Gandhinagar News/ જી એસ મલિકે રાજ્યના નવા ડીજીપી તરીકે ચાર્જ સંભાળ્યો

જી એસ મલિકે રાજ્યના નવા ડીજીપી તરીકે ચાર્જ સંભાળ્યો છે. તેમણે પોલીસ ભવન ખાતે રાજ્યના નવા ડીજીપી  તરીકે ચાર્જ સંભાળ્યો છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News:  જી એસ મલિકે રાજ્યના નવા ડીજીપી તરીકે ચાર્જ સંભાળ્યો છે. તેમણે પોલીસ ભવન ખાતે રાજ્યના નવા ડીજીપી  તરીકે ચાર્જ સંભાળ્યો છે. તેમણે જણાવ્યું હતું કે રાજ્યની પોલીસ માટે અનેક પડકારો છે. તેમા સૌથી મોટો પડકાર દર વર્ષે યોજાતી રથયાત્રા સફળતાપૂર્વક પૂરી કરાવવી તે છે. આ સિવાય રાજ્યમાં ડ્રગ્સનું અને દારૂનું દૂષણ ઉત્તરોતર વકરી રહ્યુ છે. પોલીસે તેને ડામવા માટે કાર્યવાહી કરવી પડશે તેમ મનાય છે.

અમદાવાદના નવા પોલીસ કમિશ્નરને લઇ કેટલાક નામો ચર્ચામાં છે. જી એસ મલિક DGP બનતા હવે અમદાવાદના CP (પોલીસ કમિશ્નર) કોણ તેવો સવાલ પૂછવામાં આવી રહ્યો છે. સીબીઆઈના એડિશનલ ડાયરેક્ટર મનોજ શશીધર મુખ્ય દાવેદાર છે. એસીબી ડાયરેક્ટર પિયુષ પટેલ પોલીસ કમિશ્નર બનવાની રેસના પ્રબળ દાવેદાર છે.

આ ઉપરાંત 1996ની બેચના આઇપીએસ ઓફિસર નરસિંહા કોમર પણ ચર્ચામાં છે. સુરતના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત પણ પોલીસ કમિશ્નર બનવાની રેસમાં અગ્રેસર છે. ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલ પોલીસ કમિશ્નરની રેસમાં છે. જોઇન્ટ પોલીસ કમિશ્નર શરદ સિંઘલને ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર બનાવી શકાય છે. શાસકોની સરપ્રાઇઝ આપવાની ટેવ જોતાં કોઈ નવું જ નામ નીકળે તો આશ્ચર્ય નહીં થાય.

DGP પછી, અમદાવાદ પોલીસ કમિશનરનું પદ ગુજરાતમાં સૌથી શક્તિશાળી અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અધિકારક્ષેત્રની દ્રષ્ટિએ અમદાવાદ સૌથી મોટું પોલીસ કમિશનરેટ પણ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકારે એવા સમયે GS મલિકને DGP તરીકે નિયુક્ત કર્યા છે જ્યારે રાજ્યમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સ સામે પોલીસ ઓપરેશન “ઓપરેશન ડેલ્ટા” ચાલી રહ્યું છે, જેના પરિણામે 500 થી વધુ બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરવામાં આવી છે.


આ પણ વાંચો: જી એસ મલિકે રાજ્યના નવા ડીજીપી તરીકે ચાર્જ સંભાળ્યો

આ પણ વાંચો: મતગણતરી પૂર્વે પોલીસ કમિશ્નરની મતગણતરી કેન્દ્રોની મુલાકાત

આ પણ વાંચો: પોલીસ કમિશ્નર જી એસ મલિકે પીરાણા બ્રિજની કામગીરી સહિત ટ્રાફિકનું કર્યુ નિરીક્ષણ