Ahmedabad News: અમદાવાદ શહેરમાં નકલી ચલણી નોટો (Ahmedabad Fake Currency Case)ના એક મોટા આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ થયો છે. વટવા પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ઝોન-8ની સંયુક્ત કાર્યવાહીમાં લાખો રૂપિયાની નકલી ચલણી નોટો સાથે છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં આ ગેંગના તાર અનેક રાજ્યો સુધી જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.
પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, વટવા વિસ્તારમાં આવેલા એક મકાનમાં આધુનિક સાધનોની મદદથી નકલી ચલણી નોટો (Ahmedabad Fake Currency Case) છાપવાનું ગેરકાયદેસર નેટવર્ક ચલાવવામાં આવતું હતું. દરોડા દરમિયાન આશરે ₹28.94 લાખની નકલી ચલણી નોટો જપ્ત કરવામાં આવી છે.
Ahmedabad Fake Currency Case: ₹28.94 લાખની ફેક કરન્સી જપ્ત
તપાસમાં સામે આવ્યું છે કે ગેંગનો મુખ્ય સૂત્રધાર ઈમરાન સબ્બીર સિંધા હતો. તેણે વટવાના એક રહેણાંક મકાનમાં કમ્પ્યુટર, કલર પ્રિન્ટર અને અન્ય સાધનોની મદદથી ₹500ની નકલી નોટો (Ahmedabad Fake Currency Case) તૈયાર કરવાની વ્યવસ્થા ઉભી કરી હતી. પોલીસને મળેલા પુરાવા મુજબ ગેંગ દ્વારા આશરે ₹60 લાખની ફેસ વેલ્યૂની નકલી નોટો તૈયાર કરવામાં આવી હોવાની શંકા છે.
કેસમાં મહત્વનો વળાંક ત્યારે આવ્યો જ્યારે મુખ્ય આરોપી ઈમરાન સિંધાનું મૃત્યુ થયું. ત્યારબાદ ગેંગના અન્ય સભ્યો મશીનો, કમ્પ્યુટર અને તૈયાર નોટો સાથે અન્ય રાજ્યોમાં ભાગી ગયા હોવાનું સામે આવ્યું. ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે પોલીસે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને અન્ય વિસ્તારોમાં કાર્યવાહી કરીને આરોપીઓને ઝડપી લીધા.
ઝડપાયેલા આરોપીઓમાં બિહાર, ઉત્તર પ્રદેશ અને ગુજરાતના રહેવાસીઓનો સમાવેશ થાય છે. પોલીસ તપાસ દરમિયાન એક કિશોરની સંડોવણી પણ સામે આવી છે. આ ઉપરાંત બનાસકાંઠાના એક શખ્સની પણ ધરપકડ કરવામાં આવી છે, જે અગાઉ પણ નકલી ચલણી નોટોના કેસમાં સંડોવાયેલો હોવાનું પોલીસ રેકોર્ડમાં નોંધાયેલું છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ બજારમાં સામાન્ય વેપાર વ્યવહારો અને અન્ય માધ્યમો દ્વારા નકલી નોટોને અસલી તરીકે ચલાવવાનો પ્રયાસ કરતા હતા. હાલ પોલીસે આ ગેંગ સાથે જોડાયેલા અન્ય લોકો, નાણાકીય લાભાર્થીઓ અને બજારમાં કેટલા પ્રમાણમાં નકલી ચલણી નોટો પ્રવેશી છે તે અંગે તપાસ શરૂ કરી છે.
પોલીસના જણાવ્યા મુજબ આ સમગ્ર નેટવર્કના આંતરરાજ્ય જોડાણો અને નકલી ચલણી નોટોના વિતરણ ચેનલની પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં વધુ ધરપકડ અને મહત્વપૂર્ણ ખુલાસાઓ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:અમદાવાદમાં નકલી નોટો બનાવવાની ફેકટરી ઝડપાઈ : દેવું ભરવા ઓસ્ટ્રેલિયન નાગરિકે નકલી ફેક્ટરી ઊભી કરી
આ પણ વાંચો:નોઈડાથી કુરિયરમાં અમદાવાદ નકલી નોટો મંગાવનારો શખ્સ ઝડપાયો, રૂ.100ની 373 નકલી નોટ પકડાઈ
આ પણ વાંચો:યુટ્યુબમાં જોઈને નકલી નોટો છાપી : SOGએ નડિયાદમાંથી એક લાખની બનાવટી નોટો ઝડપી, બે શખ્સો ઝડપાયા
