World News/ કેનેડામાં અંધાધૂંધ ગોળીબાર કરનારા 3 ભારતીય યુવકો દોષિત જાહેર, કોર્ટે ફટકારી વર્ષોની જેલ સજા

કેનેડાના(Canada) સરે શહેરમાં ક્રેસન્ટ બીચ વિસ્તારમાં ફાયરિંગ અને આગચંપી કરવાના કેસમાં સરે પ્રાંતીય અદાલતે 3 ભારતીય યુવકો તરનવીર, હરજોત અને દયાજીતને જેલની સજા સંભળાવી છે. વાંચો અહેવાલ.

international Top Stories World
Canada

Canada Surrey Firing Case 2026: કેનેડાના સરે (Surrey) શહેરમાં થયેલા એક સનસનીખેજ ફાયરિંગ અને આગચંપીના કેસમાં બ્રિટિશ કોલંબિયાની અદાલતે ત્રણ ભારતીય મૂળના યુવકોને દોષિત ઠેરવીને આકરી સજા ફટકારી છે. આ સમગ્ર મામલો 1 February 2026 નો છે, જ્યારે વહેલી સવારે આશરે 3:50 વાગ્યે સરેના ક્રેસન્ટ બીચ વિસ્તારમાં એક રહેણાંક ઘરની બહાર અંધાધૂંધ ગોળીબાર થવાની અને આગચંપી કરવાની ઘટના બની હતી. સરે પોલીસ સર્વિસ (SPS) ની ‘પ્રોજેક્ટ એશ્યોરન્સ’ પેટ્રોલિંગ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને ઘટનાસ્થળ નજીકથી જ ત્રણ શંકાસ્પદ ભારતીય યુવકોને ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓની ઓળખ 21 વર્ષીય હરજોત સિંહ, 19 વર્ષીય તરનવીર સિંહ અને 21 વર્ષીય દયાજીત સિંહ બિલિંગ તરીકે થઈ હતી.

Canada માં 3 ભારતીયોને જેલ!

મેજર ક્રાઈમ સેક્શનની સચોટ તપાસ અને સીસીટીવી ફૂટેજના મજબૂત પુરાવાઓ બાદ, 9 June 2026 ના રોજ ત્રણેય આરોપીઓએ સરે પ્રાંતીય અદાલતમાં પોતાનો ગુનો કબૂલ કરી લીધો હતો. અદાલતે ત્રણેયને અલગ-અલગ ગુના હેઠળ સજા સંભળાવી છે:

તરનવીર સિંહ: સાર્વજનિક વિસ્તારમાં બેદરકારીપૂર્વક અને જીવ જોખમમાં મૂકે તેવું ફાયરિંગ કરવાના ગુનામાં કોર્ટે તેને સૌથી વધુ 5 વર્ષની જેલની સજા ફટકારી છે.

દયાજીત સિંહ બિલિંગ: રહેણાંક ઘર પર વિસ્ફોટક પદાર્થ (આગ લગાડનાર મટીરિયલ) ફેંકવાના ગુનામાં અદાલતે તેને 27 મહિનાની જેલની સજા આપી છે.

હરજોત સિંહ: આ જ ગુનામાં સંડોવણી બદલ કોર્ટે તેને 25 મહિનાની જેલની સજા સંભળાવી છે. (આ બંનેની સજાના સમયગાળામાં તેમણે અગાઉ કસ્ટડીમાં વિતાવેલો સમય બાદ કરી દેવાશે).

કેનેડામાં (Canada) વધી રહેલી ગેંગવોર અને અસામાજિક પ્રવૃત્તિઓ વચ્ચે સરે પોલીસે સ્પષ્ટ કર્યું છે કે પબ્લિક સેફ્ટીને નુકસાન પહોંચાડનારા ગુનેગારો સામે આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે.


આ પણ વાંચો :અફેરના નામે જેફરી એપસ્ટિન મને બ્લેકમેઇલ કરતો હતો’, અમેરિકન સંસદમાં બિલ ગેટ્સનો ખુલાસો

આ પણ વાંચો :રશિયા સાથે મિત્રતાના કારણે ભારતની કંપનીઓ પર પ્રતિબંધ? યુનિયનની મોટી સૈન્ય-આર્થિક કૂટનીતિ

આ પણ વાંચો :અફઘાનિસ્તાનમાં ઘૂસી પાકિસ્તાને કરી એર સ્ટ્રાઇક, 11 માસૂમ બાળકો સહિત 13 લોકોના કરુણ મોત