Surat News/ સુરતમાં પત્નીની છેડતીનો અંત ખૂનથી, યુવકને પથ્થરના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો

સુરતના અલથાણ વિસ્તારમાં પત્નીની છેડતીના આક્ષેપ બાદ યુવકની પથ્થર મારી હત્યા (Surat Murder Case) કરવામાં આવી. આ ઘટનાની સાથે જ સુરતમાં ચાલુ વર્ષે 5 મહિનામાં હત્યાનો આંકડો 50 પર પહોંચ્યો છે.

Top Stories Gujarat Surat Breaking News
Surat Murder Case: સુરતમાં 5 મહિનામાં 50મી હત્યા! દર 3 દિવસે એક મર્ડર

Surat News: સુરત શહેરમાં ગુનાખોરીના વધતા બનાવો વચ્ચે વધુ એક હત્યા (Surat Murder Case)ની ઘટના સામે આવી છે. અલથાણ વિસ્તારમાં એક યુવકની પથ્થર વડે હુમલો કરીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં આરોપીએ પોતાની પત્નીની છેડતી થતી હોવાના આક્ષેપ બાદ આ હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

માહિતી મુજબ, મૃતક રાહુલ રાજપૂત રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આરોપી રાજીવની પત્ની સાથે અયોગ્ય વર્તન કર્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ બાબતની જાણ થતાં રાજીવ ગુસ્સે ભરાયો હતો અને બંને વચ્ચે થયેલા વિવાદ દરમિયાન સિમેન્ટના પથ્થર વડે હુમલો કર્યો હતો.

હુમલામાં રાહુલને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં અલથાણ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી અને થોડા જ કલાકોમાં મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં સફળતા મેળવી હતી.

આ ઘટનાથી મૃતકના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. રાહુલ પોતાની પાછળ પત્ની અને બે નાના બાળકોને છોડી ગયો છે. પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

Surat Murder Case: સુરતમાં હત્યાનો આંકડો 50 પર

હત્યા (Surat Murder Case)ની ઘટનાની સાથે સુરત શહેરમાં ચાલુ વર્ષના પ્રથમ પાંચ મહિનામાં હત્યાનો આંકડો 50 પર પહોંચ્યો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે હત્યાના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ઉપલબ્ધ આંકડાઓ મુજબ, ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન 23 હત્યાના કેસ નોંધાયા હતા, જ્યારે આ વર્ષે આ આંકડો વધીને 50 થયો છે.

અન્ય ગુનાઓમાં પણ વધારો

હત્યા ઉપરાંત માર્ગ અકસ્માતો અને ડ્રગ્સ સંબંધિત ગુનાઓમાં પણ વધારો નોંધાયો છે. શહેરમાં અકસ્માતોના કેસો અને ગંભીર ઈજાઓના બનાવોમાં વધારો ચિંતાનો વિષય બન્યો છે. બીજી તરફ ડ્રગ્સ સંબંધિત કેસોની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે.

કાયદો અને વ્યવસ્થાને લઈને સવાલ

શહેરમાં સતત વધી રહેલી હત્યાઓ અને ગંભીર ગુનાઓને કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચા શરૂ થઈ છે. નિષ્ણાતો માને છે કે ગુનાઓને નિયંત્રણમાં લેવા માટે વધુ અસરકારક પેટ્રોલિંગ, જાહેર જાગૃતિ અને કડક કાયદાકીય અમલ જરૂરી બની ગયો છે.હાલ પોલીસે સમગ્ર મામલે (Surat Murder Case) વધુ તપાસ શરૂ કરી છે અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.


આ પણ વાંચો:સુરતમાં ડબલ મર્ડરથી ચકચાર: ચા પીવા ગયેલા બે મિત્રોની ચપ્પુના ઘા મારી હત્યા

આ પણ વાંચો:સુરતમાં ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ જય દલાલની જાહેરમાં હત્યા, ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધાયો

આ પણ વાંચો:સુરતમાં હત્યાના આરોપીનું ‘હાફ એન્કાઉન્ટર’