Amreli News: અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના કંટાળા ગામે જમીનના ભાગબટાવાને લઈને થયેલા પરિવારિક વિવાદે રક્તરંજિત (Amreli Murder Case) વળાંક લીધો છે. સગા ભાઈઓ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા મનદુઃખ વચ્ચે ગત રાત્રે ઉગ્ર તકરાર થતાં હિંસક હુમલાની ઘટનામાં એક ભાઈનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ સમગ્ર ગામ તેમજ પંથકમાં ભારે ચકચાર મચાવી દીધી છે.
માતાના નામની જમીન મુદ્દે વિવાદ
પ્રાથમિક માહિતી અનુસાર, પરિવારમાં માતાના નામે રહેલી જમીનના ભાગબટાવાને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. પરિવારના સભ્યો વચ્ચે મનદુઃખ અને બોલાચાલી અગાઉ પણ થતી હોવાની ચર્ચા છે.ગઈકાલે જમીનમાં રોટાવેટર ચલાવવાના મુદ્દે બંને ભાઈઓ (Amreli Murder Case) વચ્ચે ફરી ઉગ્ર તકરાર સર્જાઈ હતી, જે બાદ મામલો હિંસક બની ગયો હતો.
હિંસક હુમલામાં રાઘવ સોંદરવાનું મોત
તકરાર દરમિયાન થયેલા હુમલામાં રાઘવ સોંદરવા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત (Amreli Murder Case) નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.આ ઘટનાથી પરિવાર તેમજ ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
ખાંભા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ
ઘટના બાદ બંને પક્ષો તરફથી ખાંભા પોલીસ સ્ટેશને સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.પોલીસ દ્વારા ઘટનાસ્થળની તપાસ, સાક્ષીઓના નિવેદનો અને પરિવારિક વિવાદના પાસાઓની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
પરિવારિક વિવાદ બન્યો ચર્ચાનો વિષય
જમીન અને ભાગબટાવાના મુદ્દે પરિવારિક સંબંધોમાં ઊભા થતા વિવાદો ઘણીવાર ગંભીર સ્વરૂપ ધારણ કરતા હોય છે. ખાંભાની આ ઘટના પણ પરિવારિક મનદુઃખ કેવી રીતે જીવલેણ બની શકે તેનો ઉદાહરણ બની છે.હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે અને કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો:અમરેલીમાં ભાઈએ સગા ભાઈની કરી હત્યા
આ પણ વાંચો:પાલનપુરના કુંભલમેરમાં પત્નીની હત્યા કરનારો પતિ ઝડપાયો
