Vadodara News: વડોદરા શહેરના પોશ ગણાતા રેસકોર્સ વિસ્તારમાં આવેલા એક જાણીતા જ્વેલરી શોરૂમમાં ચોરી (Vadodara Jewellery Theft)નો અનોખો અને ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ખરીદીના બહાને શોરૂમમાં આવેલી એક મહિલાએ કિંમતી સોના અને ડાયમંડના દાગીના ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, શોરૂમના સતર્ક સ્ટાફ અને CCTV કેમેરાની મદદથી મહિલાનો ભાંડો ફૂટી જતાં લાખો રૂપિયાના દાગીના બચાવી લેવામાં આવ્યા હતા.
Vadodara Jewellery Theft: દાગીના ચોરી મોઢામાં સંતાડ્યા
માહિતી મુજબ મહિલા ગ્રાહક બનીને શોરૂમમાં પ્રવેશી હતી અને વિવિધ ગોલ્ડ તથા ડાયમંડ જ્વેલરી જોવા માંગ્યા હતા. દાગીના નિહાળતી વખતે તેણે સ્ટાફને વાતોમાં વ્યસ્ત રાખવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેણે એક કિંમતી ઈયરરિંગ્સ અને ફિંગર રિંગ ચોરી (Vadodara Jewellery Theft) કરીને પોતાના મોઢામાં છુપાવી દીધા હતા.

શંકાસ્પદ હિલચાલને કારણે સ્ટાફે દાગીનાની ફરી ગણતરી કરતાં કેટલીક વસ્તુઓ ગાયબ હોવાનું જણાયું હતું. ત્યારબાદ મહિલાની પૂછપરછ કરવામાં આવતા તે ગભરાઈ ગઈ હતી. સ્ટાફની કડક પૂછપરછ દરમિયાન મહિલાના મોઢામાંથી ચોરી કરાયેલા દાગીના મળી આવ્યા હતા. જેના કારણે લાખો રૂપિયાની ચોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો.
ઘટનાની જાણ થતાં અકોટા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મહિલાને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન મહિલાના અગાઉના ગુનાહિત રેકોર્ડ તેમજ અન્ય જ્વેલરી શોરૂમોમાં સમાન પ્રકારની ઘટનાઓ સાથે કોઈ સંબંધ છે કે નહીં તે અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

શોરૂમના મેનેજર પ્રશાંતભાઈએ જણાવ્યું હતું કે મહિલાએ વસ્તુઓ જોવાના બહાને કાનની બુટ્ટી અને વીંટી ચોરી (Vadodara Jewellery Theft) કરી હતી. CCTV ફૂટેજમાં સમગ્ર ઘટના સ્પષ્ટ રીતે કેદ થઈ હતી. હાલના બજારભાવ મુજબ દાગીનાની કિંમત અંદાજે એક લાખ રૂપિયા જેટલી હોવાનું જણાવાયું છે.
જોકે, સમગ્ર ઘટનામાં શોરૂમ સંચાલકોએ મહિલાની સ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાવી નહોતી. અકોટા પોલીસ સ્ટેશનના PI ડી.વી. બલદાણિયાના જણાવ્યા અનુસાર મહિલાની પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ ફરિયાદ ન હોવાને કારણે કાયદાકીય કાર્યવાહી આગળ વધારી શકાય નહોતી.
આ ઘટના બાદ શહેરના જ્વેલરી વેપારીઓમાં ચિંતા વ્યાપી છે. પોલીસ દ્વારા વેપારીઓને વધુ સતર્ક રહેવા તેમજ શંકાસ્પદ હિલચાલ અંગે તાત્કાલિક જાણ કરવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો:દુનિયાની સૌથી મોટી 600 સોનાની ઈંટોની ચોરી
આ પણ વાંચો:સુરતના સચિન સેઝમાં ડાયમંડ ઓવરવેલ્યુએશન કૌભાંડમાં DRIએ 1,100 કરોડની જ્વેલરી જપ્ત કરી
આ પણ વાંચો:આવું ફક્ત પાકિસ્તાનમાં જ થઈ શકે! બહેને ભાઈઓ સામે ગાયના છાણની ચોરીનો કેસ કર્યો
