Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat News/ ઓપરેશન મ્યૂલ હન્ટ: 2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ

ગુજરાત પોલીસનું ઓપરેશન મ્યૂલ હન્ટ (Operation Mule Hunt)રાજ્યમાં સાયબર ગુનાઓ સામેની લડતમાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયું છે

June 2, 2026June 2, 2026Nikunj Patel
Top Stories Gujarat
ગુજરાતમાં સાયબર ગુનેગારો સામે રાજ્ય પોલીસ દ્વારા હાથ ધરાયેલા ‘ઓપરેશન મ્યૂલ હન્ટ’ (Operation Mule Hunt)હેઠળ મોટી સફળતા મળી છે

Gujarat News : ગુજરાતમાં સાયબર ગુનેગારો સામે રાજ્ય પોલીસ દ્વારા હાથ ધરાયેલા ‘ઓપરેશન મ્યૂલ હન્ટ’ (Operation Mule Hunt)હેઠળ મોટી સફળતા મળી છે. રાજ્યભરમાં ચલાવવામાં આવેલી આ વિશેષ ઝુંબેશ દરમિયાન કુલ 2289 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડ (Cyber Fraud)નો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન 565 FIR નોંધાઈ છે, જ્યારે 638 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

રાજ્યના નાગરિકોને સાયબર સુરક્ષિત રાખવા અને સાયબર ક્રિમિનલ્સની કમર તોડી નાંખવાના ઉદ્દેશ્ય સાથે આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

આવતી કાલથી “ઓપરેશન મ્યુલ હંટ 2.0” અંતર્ગત રાજ્યભરના તમામ જિલ્લાઓમાં મ્યુલ એકાઉન્ટ સર્જીકલ સ્ટ્રાઈક કરવા કડક આદેશ આપવામાં આવ્યા છે.

રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન.રાવ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ બેઠકમાં જોડાયા. તમામ શહેરના પોલીસ કમિશનર તેમજ તમામ જિલ્લાના પોલીસ વડાઓ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકમાં જોડાયા હતા.

રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસ અને સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ (CCOE) દ્વારા મ્યૂલ એકાઉન્ટ્સ (Operation Mule Hunt)સામે વ્યાપક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન 913 મ્યૂલ એકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરવામાં આવી અને 4052 સાયબર ગુના (Cyber Fraud)ઓની ઓળખ કરવામાં સફળતા મળી હતી.

શું છે મ્યૂલ એકાઉન્ટ?

મ્યૂલ એકાઉન્ટ એવા બેંક ખાતા છે, જેનો ઉપયોગ સાયબર ગુનેગારો છેતરપિંડીથી મેળવેલા નાણાંને ટ્રાન્સફર કરવા અથવા છુપાવવા માટે કરે છે. આવા ખાતાધારકોને ‘મની મ્યૂલ’ તરીકે ઓળખવામાં આવે છે. ઘણી વખત લોકો અજાણતા પણ પોતાના ખાતાનો ઉપયોગ આવા ગેરકાયદેસર વ્યવહારો માટે થવા દેતા હોય છે.

ઓપરેશન મ્યૂલ હન્ટની મોટી સફળતા

ગુજરાત પોલીસ દ્વારા 2025 દરમિયાન ચલાવવામાં આવેલા ઓપરેશન મ્યૂલ હન્ટ (Operation Mule Hunt)1.0માં અદ્યતન ડેટા એનાલિટિક્સ અને ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને સમગ્ર રાજ્યમાં સાયબર ગુનાઓ સાથે જોડાયેલા મ્યૂલ એકાઉન્ટ્સને ટ્રેક કરવામાં આવ્યા હતા. ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C), NCRP પોર્ટલ અને 1930 હેલ્પલાઇન દ્વારા પ્રાપ્ત માહિતીના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી હતી.

આ ઓપરેશનના પરિણામે ચેક મારફતે થતી શંકાસ્પદ રકમની ઉપાડમાં 75 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. માસિક ચેક ઉપાડ 126 કરોડ રૂપિયાથી ઘટીને 25 કરોડ રૂપિયા સુધી પહોંચ્યો હતો. એટીએમ દ્વારા થતા ઉપાડમાં પણ 66 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો.

હવે AI કરશે શંકાસ્પદ ખાતાઓની ઓળખ

સાયબર ફ્રોડ સામેની લડતને વધુ મજબૂત બનાવવા માટે RBIના માર્ગદર્શન હેઠળ ઇન્ડિયન ડિજિટલ પેમેન્ટ ઇન્ટેલિજન્સ કોર્પોરેશન (IDPIC) દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત રિસ્ક સ્કોરિંગ સિસ્ટમ અમલમાં મુકવામાં આવી રહી છે.

