કર્ણાટકના ભાજપનાં અધ્યક્ષ બી.એસ. યેદિ્યુરપ્પા દ્વારા સ્પષ્ટ પણે કહી દેવામા આવ્યું છે કે સોમવારે એચ.ડી. કુમારસ્વામી સરકાર માટેનો છેલ્લો દિવસ હશે. કુમારસ્વામી સરકાર પાસે બહુમતીનો આંકડો છે જ નહીં, ત્યારે તેને જેની પાસે બહુમતી છે તેમને સરકાર બનાવવા દેવી જોઇએ. અમારી પાસે જ્યારે બહુમતી છે, સ્પષ્ટ બહુમતી છે ત્યારે તેઓ સરકાર બનાવવા માટે સંખ્યા ધરાવતા લોકોને સરકાર રચવાની મંજૂરી કેમ આપતા નથી. અમારી પાસે 106 સભ્યો છે, જે સંપૂર્ણપણે બહુમતી કરતા પણ હાલની સ્થિતિમાં વધારે સંખ્યા છે. જે ધારાસભ્યો મુંબઇમાં છે તેને વિધાનસભા સત્રમાં ભાગ લેવા માટે દબાણ નથી કરી શકતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
