Gandhinagar News/ રાજ્યસભા ચૂંટણી પહેલાં ભાજપની વ્યૂહરચના તેજ, ધારાસભ્યોને ગાંધીનગરમાં હાજર રહેવા સૂચના

રાજ્યસભાની ચૂંટણી (Gujarat Rajya Sabha Election)ને લઈને ગુજરાત ભાજપ એલર્ટ મોડમાં આવી ગયું છે. તમામ ધારાસભ્યોને ગાંધીનગરમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે, જ્યારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાનાર છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News
Gujarat Rajya Sabha Election:રાજ્યસભા ચૂંટણીને લઈને ભાજપની માસ્ટરપ્લાનિંગ

Gandhinagar News: ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી (Gujarat Rajya Sabha Election) નજીક આવતા રાજકીય ગતિવિધિઓમાં તેજી આવી છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરસમજ અથવા ગેરહાજરી ન સર્જાય તે માટે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા પોતાના તમામ ધારાસભ્યોને 7 અને 8 જૂન દરમિયાન ગાંધીનગરમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.

પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યસભા ચૂંટણીને લઈને ભાજપે વ્યૂહાત્મક તૈયારી શરૂ કરી દીધી છે. તમામ ધારાસભ્યો સાથે સતત સંપર્ક રાખવામાં આવી રહ્યો છે અને ચૂંટણી સંબંધિત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

Gujarat Rajya Sabha Election: રાજ્યસભાના ઉમેદવારો પણ ગાંધીનગરમાં

મળતી માહિતી મુજબ રાજ્યસભા માટે ભાજપ (BJP) દ્વારા જાહેર કરાયેલા ચારેય ઉમેદવારો હાલ ગાંધીનગરમાં હાજર છે. તેઓ પક્ષના નેતાઓ સાથે બેઠકો અને ચર્ચાઓમાં ભાગ લઈ રહ્યા છે.ચૂંટણીની તૈયારીઓને વધુ મજબૂત બનાવવા માટે પક્ષના ઉચ્ચ નેતાઓ દ્વારા ધારાસભ્યો સાથે સતત સંકલન જાળવવામાં આવી રહ્યું છે.

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક

સોમવારે સવારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ભાજપના તમામ ધારાસભ્યોની મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. બેઠક દરમિયાન રાજ્યસભા ચૂંટણી (Gujarat Rajya Sabha Election)ની સમગ્ર પ્રક્રિયા, મતદાનની પદ્ધતિ અને પક્ષની વ્યૂહરચના અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.સાથે જ ધારાસભ્યોને મતદાન દરમિયાન અનુસરવાની પ્રક્રિયા અને મત માન્ય રહે તે માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવશે.

કોંગ્રેસના પગલાં પર પણ નજર

રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે કોંગ્રેસ અંતિમ ક્ષણે ઉમેદવાર મેદાનમાં ઉતારી શકે છે. આ સંભાવનાને ધ્યાનમાં રાખીને ભાજપ પોતાના ધારાસભ્યોને દરેક સ્થિતિ માટે તૈયાર રાખવા માંગે છે.જો ચૂંટણીમાં સ્પર્ધા સર્જાય તો મતદાનની પ્રક્રિયા અને કાનૂની જોગવાઈઓ અંગે પણ ધારાસભ્યોને માહિતગાર કરવામાં આવશે.

ગાંધીનગરમાં રાજકીય ગરમાવો

રાજ્યસભાની ચૂંટણી (Gujarat Rajya Sabha Election) સામાન્ય રીતે ઔપચારિક પ્રક્રિયા માનવામાં આવે છે, પરંતુ રાજકીય દૃષ્ટિએ તેનું વિશેષ મહત્વ હોય છે. આ કારણે ભાજપ કોઈપણ પ્રકારની ચૂક કે જોખમ લેવા ઇચ્છતું નથી.આગામી બે દિવસ દરમિયાન ગાંધીનગરમાં રાજકીય બેઠકો અને ચર્ચાઓનો ધમધમાટ વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો:ચૂંટણી પંચે રાજ્યસભા અને વિધાન પરિષદની 27 બેઠકો માટે ચૂંટણી જાહેર કરી

આ પણ વાંચો:18મી જૂને 10 રાજ્યોની 24 બેઠકોની રાજ્યસભા ચૂંટણી, ગુજરાતમાં ચાર બેઠકો માટે થશે ચૂંટણી

આ પણ વાંચો:રાજ્યસભામાં બંધારણ પર બે દિવસીય વિશેષ ચર્ચા આજથી શરૂ થશે, ‘એક દેશ, એક ચૂંટણી’ બિલ લોકસભામાં મોકૂફ