનસિક હેરાનગતિની ફરિયાદ નોંધાવી છે. આરોપી યુવક જિમ ટ્રેનર તરીકે કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે.
14 વર્ષની પાવરલિફ્ટર (Powerlifter Girl Case) સાથે છેડતી
માહિતી મુજબ, સગીરા પોતાના પિતરાઈ ભાઈ પાસે જ પાવરલિફ્ટિંગ (Powerlifter Girl Case)ની ટ્રેનિંગ લેતી હતી. ટ્રેનિંગ દરમિયાન આરોપીએ વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવી કિશોરી સાથે અયોગ્ય વર્તન શરૂ કર્યું હતું. ફરિયાદ મુજબ, આરોપીએ સગીરા સમક્ષ અશ્લીલ હરકતો કરી અને અયોગ્ય માંગણીઓ મૂકી હતી.

ઘટનાનો વિરોધ કરતા કિશોરીને આરોપીએ સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હતી. ડર અને માનસિક દબાણ વચ્ચે જીવતી કિશોરીએ આખરે હિંમત કરીને સમગ્ર મામલો પરિવારને જણાવ્યું હતું. ત્યારબાદ પરિવારજનોએ પોલીસનો સંપર્ક કરતાં મામલો સામે આવ્યો હતો.
પોલીસે સગીરાની ફરિયાદના આધારે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટનાએ સુરત શહેરમાં ભારે ચકચાર મચાવી છે. સાથે જ બાળ સુરક્ષા અને ટ્રેનિંગ સેન્ટરોમાં સગીરાઓની સલામતી અંગે પણ અનેક સવાલો ઉભા થયા છે.
આ પણ વાંચો:સુરતના કમરુનગરમાં છેડતી બાબતે લોહિયાળ ખેલ, પાંચ શખ્સોના હુમલામાં એકનું મોત
આ પણ વાંચો:સુરતના અલથાણમાં સગીરા સાથે છેડતીનો પ્રયાસ, લોકોએ આરોપીને પકડીને માર્યો ઢોરમાર
આ પણ વાંચો:સુરતમાં 13 વર્ષની માસૂમની જાહેરમાં છેડતી, બાઈક સવાર બોલ્યો- ‘ચાલ ગાડીમાં બેસી જા’
