Ahmedabad News: અમદાવાદ શહેરની કાગડાપીઠ પોલીસે છેલ્લા સાત વર્ષથી ગુજરાત અને મુંબઈના વેપારીઓને નિશાન બનાવી કરોડોની ઓનલાઇન છેતરપિંડી (Ahmedabad Fraud Gang) કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ભુજમાંથી બે આરોપીઓની ધરપકડ કરીને મોટી ઠગાઈના જાળાને બહાર લાવ્યું છે.આરોપીઓ વેપારીઓને આંગડિયા પેઢીમાંથી બોલતા હોવાનો વિશ્વાસ અપાવી ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર કરાવતા હતા.
Ahmedabad Fraud Gang: ભુજના બે શાતિર આરોપીઓ ઝડપાયા
પોલીસ તપાસ દરમિયાન ઝડપાયેલા આરોપીઓમાં જગદીશભાઈ રસીકલાલ મણીલાલ ઠક્કર (ઉંમર 36 વર્ષ) અને મુકેશ પરસોત્તમભાઈ ચેલારામ સોરઠિયા (ઉંમર 37 વર્ષ) નો સમાવેશ થાય છે.બંને આરોપીઓ કચ્છના ભુજના રહેવાસી હોવાનું સામે આવ્યું છે અને છેલ્લા ઘણા વર્ષોથી વેપારીઓને નિશાન બનાવી છેતરપિંડી કરતા હતા.
Google અને YouTube પરથી શોધતા વેપારીઓના નંબર
પોલીસ તપાસમાં ખુલાસો થયો કે આરોપીઓ સૌપ્રથમ Google અને YouTube પરથી જથ્થાબંધ વેપારીઓના મોબાઇલ નંબર મેળવતા હતા.ત્યારબાદ તેઓ વેપારી બની માલસામાનના ફોટા અને બિલ મંગાવતા. બિલ તૈયાર થયા બાદ એક આરોપી અવાજ બદલી પોતે આંગડિયા પેઢીમાંથી બોલતો હોવાનો દાવો કરતો હતો.
“વધારે રૂપિયા ગયા છે” કહી કરતા હતા છેતરપિંડી
આરોપીઓ વેપારીઓને કહેતા કે તમારું પેમેન્ટ આવી ગયું છે અને ટોકન નંબર પણ આપતા હતા. થોડા સમય બાદ ફરી ફોન કરીને કહેવામાં આવતું કે ભૂલથી 10 થી 15 હજાર રૂપિયા વધારે ચૂકવાઈ ગયા છે અને આ રકમ અન્ય વેપારીને મોકલવાની છે.ત્યારબાદ QR કોડ મોકલી વેપારીઓને ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર કરાવી લેવામાં આવતા હતા.આ રીતે વિશ્વાસમાં આવી વેપારીઓ લાખો રૂપિયાની છેતરપિંડી (Ahmedabad Fraud Gang)નો ભોગ બનતા હતા.
ગુજરાતથી મુંબઈ સુધી ફેલાયેલું ઠગાઈનું જાળું
પોલીસ તપાસ મુજબ આરોપીઓએ માત્ર અમદાવાદ (Ahmedabad Fraud Gang) જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને મુંબઈના વેપારીઓને ટાર્ગેટ બનાવ્યા હતા.મોબાઇલ એસેસરીઝ, કાજુ-બદામ, ઘડિયાળ, કપડાં, કટલેરી અને નટ-બોલ્ટના વેપારીઓ સાથે પણ ઠગાઈ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.મુંબઈમાં જ અંદાજે એક કરોડ રૂપિયાનો માલસામાન છેતરપિંડીથી મેળવ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
પોલીસે મુદ્દામાલ કબજે કર્યો
કાગડાપીઠ પોલીસે હાલ આરોપીઓ પાસેથી મોબાઇલ એસેસરીઝ તેમજ રૂપિયા 27,250 નો મુદ્દામાલ કબજે કર્યો છે. સાથે જ અન્ય ગુનાઓમાં પણ તેમની સંડોવણી અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.પોલીસ હવે આરોપીઓના બેંક ટ્રાન્ઝેક્શન, મોબાઇલ ડેટા અને અન્ય સંપર્કોની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:‘AAP’ના ખેસ પાછળ હપતાખોરી, યુવા નેતાની વેપારીઓને ડરાવી લાખોની ખંડણી!
આ પણ વાંચો:સુરતમાં સોનાના વેપારીઓ સાથે મોટી છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ
