Breaking News/ અમદાવાદમાં ગોડાઉનમાં ભીષણ આગ, જોધપુર BRTS પાસે દોડ્યું ફાયરબ્રિગેડ

અમદાવાદના જોધપુર વિસ્તારમાં BRTS બસ સ્ટેન્ડ પાસે મેડિકલ એજન્સીના ગોડાઉનમાં આગ લાગતા ફાયરબ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ (Ahmedabad Fire) બુઝાવવાની કામગીરી ચાલુ છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Ahmedabad Fire:Jodhpur BRTS નજીક મેડિકલ ગોડાઉનમાં આગ

Breaking News: અમદાવાદ શહેરના જોધપુર વિસ્તારમાં આવેલ BRTS બસ સ્ટેન્ડ નજીક આજે પારસ મેડિકલ એજન્સીના દવાના ગોડાઉનમાં આગ (Ahmedabad Fire) લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા વિસ્તારમાં ભારે દહેશતનો માહોલ સર્જાયો હતો અને દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ, ગોડાઉનમાં આગ (Ahmedabad Fire) લાગતા જ સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયરબ્રિગેડની ચાર ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો હતો.

Ahmedabad Fire
Ahmedabad Fire

ગોડાઉનમાં ભારે ધુમાડો

ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર ગોડાઉનમાં દવાઓ અને અન્ય સામગ્રી હોવાના કારણે ભારે ધુમાડો ફેલાયો છે, જેના કારણે આગ બુઝાવવાની કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. ફાયર ટીમ સતત અંદર સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.

આગ (Ahmedabad Fire)નું કારણ હજુ અકબંધ

હાલ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટ અથવા જ્વલનશીલ સામગ્રીના કારણે આગ ભભૂકી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો:અમદાવાદના સાણંદ GIDCની કંપનીમાં ભીષણ આગ, દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા

આ પણ વાંચો:અમદાવાદમાં શેલા પછી મેમનગરમાં અક્ષર આર્કેડમાં આગની ઘટના

આ પણ વાંચો:અમદાવાદમાં કાલુપુરના રેવડી બજારમાં ભીષણ આગ, 30થી વધુ દુકાનો બળીને ખાખ