Vadodara News/ વડોદરામાં શિવલિંગ પર જેસીબી ફેરવાયું, સ્થાનિકોમાં ભારે રોષ

વડોદરાના છાણી TP-13 વિસ્તારમાં કોમન પ્લોટમાં સ્થાપિત શિવલિંગ (Vadodara Shivling controversy)ને JCBથી તોડી પાડવાના મામલે ભારે વિવાદ સર્જાયો છે. સ્થાનિક રહીશોએ ધાર્મિક લાગણી દુભાઈ હોવાનો આક્ષેપ કર્યો છે, જ્યારે VMC અધિકારી સામે મનમાનીના આરોપો ઉઠ્યા છે.

Top Stories Gujarat Vadodara Breaking News
Vadodara Shivling controversy:શિવલિંગ તોડાતા લોકોમાં રોષ

Vadodara News: વડોદરા શહેરના છાણી TP-13 વિસ્તારમાં આવેલી આનંદદીપ સોસાયટીમાં સ્થાપિત શિવલિંગ (Vadodara Shivling controversy) તોડી પાડવાના મામલે ભારે વિવાદ સર્જાયો છે. સ્થાનિક રહીશોનો આરોપ છે કે વીએમસીના એક અધિકારીએ કોઈ નોટિસ કે પૂર્વ જાણ કર્યા વગર કોર્પોરેશનનું જેસીબી બોલાવી શિવલિંગ અને તેનો ઓટલો તોડી પાડ્યો હતો. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ધાર્મિક લાગણી દુભાઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

વૃદ્ધો માટે સ્થાપિત કરાયું હતું શિવલિંગ

સોસાયટીના રહીશો દ્વારા કોમન પ્લોટમાં શ્રદ્ધાપૂર્વક શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યું હતું. સોસાયટીમાં રહેતી વૃદ્ધ મહિલાઓ અને વડીલોને દૂર મંદિર સુધી જવામાં મુશ્કેલી પડતી હોવાથી અહીં પૂજા-અર્ચના માટે નાનું ધાર્મિક સ્થળ બનાવાયું હતું.રહીશોનું કહેવું છે કે અહીં કોઈ પાકું બાંધકામ કરવામાં આવ્યું નહોતું, પરંતુ માત્ર એક ઓટલો બનાવી તેના પર શિવલિંગ સ્થાપિત કરાયું હતું. આ માટે સોસાયટીના લોકોએ ફાળો એકત્રિત કર્યો હતો.

VMC અધિકારી સામે મનમાનીના આરોપ

સ્થાનિકોના આક્ષેપ મુજબ, સોસાયટીમાં રહેતા અને કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગમાં ફરજ બજાવતા કીર્તિ ચાર્પોટે કોઈ પણ પ્રકારની કાયદાકીય પ્રક્રિયા કે નોટિસ વિના કોર્પોરેશનનું JCB બોલાવી શિવલિંગનો ઓટલો તોડી પાડ્યો હતો.રહીશોનું કહેવું છે કે બાદમાં શિવલિંગને નજીકની કેનાલમાં પધરાવી દેવામાં આવ્યું હતું. આ કાર્યવાહી બાદ સોસાયટીના લોકોમાં ભારે નારાજગી ફાટી નીકળી હતી.

Vadodara Shivling controversy
Vadodara Shivling controversy

Vadodara Shivling controversy: “આવું તો મુઘલોના શાસનમાં થતું હતું”

સોસાયટીની વૃદ્ધ મહિલા શશી ત્રિપાઠીએ જણાવ્યું હતું કે સોસાયટીના અનેક વૃદ્ધો મંદિર સુધી જઈ શકતા નથી. તેથી લોકોએ મળીને આ જગ્યા સાફ કરી વૃક્ષો વાવ્યા અને શિવલિંગ (Vadodara Shivling controversy) સ્થાપિત કર્યું હતું.તેમણે આક્ષેપ કર્યો કે કોઈ જાણ કર્યા વગર અચાનક શિવલિંગ તોડી પાડવામાં આવ્યું. તેમના શબ્દોમાં, “આવું તો મુઘલોના શાસનમાં થતું હતું.”

“સ્થાપના બાદ માત્ર ચાર કલાકમાં તોડી પાડ્યું”

અન્ય એક રહીશ આશિષ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે શિવલિંગ (Vadodara Shivling controversy) સ્થાપિત થયાના માત્ર ચાર કલાકમાં જ તેને ગેરકાયદેસર બાંધકામ ગણાવી તોડી પાડવામાં આવ્યું હતું.તેમણે જણાવ્યું કે આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી, પરંતુ પોલીસે સમાધાન કરવાની વાત કહી ફરિયાદ લેવામાં રસ દાખવ્યો નહોતો.

VMC અધિકારીએ શું કહ્યું?

આ મામલે VMC અધિકારી કીર્તિ ચાર્પોટે જણાવ્યું હતું કે સોસાયટીના 51 મકાનોમાંથી 33થી વધુ મકાનધારકો મંદિરના વિરોધમાં હતા. તેથી શિવલિંગ (Vadodara Shivling controversy)નો ઓટલો હટાવી શિવલિંગને આસ્થાભેર કેનાલમાં પધરાવી દેવામાં આવ્યું હતું.જોકે કોર્પોરેશનનું જેસીબી કેમ ઉપયોગમાં લેવાયું તે મુદ્દે તેઓ સ્પષ્ટ જવાબ આપી શક્યા નહોતા.

તંત્રની કામગીરી સામે સવાલો

આ ઘટનાને પગલે અનેક સવાલો ઊભા થયા છે. સામાન્ય રીતે ધાર્મિક સ્થળ કે પ્રતીક હટાવવા પહેલા નોટિસ અને કાયદાકીય પ્રક્રિયા જરૂરી માનવામાં આવે છે. પરંતુ આ કેસમાં સીધી જેસીબી કાર્યવાહી થતાં લોકોમાં તંત્ર સામે અસંતોષ ફેલાયો છે.સ્થાનિક મહિલાઓ અને રહીશો મોટી સંખ્યામાં એકત્રિત થઈ વિરોધ નોંધાવ્યો હતો અને કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી હતી.


આ પણ વાંચો:રાજકોટમાં મધરાતે મંદિરો પર બુલડોઝર કાર્યવાહી: મવડી ચોક ખાતે સ્થાનિકોનો વિરોધ, 48 કલાકમાં મંદિર નાનું કરવાની ખાતરી

આ પણ વાંચો:સોમનાથ મંદિર પાસે બુલડોઝર એક્શન કેસમાં મુસ્લિમ પક્ષને ન મળી રાહત, સુપ્રીમ કોર્ટે આપ્યો આ આદેશ

આ પણ વાંચો:ગુજરાતની ગેરકાયદે દરગાહ પર દોડ્યું બુલડોઝર, વહીવટીતંત્રે કરી જમીનદોસ્ત, 2 મંદિરો સામે પણ કાર્યવાહી