Breaking News: રાજકોટ શહેરના ન્યારી ડેમ રોડ વિસ્તારમાં ગેરકાયદે હથિયાર સાથે યુવકોને ઝડપી પાડવાની ઘટના સામે આવી છે. Rajkot SOGને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી. માહિતી મુજબ કેટલાક યુવકો રિવોલ્વર સાથે ફોટા અને સોશિયલ મીડિયા માટે રીલ બનાવી રહ્યા હતા.આ પ્રવૃત્તિ અંગે માહિતી મળતા પોલીસે તરત જ કાર્યવાહી કરી હતી.
Rajkot SOGનું મોટું એક્શન
પોલીસે કાર્યવાહી દરમિયાન એક રિવોલ્વર (Revolver) તેમજ લક્ઝરી GT Mustang કાર સહિત કુલ લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.સમગ્ર મામલે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં ઝડપાયેલા આરોપી પાસે મળેલું હથિયાર અન્ય વ્યક્તિ સાથે જોડાયેલું હોવાનું સામે આવ્યું હોવાનું પોલીસ સૂત્રો જણાવે છે.હાલ હથિયાર ક્યાંથી આવ્યું અને તેનો ઉપયોગ શું માટે થવાનો હતો તે દિશામાં તપાસ ચાલી રહી છે.પોલીસ તપાસમાં ઝડપાયેલા આરોપી સામે અગાઉ પણ વિવિધ ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાં મારામારી અને તોડફોડ જેવા કેસોમાં પણ તેનું નામ સામે આવ્યું હોવાનું કહેવાય છે.છેલ્લા કેટલાક સમયમાં સોશિયલ મીડિયા પર હથિયારો સાથે રીલ બનાવવાના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે.પોલીસ દ્વારા આવા કિસ્સાઓમાં કડક કાર્યવાહી કરીને કાયદો અને વ્યવસ્થા જાળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર રોફ જમાવવાનો ટ્રેન્ડ
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સોશિયલ મીડિયા પર હથિયારો અને લક્ઝરી કાર સાથે વીડિયો બનાવી રોફ જમાવતો હતો.છેલ્લા સમયમાં આવા વીડિયો અને રીલ્સ સામે પોલીસ વધુ કડક બની રહી છે.
પોલીસ તપાસ વધુ તેજ
હાલ પોલીસે હથિયાર ક્યાંથી આવ્યું, અન્ય કોણ સંડોવાયેલું છે અને ગેરકાયદે પ્રવૃત્તિઓ સાથે કોઈ કડી છે કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરી છે.સમગ્ર મામલો હવે ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો:Rajkot SOGએ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું
આ પણ વાંચો:રાજકોટમાં SOGનો સપાટોઃ જસદણમાંથી 108 કિલો ગાંજો ઝડપાયો, ત્રણની ધરપકડ
આ પણ વાંચો:રાજકોટમાં નકલી બીડીનું કારખાનું ઝડપાયું, SOGએ કરી કાર્યવાહી
