Bhavnagar News/ ભાવનગરમાં ભયાનક અકસ્માતઃ કારમાં બઠેલા ત્રણેયના ઘટનાસ્થળે મોત

ભાવનગર-ધોલેરા રોડ પર ભાલ પંથકમાં આવેલા ભડભીડ ટોલ પ્લાઝા પાસે ગઈકાલે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગાડીમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

Top Stories Gujarat Others Breaking News

Bhavnagar News: ભાવનગર-ધોલેરા રોડ પર ભાલ પંથકમાં આવેલા ભડભીડ ટોલ પ્લાઝા પાસે ગઈકાલે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગાડીમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઊભેલા કન્ટેનર સાથે બેફામ સ્પીડે દોડતી કાર અથડાયા બાદ કાર પલટી ગઈ હતી. તેના પગલે કારમાં બેઠેલા ત્રણેયના ઘટનાસ્થળે મોત થયા હતા. ભાવનગર પોલીસે ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં મોકલી આપ્યા છે.

ઝડપને કારણે Accident

પ્રાપ્ત અહેવાલો અનુસાર, ભડભીડ ટોલ પ્લાઝાથી લગભગ 1 કિલોમીટર દૂર ક્રીક નંબર 3 નજીક આ અકસ્માત થયો હતો. એક કાર બેફામ સ્પીડે ધીમે-ધીમે ચાલતા કન્ટેનરના પાછળના ભાગ સાથે અથડાઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે કાર સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગઈ હતી અને ત્રણેય મુસાફરો વિરેન્દ્રસિંહ કિરીટસિંહ સરવૈયા, બલભદ્રસિંહ રણજીતસિંહ ચુડાસમા અને ઇમ્તિયાઝ મલેકના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

સ્થાનિકો મદદે દોડ્યા

અકસ્માતની માહિતી મળતાં, સ્થાનિક રહેવાસીઓ અને બચાવ ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ત્રણેય મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. અકસ્માતના સમાચાર મળતાં જ, મોટી સંખ્યામાં સંબંધીઓ અને સ્થાનિક રહેવાસીઓ હોસ્પિટલમાં એકઠા થઈ ગયા હતા, જેના કારણે સમગ્ર હોસ્પિટલ પરિસરમાં શોકનું વાતાવરણ સર્જાયું હતું. સ્થાનિક પોલીસે ગુનો નોંધી અકસ્માતના કારણ અંગે વધુ કાનૂની તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો :  અમદાવાદ ધોલેરા-ભાવનગર હાઇવે પર અકસ્માત, લક્ઝરી બસે રોડ પર મારી પલટી

આ પણ વાંચો : ભાવનગર,વડોદરામાં અકસ્માતોનો દોર, ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં ખસેડાયા

આ પણ વાંચો : ભાવનગરના જેસર નજીક ગોઝારો કાર અકસ્માત, ત્રણ લોકો ઇજાગ્રસ્ત