Gujarat News/ જબરું DL કૌભાંડ! ગુજરાતના લોકો રાજસ્થાનમાં ગયા વગર જ મેળવી રહ્યા હતા ડ્રાઇવિંગ લાયસન્સ

ગુજરાતમાં ડ્રાઇવિંગ ટેસ્ટની કડક પ્રક્રિયાથી બચવા માટે કેટલાક લોકો રાજસ્થાન અને ઉત્તર-પૂર્વીય રાજ્યોમાંથી કથિત રીતે ગેરરીતિથી ડ્રાઇવિંગ લાયસન્સ (Driving License Scam) મેળવી રહ્યા હોવાનો મોટો ખુલાસો થયો છે. સમગ્ર મામલે વાહન વ્યવહાર કમિશનરે તપાસના આદેશ આપ્યા છે.

Top Stories Gujarat Others Breaking News
Driving License Scam :ડ્રાઇવિંગ ટેસ્ટ વગર લાયસન્સ! ગુજરાત-રાજસ્થાન કનેક્શનનો મોટો ખુલાસો

Gujarat News: ગુજરાતમાં ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયા દરમિયાન સામે આવેલા એક મોટા કથિત કૌભાંડથી વાહન વ્યવહાર વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. પ્રાથમિક તપાસમાં એવી વિગતો સામે આવી છે કે કેટલાક લોકો રાજ્યની બહારના આરટીઓ મારફતે ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યા વિના લાયસન્સ (Driving License Scam) મેળવી રહ્યા હતા અને ત્યારબાદ તેનું સરનામું ગુજરાતમાં ટ્રાન્સફર કરાવી રહ્યા હતા.

Driving License Scam:ડ્રાઇવિંગ ટેસ્ટ વગર લાયસન્સ!

મળતી માહિતી મુજબ, છેલ્લા કેટલાક સમયથી રાજસ્થાન તેમજ ઉત્તર-પૂર્વીય રાજ્યોમાંથી ઇસ્યુ થયેલા ડ્રાઇવિંગ લાયસન્સ (Driving License Scam) ધરાવતા લોકો દ્વારા ગુજરાતના વિવિધ શહેરોમાં સરનામું બદલવાની અરજીઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને વાહન વ્યવહાર કમિશનર દ્વારા સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.

તપાસ દરમિયાન પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે કે કેટલાક કિસ્સાઓમાં અરજદારોને સંબંધિત રાજ્યમાં હાજર રહ્યા વિના જ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા હોવાની શંકા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ગુજરાતમાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ઉપયોગમાં લેવાતી સેન્સર આધારિત ટ્રેક સિસ્ટમને કારણે અનેક અરજદારોને ટેસ્ટ પાસ કરવામાં મુશ્કેલી પડતી હોવાથી ગેરકાયદે માર્ગ અપનાવવામાં આવતો હતો.

તપાસમાં એવી પણ માહિતી સામે આવી છે કે કેટલાક એજન્ટો દ્વારા અરજદારોના દસ્તાવેજો અન્ય રાજ્યોના આરટીઓ સુધી પહોંચાડવામાં આવતા હતા. ત્યારબાદ ત્યાં સ્થાનિક સરનામાના આધારે કાચું અને બાદમાં પાકું ડ્રાઇવિંગ લાયસન્સ (Driving License Scam) ઇસ્યુ કરવામાં આવતું હતું. ત્યાર પછી આ લાયસન્સને ગુજરાતમાં ટ્રાન્સફર કરવા માટે સરનામું બદલવાની અરજી કરવામાં આવતી હતી.

સૂત્રોના દાવા મુજબ, એક ડ્રાઇવિંગ લાયસન્સ (Driving License Scam) માટે હજારો રૂપિયાની રકમ વસૂલવામાં આવતી હતી. કેટલાક અહેવાલોમાં આવા હજારો શંકાસ્પદ લાયસન્સ ઇસ્યુ થયાની વિગતો પણ સામે આવી છે.

વાહન વ્યવહાર કમિશનરે તમામ પ્રાદેશિક પરિવહન કચેરીઓને અન્ય રાજ્યોમાંથી આવેલા લાયસન્સની સરનામા બદલવાની અરજીઓની ચકાસણી કરવા સૂચના આપી છે. જો તપાસ દરમિયાન કોઈ ગેરરીતિ કે ખોટી માહિતી સામે આવશે તો લાયસન્સ રદ કરવા ઉપરાંત કાયદાકીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે અને કૌભાંડમાં સંડોવાયેલા વ્યક્તિઓ, એજન્ટો તેમજ અન્ય તત્વો સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.


આ પણ વાંચો:નકલીનો વધ્યો કારોબાર, નખત્રાણામાં ઝડપાયું નકલી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાનું કૌભાંડ

આ પણ વાંચો:ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા નહિ ખાવા પડે RTOના ધક્કા, જાણો કેવી રીતે મેળવી શકશો લાયસન્સ

આ પણ વાંચો:ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરાવવું હવે બન્યું સરળ, ઘરે બેસીને કરી શકાશે કામ