આ સિસ્ટમ દરેક ટ્રાન્ઝેક્શનને Low Risk, Medium Risk અને High Risk કેટેગરીમાં વર્ગીકૃત કરશે. જેના આધારે બેંકો શંકાસ્પદ એકાઉન્ટ્સ સામે ઝડપી કાર્યવાહી કરી શકશે. ઉપરાંત mulehunter.ai નામની રજિસ્ટ્રી પણ તૈયાર કરવામાં આવી છે, જે બેંકો વચ્ચે માહિતી વહેંચવામાં મદદરૂપ બનશે.

ડિજિટલ ઇન્ડિયા સાથે વધી રહી છે સાયબર સુરક્ષાની જરૂરિયાત

દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં અભૂતપૂર્વ વધારો થયો છે. ઇન્ટરનેટ અને UPIના વધતા ઉપયોગ સાથે સાયબર સુરક્ષાનું મહત્વ પણ વધ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે નાગરિકોની જાગૃતિ અને ટેક્નોલોજી આધારિત દેખરેખથી જ સાયબર ગુનાઓ પર અસરકારક નિયંત્રણ મેળવી શકાય છે.

ગુજરાત પોલીસનું ઓપરેશન મ્યૂલ હન્ટ (Operation Mule Hunt)રાજ્યમાં સાયબર ગુના (Cyber Fraud)ઓ સામેની લડતમાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયું છે, જેનાથી હજારો કરોડ રૂપિયાના ફ્રોડ નેટવર્કનો ભાંડો ફૂટ્યો છે અને સાયબર ગુનેગારોને કડક સંદેશો મળ્યો છે.


આ પણ વાંચો : આઇફોન યુઝર એલર્ટ, ખોવાયેલા આઇફોનના નામે થઈ રહી છે નવી હાઇબ્રિડ સાયબર ફ્રોડ, I4Cની મોટી ચેતવણી

આ પણ વાંચો : ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0: ગુજરાતમાં ₹2,289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, 638 આરોપીઓ ઝડપાયા

આ પણ વાંચો : સાયબર ફ્રોડથી બચવા ગૃહ મંત્રાલયનો મફત કોર્સ, મળશે ફ્રી સર્ટિફિકેટ

Post navigation

વડીયામાં શ્વાનોનો આતંક, 20 દિવસમાં 2 બાળકોના મોત
કન્યા રાશિના જાતકોને માંદગી માથી મળી શકે છે મુક્તિ, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

More Posts

Surat News/ વંદે ભારત ટ્રેનનું બીજું ટ્રાયલ સફળ, દેશની પ્રથમ સ્લીપર ‘ટ્રેન 130 km/h ની સ્પીડે દોડશે

November 14, 2025Nikunj Patel

Not Set/ જમ્મુ-કાશ્મીરમાં શહીદ થયેલા દિલીપસિંહ ડોડિયાનો પાર્થિવદેહને તિરંગામાં લપેટી અમદાવાદ લવાયો, એરપોર્ટ પર આપી શ્રદ્ધાંજલિ

July 12, 2019July 12, 2019Maya Sindhav

કોરોના રસી/ સીરમ કંપનીના CEO અદાર પૂનાવાલાએ હવે કોરોના મામલે શું કહ્યું…

November 18, 2021garima rao

Not Set/ #Budget2019 : બજેટ પૂર્વે કેન્દ્રીય નાણા મંત્રાલય પાસે ગુજરાતે કરી આવી ડિમાન્ડ

June 22, 2019Bhavesh Vyas
Old Vehicles Seizure: અમદાવાદમાં 15 વર્ષ જૂનાં વાહનો સીઝ કરવા AMC કમિશનરનો આદેશ

Ahmedabad News/ અમદાવાદમાં 15 વર્ષ જૂનાં વાહનો સામે તવાઈ! પ્રદૂષણ રોકવા AMC કમિશનરનો સીઝ કરવાનો આદેશ

November 5, 2026Jaymin Dhiman

Not Set/ અમિત શાહ આજથી 5 દિવસ ગુજરાત મુલાકાતે

November 4, 2017November 4, 2017Mantavya Team

Not Set/ હરિયાણામાં ઘટી કાળજું કંપાવનારી ઘટના, 10 વર્ષની બાળકી પર 7 છોકરાઓએ આચર્યો ગેંગરેપ

June 11, 2021Maya Sindhav
Bhavnagar Three people attacked with a knife

Gujarat News/ ભાવનગરમાં અપશબ્દો બોલવાની ના પાડતાં દાદા, પૌત્રી અને પાડોશી મહિલા પર છરીથી હુમલો

September 23, 2026Abhay Jam

Gir Somnath News/ ગીર સોમનાથમાં વરસાદના વિલંબથી પાણીની અછત, હિરણ-2 ડેમમાંથી 70 ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય

August 8, 2025Panara Mansi

diwali Festival/ દિવાળીની રજામાં પાવાગઢ જતા પહેલા રાખો આ બાબતનું ધ્યાન, દર્શનના સમયમાં થયો ફેરફાર

November 11, 2023November 11, 2023Heena Dave
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy